________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન.
૩૬૯ રાત તે નાશી ગયે, આવું થાય તે સારું નહિ. અલબતે આ બનાવ હિમારામાં નથી બન્યું, પણ તેથી કાંઈ હમારે આ ઠરાવ ન કરે જોઈએ એમ નથી. આટલા માટે એક મહીના સુધી જે તે માણસની પરીક્ષા લેવામાં આવે તે તેની રહેણી કહેણી વીગેરેથી તેની પરીક્ષા થાય; એટલા માટે આ ઠરાવ જરૂર છે. દીક્ષા લેવા આવે તે માણસના સંબંધીઓને ખબર આપવાની પણ ખાસ જરૂર છે. કેટલેક પ્રસંગે એવું બને છે કે તે બીચારાઓને ખબર હતી નથી કે જ્યારે ખબર પડે છે ત્યારે કલેશનું કારણ થાય છે. વળી કેટલેક પ્રસંગે શ્રાવકપણું તથા સાધુપણા વચ્ચે સંબંધ ભુલી જઈ તે લેકે સાધુ સાથે તથા જે ગામમાં દીક્ષા અપાઈ હોય તે ગામના સંઘ સાથે પણ કલેશ કરે છે. આ બધું થતું અટકાવવામાંજ આપણી આબરૂ છે, આ ઠરાવ તે માટે તમે પસાર કરશે એવી આશા રાખું છું.
આ ઠરાવને મુનીશ્રી વલ્લભવિજયજીએ ટેકો આપ્યા બાદ મુનીશ્રી દેલતવિજયજી, કીર્તિવિજયજી તથા લાવણ્યવિજયજી તથા જીનવિજયજીએ અનમેદન આપ્યા બાદ ઠરાવ સર્વાનુમતે બહાલ રહ્યો હતે.
આટલું કામ કરી શ્રી મહાવીર સ્વામીની જય બોલાવી બીજે દીવસે સહવારના ૮ વાગ્યા ઉપર ત્રીજી બેઠક કરવાનું મુલતવી રાખી સંમેલન વીખરાયું હતું.
છેલી બેઠકમાં થયેલું કામ, જેઠ વદી ૧૪ શુકરવાર તા. ૧૪-૬-
૧ર મંગળાચરણ કર્યા બાદ ૨૧ મે ઠરાવ પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજીએ નીચે પ્રમાણે મૂક્યો હતો જેને મુનિ શ્રી ઉતમવિજયજી તથા માનવિજયજીએ ટેકે આ હતે.
ઠરાવ ૨૧ મે, સાધુ સાધુના યા શ્રાવકેના અંદર અંદરના ટંટા બખેડામાં
For Private And Personal Use Only