________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરદ
આત્માનંદ પ્રકાશ વચન સાંભળી મહેશ્વરી સમિતવદને બેલ્યાં. ભદ્ર, આ સુંદર સાધુ સમાજમાં પંનરસે શ્રેતાઓ એકઠા થશે. પ્રથમ એ મંડળના વિદ્વાન વક્તા અને ચારિત્રને વલ્લભ થઈ પડેલા મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજ ઉપોદઘાતરૂપે ઉપદેશવાણને પ્રવાહ વહન કરાવશે તે પછી આ સમાજના મુખ્ય આચાર્ય શ્રી કમળવિજયજી મહારાજનું ભાષણ તેમની આજ્ઞાથી તે વિદ્વાન મુનિ વલ્લભવિજયજી વાંચી સં. ભળાવશે, તે પછી જુદા જુદા વિદ્વાન મુનિઓ દરખાસ્ત રૂપે નિયમ રજુ કરતાં તે સર્વાનુમતે પ્રસાર થશે.
ભદ્ર, હાલ કેટલેક સમય થયાં ચાતુર્માસ્ય કરવામાં મુનિએનું વર્ણન નિયમિત નથી, તેથી તેઓ ચાતુર્માસ્ય કરવાને પ્રથમ નિયમ સ્થાપિત કરશે. જેમાં એ મંડળના આચાર્ય મહારાજની આજ્ઞાનુસાર વર્તન કરવામાં આવશે.
ભદ્ર, આજકાલ કેટલાએક મુનિએ એકજ ક્ષેત્રમાં વગર કારણે ઉપરા ઉપર ચાતુર્માસ કરે છે. આથી રાગદ્વેષ થનાને સંભવ છે. એવું મારી આ મંડળ આચાર્યશ્રીની આજ્ઞા સિવાય એક ક્ષેત્રમાં ઉપર ઉપર ચતુમસ કરવાને બીજા નિયમથી પ્રતિબંધકરશે.
ચારિત્ર ધર્મ વચ્ચે બેલી ઉઠ-ધર્મમાતા, એ નિયમની વાત જાણે મને ઘણે આનંદ થયો છે. મારી આ દશા એ નિયમના ભંગથીજ થયેલી છે.
મહેશ્વરી બોલ્યાં –ભદ્ર, કેટલાએક મુનિએ એકલ વિહારી થઈ પિતાના ચારિત્રને સ્વતંત્રપણે દૂષિત કરે છે, તેવાઓને માટે તે મહા મુનિએ પોતાના સમુદાય માટે એ ત્રીજે પ્રતિબંધ કરવાના છે કે, જેથી તેમને વિહાર તેમના આચાર્યની આજ્ઞાપત્રિકાને અનુસાર થઈ શકે. વર્તમાન કાળના પ્રભાવથી કોઈ નારાજીને કારણે પિતાના સાથેના મુનિમાંથી કોઈ કારણે બીજા સાથના સાધુ સથે દાખલ થવા માટે આચાર્યજીની પરવાનગી લેવાની આવશ્યકતાનો નિયમ સ્થાપિત કરવામાં ચોથે નિયમ પ્રસાર કરશે. અને પાંચમા નિયમથી દિક્ષાથી ભ્રષ્ટથયેલા મુનિને પુનઃદીક્ષા આપવા સંબંધી થવાને છે તેમાં પણ આચાર્યજીની અનુમતિની જરૂરીયાત દર્શાવશે.
For Private And Personal Use Only