________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩૩
એનો આચાર કેટલેક અંશે બદલાએલો છે અને જે અત્યારથી જ તેની ઉપર યોગ્ય અંકુશ મેલવામાં આવે નહિ તે ભવિષ્યમાં તેમાં વધુ ને વધુ શિથિલતા આવતી જાય તે સંભવિત છે. - કિ ...
જૈન મુનિઓ ખંડનમંડનના ઝઘડામાં પડયા રહીને સ્વર્ગની ઉન્નતિ તરફ ઓછું લક્ષ આપે છે, કેટલાકે અપાશરાની બહાર શું બને છે તેની ખબર રાખ્યા વિના શ્રાવકની ઉન્નતિ તરફ ઉદાસીનતા બતાવે છે, કેટલાકે આહારનો સાર જોગ હોય તેવા પ્રદેશમાં જ વિહાર કરી મેવાડ, મારવાડ, કચ્છ, ૫જાબ, પૂર્વ કે દક્ષિણ તરફ વિહારજ કરતા નથી અથવા તો નાના ગામડાંઓની સામું પણ જોતા નથી. કેટલાકે ઉપકરણે તથા પુસ્તક અને વસ્ત્રની ઉપાધિ વધારીને જ આનંદ માને છે. િકઈ શિષ્ય કરવાના લાભમાં પોતાના ધર્મ તરફ બેદરકારી બતાવે છે એવી અનેક પ્રકારની આચાર શિથિલતા જૈન મુનિઓમાં હોવાની વાર્તા પ્રમુખનાજ ભાષણપરથી ખુલ્લી થાય છે.
િ આ મંડળે જે ઠરાવો કર્યા છે તે સઘળા પિતાના મુનિઓના આચાર ઉપર અમુક અંશે અંકુશ મેલવાના તત્ત્વવાલા જ છે. સમુદાયના ખ્ય આચાર્યનું અધિષ્ઠાતાપણું સ્વીકારવામાં આવ્યું છે અને તેમની આજ્ઞાનુસાર સર્વ મુનિઓએ વિહાર કરે તથા વર્તન ચલાવવું એવું ઠરાવવામાં આવ્યું છે. કેટલાક સંપ્રદાયોના મુનિઓમાં જ્ઞાનનું અજીર્ણ અને તેને પરિણામે વ્યાપ્ત થએલું માન એટલી પ્રબળતા દર્શાવે છે કે તેઓ કોઈનું ઉપરીપણું માનવાને કબુલ થતા નથી. પરંતુ આ સમુદાયના મોટા મુનિ મંડળે એકમત થઈને એક આચાર્યનું ઉપરીપણું કબુલ રાખ્યું તે માટે અમે તેને ધન્યવાદ આપીશું અને તે સાથે ઇચ્છીશું કે બીજા સધળાઓ પણ આનું અનુકરણ કરે. Sિ
નવદિલિતોના સંબંધમાં આ મુનિમંડળે જે નિયમ ઘડ્યા છે. તે બીજા સંધાડાઓએ ખાસ અનુકરણ કરવા જેવા છે જે કઈ દિક્ષાન ના ઉમેદવાર ઉભો થાય તેનાં સગાવહાલા, માતાપિતા, પત્ની વગેરેને રજીસ્ટર કાગળથી ખબર આપી તેમની પરવાનગી મળ્યા પછી જ તેમને દિક્ષા આપવાનો ઠરાવ કર્યો છે. શિષ્યો મેળવવાના લોભી મુનિઓએ શિષ્યને સંતાડ્યાના તેમને માટે કેટે ચડ્યાના અને સામાસામી નેટીસે અપાયાના દાખલા ઘણીવાર બન્યા છે અને તેથી જૈન મુનિઓના ગેરવને હાનિ થઈ છે એટલું જ નહિ પણ બીજાઓની નજરમાં જૈને હાંસીપાત્ર કર્યા છે. તેઓનું ખરૂં ગોરવ પ્રકાશિત થાય તેટલા
For Private And Personal Use Only