________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર,
૩૯
વદ ૧૩ ના રોજ કરી હતી. અને શરૂઆતમાં આ શાળામાં આઠ બહેને દાખલ થઈ હતી. જે સંખ્યામાં ઉત્તરોતર વૃદ્ધિ થતાં હાલ તેને ૩૬ બહેનો લાભ લ્ય છે. શાળામાં ધાર્મિક જ્ઞાન સાથે ભરત, ગુથણ, શીવણ વિગેરેનું કામ શીખવવામાં આવે છે. શાળાને માસીક ખર્ચ આશરે રૂા. ૪૦ ને છે. મરહુમ હકમભાઈ રામચંદ કે જેઓના સ્મરણથે આ શ્રાવિકાશાળા સ્થાપન થયેલી છે તેઓના કુટુંબીઓ તથા સ્નેહીઓ તરફથી રૂા. ૩૦૦૦) નું સ્મારક ફંડ એકઠું કરવામાં આવ્યું છે અને તે રકમના વ્યાજ ઉપરાંત તેઓ તરફથી માસિક મદદ પણ ચાલુ મળ્યા કરે છે. કે જેના અંગે આ સંસ્થાને નિભાવ કરવામાં આવે છે. વિગેરે રિપોર્ટ જણાવી યુવરાજના જન્માભિષેકની ખુશાલી બતાવી હતી, અને તેની દીર્ધાયુષ ઈચછી તેએાએ શાળાના કાર્યવાહકોને અમૂલ્ય સૂચનાઓ કરી પિતાનું ભાષણ સમાપ્ત કર્યું હતું. ત્યારબાદ મહેરબાન ડેપ્યુટી વહીવટદાર મી. વલ્લભદાસ પિપટભાઈએ અનેક ધાર્મિક દૃષ્ટાંતથી સ્ત્રીઓની ઉચ્ચતા માટે લંબાણથી વિવેચન કર્યું હતું. છેવટમાં મે, પ્રમુખ સાહેબે શાળામાં લાભ લેતી બહેનને ઈનામ વહેંચી આપ્યા હતા, અને પોતાના કેળવણી વિષે ઉત્તમ અને ઉદાર વિચારે લંબાણથી જણાવ્યા હતા. અને પ્રમુખ સાહેબને ઉપકાર મનાયા બાદ નગરશેઠ તથા ડાકટર કાણે તથા પોલીસ આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડેન્ટ સાહેબે મેળાવડાને તેહમંદ બનાવવા માટે જે પરીશ્રમ લીધો હતો તે માટે તેમને ઉપકાર માનવામાં આવ્યું હતું. મે. પિોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ સાહેબે પણ પિતાના તરફથી સાકર વહેચી હતી અને હાર તેરા વગેરે વહેંચાયા બાદ મેલાવડે વિસરજન થયે હતે.
શ્રી ખંભાત સ્થભ તીર્થ તપગચ્છ જૈન કન્યા
શાળાના ઈનામને વાર્ષિક મેળાવડો - તા. ર૭–૧–૧૧૨ના રોજ સાંજના પાંચ વાગતા કન્યાશાળા ના મકાનને ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યું હતું. બાળાઓએ સંસ્કૃત કલેકે અને ગુજરાતી કવિતાનું મંગલાચરણ કર્યા બાદ રા.
For Private And Personal Use Only