________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીને હગાર.
૩૯ આજકાલ કેટલાએક ક્ષેત્રે આહંત ધર્મના ઉપદેરાના પ્રવાહ વિના ઉષર બની ગયા છે, તેવા ક્ષેત્રમાં અનુકૂળતાને અભાવે કે પછી પ્રમાદ જેવા કેઈ કારણે મુનિઓને વિહાર થતું નથી, તેને માટે એ ઉપકારી મંડળ છઠ્ઠા નિયમ દર્શાવશે.
મહાદેવીના મુખમાંથી આ શબ્દ સાંભળી વૃદ્ધ ચારિત્ર ધર્મો પ્રસન્નતાથી જણાવ્યું-ધર્મમાતા, આ ઠરાવથીજ મને તારૂણ્ય મળી ચુકયું છે. ઘણાં ક્ષેત્રે ઉષર બની ગયા છે અને જે સુખવિહારી સાધુઓ વગર કારણે તેવા ક્ષેત્રે તરફ અનાદર કરે છે. તેઓ આ ઠરાવનું અનુકરણ કરશે જેથી આ ઠરાવ આહંત ધર્મના સુકાતા વૃક્ષને સિંચનરૂપ થઈ પડશે. કહો, તે પછી બીજા કયા કયા ઠરાવે પ્રસાર કરવાના છે?”
મહેશ્વરી બોલ્યાં શ્રી વિરપ્રભુની આજ્ઞા પ્રમાણે ચક્ષુઆદિ રેગાદિ કારણ સિવાય લેચ નહિ કરાવનાર, શાસ્ત્રના વિરોધને અવગણી ગૃહ પાસેથી પિતાના ઉપાશ્રયમાં કપડાં પહેરનારા અને બાલ, વૃદ્ધ, અને ગ્લાનાદિ કારણ સિવાય વિહારમાં પિતાના ઉપકરણે ગૃહસ્થોની પાસે ઉપડાવનારા મુનિઓ સ્વધર્મથી રહિત થાય છે, એવું ધારી આ મુનિમંડળ તેને માટે સાતમે, આમ અને નવમે ઠરાવ પ્રસાર કરશે.”
મહાદેવીના આવા મધુરાક્ષ સાંભળી વૃદ્ધ ચારિત્ર ધર્મ અર્ધા તારૂણ્યને પ્રાપ્ત થઈ ગયું. તેણે ઉત્સાહથી જણાવ્યું,
મહેશ્વરી, જેમણે આ ભારત વર્ષ ઉપર આપણુ પ્રભાવિક ધર્મને ઉઘાત કર્યો છે અને જેમણે ચારિ ધર્મને જાગ્રતિ આપેલી છે, એવા મહાત્મા સ્વર્ગવાસી શ્રીવિજયાનંદ સૂરિના પરિવારને જેટલે ધન્યવાદ આપીએ તેટલે થોડે છે. તેમને પવિત્ર પરિવાર મને જરૂર જીવન તારૂણ્ય આપશેજ.
મહેશ્વરી બેલ્યાં–ભદ્ર,હજુ બીજા નિયમે સાંભળી વધારે ખુશી થશે. મુનિ ધર્મની સાર્થકતા સ્વાધ્યાયધ્યાનમાં છે. સ્વાધ્યાય ધ્યાનના પ્રકાશથીજ ચારિ રત્ન ચળકી ઉઠે છે. તેથી આ મુનિમંડળના કેઈ
For Private And Personal Use Only