________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
આત્માનંદ પ્રકાશ,
માટે શિષ્ય મેળવવાના લેભા ગુરૂઓને આવા સખ્ત નિયમથી બાંધી રાખવામાં આવવા જોઈએ. શિ
. . . એકંદરે આ મુનિમંડળના નિયમનું બીજા મુનિમંડળે અનુકરણ કરે એ અમે તેઓને આગ્રહ કરીશ. એ જ
5 ( પ્રજાબંધુ તા. ૨૩ જુન સ, ૧૨ )
જૈન મુનિઓનું સંમેલન પસાર થયેલા ઠરાવો
અને કેટલીક સુચનાઓ. ગયા ગુરૂવારે આ શહેરમાં જૈન ધર્મના શ્રીમદ્ વિજયાનંદ ચરિ ( આત્મારામજી મહારાજના સમુદાયના જૈન મુનિ મહારાજેનું સંમેલન આચાર્ય મુનિ શ્રી કમલવિજયજી મહારાજના અધ્યક્ષપદની ભરવામાં આવ્યું હતું. ધર્મ એ સં. સારિક જીવનને ધારણ કરનારી વસ્તુ હોઈ, તેના નામની પવિત્ર છાયા–ગમે તે ધર્મ હે-તે પણ સર્વદા આનંદકારી અને કલ્યાણદાયીજ હોય છે. આજકાલ ધર્મની ઉન્નતિ માટે ઘણું ધર્મના અનુયાયીઓ પોત પોતાની કેન્ફરંસ ભરી વિવિધ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે–પણ જયાં સુધી જે તે ધર્મના આચાર્યો અથવા ગુરૂઓ તે હીલચાલ સાથે સીધી યા પરોક્ષરીતે જોડાઈ પ્રવૃત થાય નહીં ત્યાં સુધી ધાર્મિક સ્થિતિ સુધરવાની આશા બહુ થોડી છે. એવી સ્થિતિ હોવાથી, જૈન ધર્મના ઉત સમુદાયના મુનિ મહારાજોએ ભેગા થઈ જે હીલચાલ ઉપાડી છે તે સર્વથા સ્તુત્ય અને કલ્યાણકારી છે તે માટે આચાર્ય મુનિ શ્રી કમલવિજયજી, તથા અન્ય ધર્માનુરાગી મુનિ મંડલને અમે અંતઃકરણ પૂર્વક અભિનંદન આપીએ છીએ. વળી આ ધર્મોચાર્યોના ધાર્મિક સંમેલન માટે અમે આ ભૂમિના પણ એક રીતે સદ્ભાગ્ય સમજીએ છીએ, કેમકે મરાઠીમાં એક પ્રચલીત લોકાકિત પ્રમાણે સંતજનો અને પવિત્રાત્માઓ જે સ્થળે મોટી સંખ્યામાં ભેગા થાય તે સ્થળે પ્રભુની કૃપાને પ્રકાશ પડ્યા વિના રહેતો નથી. અસ્તુ ! અમે ઈચ્છીયે કે એ લોકોકિતનું સત્ય આપણું શહેર માટે પણ સિદ્ધ થાઓ અને એ મહાત્મા સાધુ જનેના સંમેલનના પુણ્ય ફલ રૂપે હાલ ચોમાસા પરત્વે જે ચીંતાતુર સ્થિતિ થઈ પડી છે તેમાંથી આપણી પ્રજા મુક્ત થાઓ અને સર્વત્ર આનંદ છવાઈ રહે !
ઉકત મુનિ મંડળના કાર્યક્રમમાં, તેમના જીવનને ઉચિત સાદાઈ અને સર ળતા જોઈ, અમને વિશેષ સંતોષ થાય છે. +
+ આ સંમેલન માત્ર આત્મારામજી મહારાજના સમુદાયના જેન મુનિઓનું
For Private And Personal Use Only