________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન.
૩૭૧
વગર કદી પણ ફતેહ કેઈની થઈ જાણ નથી, માટે સંપની આવશ્યકતા મુખ્યત્વે છે.
મુની શ્રી વલભવિજયજીએ ટેકે આપતાં જણાવ્યું કે, સંપ વગર કઈ કામની સિદ્ધિ થતી નથી. આપણામાં પણ સંપ હતું તે અત્યારે આપણે ભેગા થઈ વિચાર પણ કરીએ છીએ. એક સાવરણી (ઝાડુ) ઝાડુ કાઢવાના કામમાં આવે પણ તે શાથી? તેના ઉપર જે દેરી બાંધી છે તે દેરીના લીધે; પણ જે તે દેરી તુટે ચા ઢીલી થાય તે જે સાવરથી કચરો દૂર થાય તેજ કચરે કરનારી થઈ પડે. તેજ રીતે સંપરૂપી દેરીનું બંધન તુટે નહીં ત્યાં સુધી સારાં કાર્યો પાર પડે, પણ તે બંધન ટુટયું કે પછી કલેશ વગેરે થાય. દરખાસ્ત મત લેતાં પસાર થઈ હતી,
ઠરાવ ૨૩ મે. આજ કાલ કેટલાક સાધુઓ શીષ્ય કરવા દેશકાળ વિરૂદ્ધ વર્તન ચલાવે છે જેથી શાસનની હેલના થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે, તેમજ મુનિઓને કઈ કઈ વખત અનેક મુશ્કેલીઓમાં ઉતરવું પડે છે. જેથી આ સંમેલન આવી રીતે દીક્ષા આપી શિષ્ય કરવાની પદ્ધતિને તેમજ તેવી રીતે દીક્ષા લેનાર તથા, આપનાર અપાવનાર માટે અત્યંત નાપસંદગી જાહેર કરે છે અને ઠરાવ કરે છે કે, આપણા સમુદાયના સાધુઓ પૈકી કેઈએ પણ આવી ખટપટમાં ઉતરવું નહી, અને જે મુની આવી ખટપટમાં પડશે તેને માટે આચાર્યજી મહારાજ સખ્ત વિચાર કરશે.
આ ઠરાવ મુની શ્રી ચતુરજિયવજીએ મુક હતું ને મુનિ શ્રી વિમળવિજયજીએ ટેકો આપ્યા બાદ તે ઉપર વિવેચન કરતાં મુનિ શ્રી વલ્લભવિજયજીએ જણાવ્યું હતું કે, આજ કાલ દીક્ષાની બાબતમાં સાધુઓની ઘણી નિંદા થાય છે ને તે સકારણ છે. જૈન યા જૈનેતર બધા લેકોને આવાં કેટલાંક કારણેથી સાધુઓ તરફ અભાવ પણ થઈ જાય છે ને કેટલેક વખતે ખર્ચના ખાડામાં પણ શ્રાવકેને ઉતરવું પડે છે. આટલી પંચાત સાધુઓએ શા કારણસર કરવી
For Private And Personal Use Only