________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
આત્માનંદ પ્રકાશ
શાસનદેવી સાનંદ વદને બેલ્યાં–ભદ્ર, સ્વધર્મનું પૂર્ણ જ્ઞાન ધરાવ્યા સિવાય મુનિઓ વ્યાકરણ વગેરે બીજા ગ્રંથને અભ્યાસ કરવા તત્પર બની જાય છે. આથી તેઓ વિદ્વતામાં કદિ આગળ વધી શકે પણ પિતાના નિત્યપયોગી ધાર્મિક જ્ઞાન અને ક્રિયામાં પછાત રહી જાય છે, તેને માટે આ મંડળ સત્તરમેઠરાવ પસાર કરશે.
ભદ્ર, વર્તમાનકાળે કેટલાક સાધુઓમાં કેટલા એક વિપરીત આચારે પ્રવર્તી છે, જેવાં કે, ગ્રહો અને સાધવી મહારાજ પાસે પિતાના કપડા ધોવરાવવા અને ઊંચી જાતની ધાબલી વિગેરે કિમતિ કપડાઓ વાપરવા તે બંધ કરવા માટે તે મુનિ મંડળ અઢારમે અને ઓગણીશમે ઠરાવ પસાર કરશે.”
ચારિત્ર ધર્મ આનંદ દર્શાવતે બેલી ઉઠશે. “મહેશ્વરી, હવે મારા માં તારૂણ્યને પ્રકાશ પૂર્ણતાથી પડશે. હું હૃદયથી ઈચ્છું છું કે, બીજા સંઘેડાના મુનિએ પણ આવા ઠરાવનું અનુકરણ કરી મને તરૂણ બનાવશે.”
મહેશ્વરી “તથાસ્તુ' કહીને આગળ બોલ્યાં–“ભદ્ર, આજકાલ જેને તેને વિચાર કર્યા વગર દીક્ષા આપવામાં આવે છે. અપરિક્ષિતને દીક્ષિ ત કરવાથી અને માતા પિતા વગેરે સંબંધીઓની આજ્ઞા વગર ચારિત્ર દાનનું સાહસ કરવાથી ઘણીવાર નઠારા પરિણામ આવે છે, તેથી આ પવિત્ર મુનિમંડલ તેને માટે વશમે તેમજ તેવી ખટપટમાં ઉતરતાં, જે અનેક મુશ્કેલીઓ મુનીઓને ઉભી થતી તે દૂર કરવા માટે ત્રેવીશમે ઠરાવ પસાર કરશે.”
ચારિત્ર ધર્મ હર્ષિત થઈને બે —“ધર્મ–માતા, આ ઠરાવ મને વિશેષપુષ્ટિ આપનારે થઈ પડશે. બાલ ચેષ્ટા કરનારા, ઉન્મત્તતાથી વર્તનારા, મનસ્વી, અને અલ્પ મતિ પુરૂષને ઉતાવળે દિક્ષા આપવામાં આવે તે જેમ મારી ઘણી વિટંબના કરે તેમજ વડિલેની આજ્ઞા શિવાય છુપી રીતે દિક્ષીત કરેલા છોકરાઓથી પણ મારી ફજેતી થાય છે. તેમજ તેવી રીતે દિક્ષા આપવાની ખટપટ કરતાં અનેક વિટંબણું જે અમને થતી તે દૂર કરવા માટે આ ઉપકારી મુનિ મંડલે તે બંને
For Private And Personal Use Only