________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩૭૭
આચાર્ય મહારાજ શ્રી વિજયકમળસૂરિનું ઉપસંહારનું ભાષણ સમાપ્ત થયા બાદ આ સંમેલનમાં જે મુનિમહારાજે હાજરી આપી શક્યા નહાતા તે જેઓ કે મુનિરાજ શ્રી જયવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી મોતીવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી અમરવિજયજી મહારાજ, મુનિરાજશ્રી માણેકવિજયજી, મુનિરાજશ્રી અમૃતવિજયજી વિગેરે મહાત્માઓ તરફથી આ સંમેલનમાં જે ઠરાવ કરવામાં આવેલા છે તે બાબતમાં પૂર્ણ સમત્તિ વાળા પત્રે આવેલા તે વાંચવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઉક્ત આચાર્ય મહારાજે સંમેલન પૂર્ણ થાનું સૂચવવાથી તેમની આજ્ઞા થતાં મહાવીર સ્વામીની જય બોલાવી સંમેલન ખલાસ કર્યું હતું
ત્યાર બાદ આ સંમેલન ઉપર બહાર ગામથી એક મેઘમ પત્ર આવેલે તેને સંમેલન તરફથી પ્રમુખ સાહેબે આપેલે ચોગ્ય ઉત્તર તરતજ વાંચવામાં આવ્યું હતું તે નીચે મુજબના હતા.
વડેદરા સાધુ સંમેલન ઉપર તેની બેઠકવેળાએ નીચેની સહીવાળા ગૃહસ્થને ધાર્મિક ખુલાસા
માટે આવેલ પત્ર,
શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય. શ્રી વીરક્ષેત્ર મધ્યે શાન્ત-દાન્ત મહંત, આચાર્ય ના ૩૬ ગુણધારક આચાર્યજી મહારાજ શ્રી વિજયકમળસૂરિજી તથા ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજી તથા પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી વિગેરે સાધુ સંમેલનમાં પધારેલા સાધુ મહારાજે,
આ નીચે સહીઓ કરનારાઓની નમ્ર વિનંતી ધ્યાનમાં લઈ માગેલે ખુલાસે આપશે એવી આશા છે
આજકાલ કેટલાક શ્રાવકે ગૃહસ્થને ધર્મગુરૂ તરીકે માનવા મનાવવા લાગ્યા છે ને તીર્થકર ભગવાનની માફક તેમની પૂજા આરતી
For Private And Personal Use Only