________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીને હગાર,
તરીકે પ્રખ્યાતિ પામેલા તે સ્વર્ગવાસી મહાત્મા વિજયાનંદસૂરિની નિંદાના પત્રે રાજનગરના એક શ્રાવકે પ્રગટ કર્યા હતા, અને તેમાં તે મહાત્માના પ્રધાન શિષ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા વિર્ય મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી મહારાજ ઉપર પણ અયેગ્ય હુમલા કરેલા હતા, તે પ્રસંગે રાખેલી શાંતિના સંબંધમાં તેમજ આ કઈ પ્રસંગ પ્રાપ્ત થાય તે દરેક મુનિએ તેવી શાંતિ રાખવી તે બાબત આ મુનિમંડળ સોળમે ઠરાવ પસાર કરશે.”
મહાદેવના આ વચને સાંભળી વૃદ્ધ ચારિત્રધર્મ સખેદપણે બેલે—“મહેશ્વરી, એ પ્રસંગનું મરણ થતાં મારા હૃદયમાં ભારે ખેદ ઉત્પન્ન થઈ આવ્યું છે. મારા શુદ્ધસ્વરૂપને ધારણ કરનારા તે મને હા મુનિઓની નિંદા મારાથી સહન થઈ શકી નથી. તે ઉપકારી મહામાઓએ તેવી શાંતિ રાખી મને જીવન આપ્યું છે. મહેશ્વરી, આપ વરશાસનના મહાદેવી છે. અને તેથી તેવા નિંદકોને શિક્ષા કરવા - ત્પર રહેજે.”
મહેશ્વરી બોલ્યા- તેવાઓને તેમના કુકમ અવશ્ય શિક્ષા કરશે. પરંતુ તેવી નિંદાના પત્રો પ્રગટ થયા છતાં દયાનિધિ મહાન આચાર્ય શ્રી કમળવિજયજી તરફ પૂર્ણ ભાવ ધારણ કરનારા પ્રવર્તકજી કાંતિવિજયજી તથા મુનિરાજ વલ્લભવિજયજી અને તમામ બીજા સાધુઓએ પિતાના ક્ષમાગુણને આધીન થઈ જે શાંતિ ગ્રહણ કરી છે, તેને માટે મને ઘણો આનંદ પ્રગટ થયે હતે.
મહાત્મા વિજયાનંદસૂરિના ભક્ત શ્રાવકોએ તેમજ ધર્મની લાગણી વાળા અનેક મનુષ્યએ તે નિંદક વિગેરે તરફ ભારે તિરસ્કાર બતાવ્યું છે. ભદ્ર, ચારિત્ર ધર્મ, હવે તમે નિશ્ચિત રહેજો. ભવિષ્યમાં એવું અકાર્ય નહીં બને.
મહાદેવીને આશ્વાસન ભરેલા આ વચને સાંભળી ચારિત્ર ધર્મના મુખમંડળ ઉપર પાછા આનંદના અંકુરે પ્રગટ થઈ આવ્યા. અને તેણે બીજા નિયમે શ્રવણ કરવા પિતાની આતુરતા બતાવી.
For Private And Personal Use Only