________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીને હગાર,
૩૨૫ મહાત્માને સ્વર્ગવાસ થયા પછી હું તે દેશને ત્યાગ કરી ગુર્જર સારા દેશમાં આવ્યું, પણ તે દેશમાં મારી ભારે વિડંબના થવા માંડી, તે દરમીયાન મારા સાંભળવામાં આવ્યું કે, તે પંજાબના સ્વર્ગવાસી મહાત્માને વિદ્વાન પરિવાર હજ ભારત ભૂમિ પર વિચરે છે. આ સાંભળતાંજ હું તેમની શેને માટે નીકળ્યો છું. આપ મહેશ્વરીની કૃપા હશે તે તે પવિત્ર પરિવારના મારે દર્શન થશે.”
મહેશ્વરી બેલ્યાં ભદ્ર, તમારી આ એ સ્થિતિ થઈ છે, પણ તમે હજુ જે જીવનને ધારણ કરે છે, તેમાં કેટલાક આ પવિત્ર પરિવારને પણુ પ્રભાવ છે. જે તેમણે તમેને હાલમાં જીવન ન આપ્યું હેત તે ભવિષ્યમાં તમારી શી સ્થિતિ હતી તે કહી શકાત નહિ. હવે તમે યુવાવસ્થામાં આવવાના છે, અને તેથી જ મેં તમને તરૂણ કહીને બાલાવ્યા છે. અને મારામાં જે અતિ અદભુત આનંદ દેખાય છે, તેનું કારણ પણ તેજ છે.”
વૃદ્ધ ચારિત્ર ધર્મ આનંદના આવેશથી બેલી ઉઠયે મહેશ્વરી, તે વધામણીના મને ખબર આપ હાલ શું બનાવ બનાવાને છે, કે જેથી હું તારણ્ય વયને પ્રાપ્ત થઈશ?”
મહેશ્વરી બેલ્યાં, જે સ્થળે, આપણે આકાશ માર્ગે ઉભા છીએ તે સ્થળે સ્વર્ગવાસી શ્રી વિજયાનંદ સૂરીના પરિવારનું સંમેલન છે. તે સાધુ સમાજમાં વીસ નિયમે પ્રસાર થવાના છે. જાણે વીશ તીર્થકરોના ધાર્મિક નિયમે હોય એવા તે નિયમે આ સ્થળેજ પ્રસાર થશે. જુવે, આ તેમને સમાજ સ્થાન કેઈ નવીન અપૂર્વ શેભાને ધારણ કરે છે. જેમ તારા મંડળમાં ચંદ્ર શેભે તેમ આ મુનિમંડળમાં, આચાર્ય શ્રી કમળવિજયજી મહારાજ શેભે છે. આ મહાન પ્રયત્ન તમારા ઉદ્ધારને માટે જ થાય છે.”
મહાદેવીના આ વચન સાંભળી તે વૃદ્ધ ચારિત્રધર્મને હદયમાં આનંદને મહેદધિ ઉછળી આવ્યું. તત્કાળ તેણે આતુરતાથી પૂછ્યું
મહાદેવી, આપ અગાધજ્ઞાનના ભાગીરથી છે. માટે આ સમાજના કાર્યો અને નિયમોને ભવિષ્ય રૂપે કહેવા કૃપા કરશે.તે સાંભળવાને મારા હૃદયમાં અતિ આતુરતા પ્રગટી આવી છે.” વૃદ્ધ ચારિત્ર ધર્મના આ
For Private And Personal Use Only