________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
આત્માનંદ પ્રકાશ
પણ મુનિએ દરરોજ સે પ્લેકને સ્વાધ્યાય કરવાને, તેમજ વૃદ્ધ ગ્લાન રેગાદિ કારણેથી જે તે ન બની શકે તે તેના બદલે એક નવકાર મંત્રની માળા જપવાને નવમે ઠરાવ પસાર કરશે.”
આ સાંભળતાંજ વૃદ્ધ ચારિત્ર ધર્મે ગર્જનાથી નીચે પ્રમાણે પદ્ય ઊચ્ચાર્યું.
" स्वाध्याय ध्यान दीपेन प्रदीप्तांतर नावनाः ।
संपादितात्मगुणा भवंति मुनि पुंगवाः"॥१॥
સ્વાધ્યાય ધ્યાન રૂપ દીપકથી જેમના અંતરની ભાવના પ્રદી પ્ત થયેલી છે એવા ઉત્તમ મુનિએ આત્માના ગુણેને સંપાદન કરનારા થાય છે.
મહેશ્વરી આ પદ્ય સાંભળી સાનંદવદને બેલ્યાં– “ ભદ્ર, ધાતુઓની ચળકતી ફ્રેમવાળા ચશમા વાપરવાથી, સ્વતંત્રતાથી પત્રવ્યવહાર કરવાથી મુનિધર્મની મહત્તાની હાનિ થવાનો સંભવ છે; તેમજ મુનિધર્મને બાદ ન આવે તેવી રીતે વડિલની આજ્ઞાથી જેન કે જેનેતર પ્રજામાં જાહેર વ્યાખ્યાન આપવા અને સાંભળવાનું અને તે રીતે જૈનદર્શન બહેળા પ્રમાણમાં ફેલાવવાનાને લગતા ઠરાવની જરૂરવિચારી તેને માટે આ પવિત્ર મંડળ બારમે તેરમે અને ચાદમ નિયમ પ્રસાર કરશે, અને જીવદયા વગેરે ધાર્મિક કાર્યો કરનારાઓને સહાય આપવાને પંદરમે નિયમ સ્થાપિત કરશે. ”
મહાદેવીના આ સુધાક્ષ સાંભળી વૃદ્ધ ચારિત્ર ધમે આ મુનિ મંડલની હૃદયમાં ભાવ પૂર્વક પ્રશંસા કરી હતી.
તે પછી મહાદેવીના મુખ ઉપર ગ્લાનિની છાયા પ્રસરી ગઈ. અને તેઓ તરત કાંઈ પણ બેલ્યાં નહીં એટલે વૃદ્ધચારિત્ર ધર્મે ખિન્ન થઈને પૂછ્યું, “મહેશ્વરી, આપના મુખ કમળ ઉપર ક્ષણવારમાં ગ્લાનિ કેમ પ્રસરી ગઈ છે? આપના હૃદયમાં કાંઈપણ ખેદને પ્રાદુર્ભાવ થયે હેય, એવું દેખાય છે. કૃપા કરી તેનું કારણ જણાવે.”
મહેશ્વરી નિશ્વાસનાંખીને બેલ્યાં—“ ભદ્ર, તમારા જાણવામાં હશે કે, થોડા સમય પહેલા ભારતવર્ષના જૈન મુનિઓમાં મહાપકારી
For Private And Personal Use Only