________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
આત્માનંદ પ્રકાશ
વિગેરે કરે-કરાવે છે, કેટલાક તે ગૃહસ્થની છબીને તીર્થકર ભગવાનની પ્રતિમાની માફક માનીને ભગવાનની પ્રતિમા આગળ તેમનું નામ લઈ જેવી ભાવના ભવાય તેવી ભાવના તે ગૃહસ્થની છબી આગળ ભાવે છે. ગૃહસ્થની છબીને વચ્ચે પધરાવી આજુ બાજુ તીર્થંકર ભગવાનની છબીઓ મૂકે છે ને વચ્ચે મુકેલી ગૃહસ્થની છબીને “આ જિનને નમીએ રે ભાવીકો આ જિનને નમીએ” એમ લાંબા હાથ કરી કહે છે ને તેમ કરી ગૃહસ્થની તે છબીને જિનેશ્વરની છબી જેવું માન આપે છે. વળી કેટલાક શ્રાવક લાડી, વાડીને ગાડી વિગેરે સંસારીક વિષય ભેગમાં રાત દિવસ મસ્ત રહેવા છતાં પિતાને અધ્યાભી કહેવરાવે છે.
મેરપીંછી કમંડળ વિગેરે સાધુના ચિન્હ તરીકે રાખી પિતાને Aિવેતાંબર સંપ્રદાયના સાધુ પણ કહેવરાવે છે.
આવું આવું વર્તન કરે-કરાવે છે છતાં પિતે શુદ્ધ જૈન ધર્મ પાળનારા છે એવું કહે છે તે આ પ્રમાણે કરનાર, કરાવનાર, અને તેને અનુમોદનારા જેઓ હોય તેમને જૈન શાસ્ત્રાધારે કેવા સમજવા ને ઉપર જે વર્તન તેમનું બતાવ્યું છે તેવું વર્તન જૈન શાસ્ત્ર પ્રમાણે છે કે કેમ? સાધુ મહારાજાઓનું સંમેલન હમારી સમજ પ્રમાણે આ પહેલું જ છે તે આવા પ્રસંગે હમારા પુછેલા સવાલોના શાસ્ત્રાધારે ખુલાસા થશે તે તેથી ઘણે ઉપકાર થશે એમ જાણે આ તક લીધી છે. તા. ૮-૬-૧૨.
લી. આપના આજ્ઞાંકીત સેવકે, મગનલાલ માણેકચંદ પરીખ, મગનલાલ રણછોડદાસ મોદી,
ઉપરના પત્રને સંમેલન તરફથી આચાર્ય મહારાજે
આપેલ યોગ્ય ઉત્તર. ઉપરના પત્રને નીચે મુજબ જવાબ આપવામાં આવે છે – શ્રીયુત્ શ્રાવક મગનલાલ માણેકચંદ તથા મગનલાલ રણછોડદાસ
For Private And Personal Use Only