________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
આત્માનંદ પ્રકાશ.
આપણે કેટલાક નવીન ઠરાવ પસાર કર્યા છે, દાખલા તરીકે જાહેર ભાષણ આપવાના, સાધુઓના કુસંપ દૂર કરવાને ઈલાજ લેવાના વિગેરે. આ નવીન ઠરાવે કાગળ ઉપર શેભા પામે તેવા હેતુથી આપણે કર્યા નથી તે તમે ભુલી જશે નહી, તે ઠરાવને વ્યવહારિક દષ્ટિએ અમલ કરે તેમાં જ તમારી શોભા અને મેળે છે તે ખુબ ધ્યાનમાં રાખજે, ને તેમ કરશે તો તેને ફાડ્યદે ઘણેજ થશે.
દીક્ષા સંબંધી જે કાંઈ ઠરાવે આપણે પસાર કર્યા છે, તે તરફ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. આજકાલ સાધુઓને માટે જ્યાં જેશે ત્યાં એજ નિંદાનું કારણ થઈ પડ્યું છે, તે તમારે તેમાંથી બચવા પ્રયત્ન કરેજ જોઈએ. આપણા મહાન પુર્વાચાર્યોએ આપણા માટે જે નીયમે બાંધ્યા છે તે તરફ નજર કરશે તે સહેજે જણાશે કે, શિષ્ય વધારવા માટે દેશ કાળ વિરૂદ્ધનું હાલ કેટલેક પ્રસંગે જે વર્તન ચાલે છે તે અગ્ય છે.
મહાશયે, હવે હું તમારે વખત રોકવા માગતું નથી પણ હું મારૂં બોલવું બંધ કરૂં તે પહેલાં એમ કહેવાની ફરજ સમજુ છું કે શ્રાવકત્તમ શ્રી ગોકળભાઈ દુલભદાસે આ સંમેલન ભેગું કરવા-કરાવવામાં ગુરૂભક્તિને લઈને સારી મદદ કરી છે, જુદા જુદા સ્થાને સાધુઓ હતા ત્યાં ત્યાં જઈ તેમની સંમતિ મેળવી વીગેરે ઘણું જ મદદ તેમના તરફથી મળી છે.
તેમજ આ મુનિ સંમેલનને પ્રસંગ જાણું દૂર દેશાવરથી લગભગ એક મહીનાથી શ્રાવકેની સેંકડોની સંખ્યા દરરેજ વડેદરે આવે જાય છે, તે બધાની ભક્તિ વડેદરાના શ્રાવક સંઘે તકલીફ વેઠી સારી રીતે સાચવી છે, તેમજ ઘણીક મુશીબતે વેઠી સાધુઓને દરેક કાર્યમાં સંપૂર્ણ મદદ કરી છે, તે તેમને માટે કાંઈ કહ્યા સીવાય મારૂં બલવું બંધ કરી શકો નથી.
છેવટે લોક કલ્યાણ તેને લઈને સ્વકલ્યાણુ! એજ તમારે ઉદ્દેશ રાખી ધર્મ કાર્યોમાં સતત મંડ્યા રહેવું એ તમારું કર્તવ્ય સમજજે આટલું કહી હું મારૂં બોલવું સમાપ્ત કરૂં છું.
For Private And Personal Use Only