________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન
૩૭૩
હશે તેજ આવા આનંદને ન ચાહે? આપણે તે આથી વધારે આનંદ અને ધર્મ ઉન્નતિ ભવિષ્યમાં થાય તેવું ઈચ્છીયે છીયે.
પરમાત્માની કૃપાથી, ગુરૂ કૃપાથી અને પૂર્વ પુણ્યથી અધિછાયકની સહાયવડે આ ઉત્તમ કાર્ય (મુનિ સંમેલન ) નિર્વિને પસાર થયું છે, તેવી જ રીતે દર ત્રણ ત્રણ વર્ષે આવું અધિવેશન થવાની જરૂર છે. જે ઈલાકામાં વધારે મુનિઓ હેય તે સર્વે એકઠા થઈ દૂર જે મહાત્મા હોય તેને સંમતિ પત્ર મંગાવી આવા મેળાવડા આપણું ચારિત્રના રક્ષણ અને પુષ્ટિ અને વૃદ્ધિ માટે અને જેને ધર્મની ઉન્નતિ અર્થે ખાસ કરવાની જરૂર છે. આવા ત્રણ ત્રણ વર્ષે જે મેળાવડા કરવામાં આવે તે અત્યારે આપણે સર્વેએ જે બી વાવ્યું છે તે વૃક્ષ થતાં તેનું ફળ અવશ્ય મેળવી શકીશું.
વિશેષમાં મારે કહેવું જોઈએ કે અમારા પૂજ્ય ઉપાડ્યાયજી મહારાજ શ્રીમદ્ વિરવિજયજી મહારાજ પિતાની વૃદ્ધ વય છતાં સંઘાડાના મમત્વ અને ધર્મના થતા ઉદય માટે દક્ષિણ જેવા દૂર દેશથી ઘણે લાંબે અને ઉગ્ર વિહાર કરી અત્રે પધારવાને તન્દી લીધી છે તેથી અમારી અંતઃકરણની ખુશાલી સાથે હદયની ઊંડી લાગણું જાહેર કરીયે છીયે.
ધર્મની ઉન્નતિ જે ચાહે છે તે તે આવા સંમેલનથી જ પાર પડશે એમ ચેકસ માનવું રોપવા સતાં વિસુતાર એ સૂત્ર ખાસ મનન કરવા જેવું છે.
એક વિશેષ હકીક્ત અમારે મુનિઓએ જણાવવા જેવી એ છે કે કેટલાકે એમ માને છે કે મુનિઓ કોન્ફરન્સથી વિરુદ્ધ છે. આ મુનિ સમુદાય–સંમેલન કોન્ફરન્સથી બીલકુલ વિરૂદ્ધ નથી કારણ કે અમારી જેમ તેઓની) શ્રાવકોની પણ તે ધર્મ પ્રવૃત્તિની સંસ્થા છે જેથી કોઈ પણ મુનિઓ વિરૂદ્ધહેયજ નહિ. તમે શ્રાવકે પણ તમારે ઉચિત યોગ્ય યથાશકિતથી ધર્મની ઉન્નતિનાકામ દિલજાનીથી કરે તે આમુનિ મંડળ તમને સંમતજ છે. તમે હજાર–લાખ રૂપિયા અને કાળજાતૂટ મેહનત કરી કેન્ફરન્સ ભરે છે પણ તેમાં જે જોઈએ તે એક કોન્ફરન્સના
For Private And Personal Use Only