________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩૭૫
રા સંઘાડાના સાધુઓમાં પ્રાયઃ તેવું કશું નથી. આ પ્રમાણે આપણી એકયતા જ્યાંસુધી છે ત્યાંસુધી જ તમે પરમ ઉન્નતિનાં કાર્યો નિરવિને પાર પાડી શકશે તે ખુબ ધ્યાનમાં રાખજે. જયારે તમારામાં કુસંપ વાસ કરશે ત્યારે તમારું વહાણ ખરાબે અથડાઈ ટુકડેટુકડા થઈ જશે, તે તેમ થવા દેવું યા નહી તે તમારી સાદી સમજ ઉપર આધાર રાખે છે. તમારી એક્યતા તેડાવવાને કદાચ કાંઈપ્રયત્ન થયા પણ હશે, ને હવે પછી પણ થશે, પરંતુ આ સંમેલનનું કામ સારી રીતે પાર ઉતારી તમેએ બતાવી આપ્યું છે કે તમારી અક્યતારૂપી સાંકળ એવી તે મજબૂત છે કે, તેને તેડી પાડવી એ હાલના જમાનાના મજબૂત તમાં મજબૂત શખ્સને માટે અશક્ય કાર્ય છે, ને તેથી હવે પછી છેડાક વરસ સુધી તે કોઈપણ શન્સ યા શ તેવા પ્રયત્ન કરી શકશે નહી. આવું જ તમારું વર્તન સદા રહે એટલે આપણુમાં હાલ જે સંપ છે તે સદાય જળવાય એમ હું ચાહું છું.
- આ પ્રથમજ સંમેલન હાલના વખતમાં આપણે કર્યું છે ને તે બાબતના વિચારે આપણી તરફથી બહેર પડયા ત્યારથી જૈન દુનીયાની દષ્ટિ આપણી તરફ ખેંચાઈ રહી છે, તે તમે જે કાર્ય કરી બતાવ્યું છે તે તરફ બેશક તેઓનું ધ્યાન ખેંચાશે ને મારી ખાત્રી છે કે તેનું પરિણામ પણ સારૂંજ આવશે.
માન્યવર મહાશયે, મારે ફરી પણ કહેવું જોઈએ કે તમારા તરફથી જેવી મદદ મળી તેવી મળી ન હતું તે આ સંમેલનનું કામ કદાપિ પાર પડતે નહી, તે આ કામ જે પાર પડ્યું છે તે તમારી બધાની મદદને લઈને જ તેમજ મારા પ્રત્યે તમારી ગુરૂભક્તિની દઢતા છે તેને લઈને જ છે. ને તેથી એ બાબતમાં ફરી પણ હું તમારી પ્રસંશા કર્યા સિવાય રહી શક્તા નથી.
આપણે કરેલા ઠરાવમાં આચાર સંબંધીના ઠરાવ બેશક નવીન નથી, કેમકે આપણે આચાર લગભગ તેજ પ્રમાણે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવાનુસાર ગુરૂ મહારાજના પ્રતાપથી ચાલતો આવે છે, પરંતુ આ ઠરાવથી આપણે વધારે મજબૂત બનીશું ને ભવિષ્યમાં કેઈ કારણે પણ શિથીલતા પ્રવેશ નહીં થાય તેની એ ખાત્રી જેવા છે.
For Private And Personal Use Only