________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩૫૯ કરવાની ઈચ્છા હોય ને આચાર્ય મહારાજ અધિક લાભ જાણ બીજા કઈ ક્ષેત્રમાં ચોમાસું કરવા જણાવે, તે તે પણ ખુશીથી સ્વીકારવું.
આ ઠરાવ ઉપાધ્યાયજી શ્રી વિરવિજયજી મહારાજે રજુ કર્યો હેતે અને તેને મુનીશ્રી હંસવિજયજીએ ટેકે આપ્યા બાદ મત લેતા તે પસાર થયે હતો.
ઠરાવ જે. ખાસ કારણું સીવાય આપણું મુનીઓએ એકજ સ્થળે એક માસા ઉપર બીજું ચોમાસું કરવું નહીં. અને ચોમાસું પુરૂં થયે તરતજ વિહાર કરે. કેઈ જરૂરી કારણસર આચાર્યજી મહારાજ હુકમ આપે તે એક માસા ઉપર બીજું ચોમાસું કરવા હરપ્ત નથી.
આ ઠરાવ મુનીશ્રી હંસવિજયજીએ રજુ કર્યો હતે. ને મુની ચતુરવિજયજીતેને ટેકે આ હત. ઠરાવની પુષ્ટિમાં શ્રી હંસવિજયજીએ જણાવ્યું કે જેમ નદીનું પાણી વહેતું હોય તે નિર્મળ રહે છે, ને ખાડાનું પાણી ગંદુ થઈ જાય છે, તેમ મુનિ પણ જો એકજ ઠેકાણે પડયા રહે તે તેની સાધુપણાની નીર્મળતા રહે નહી. માટે મુનિઓએ ચોમાસા ઉપર ચોમાસું ન કરવું એ સારું છે. મત લેતાં ઠરાવ પસાર થયે હતે.
ઠરાવ ૩ જે, આપણું મુનિઓએ એકલ વિહારી થવું નહીં, અર્થાત બે સાધુથી ઓછા સાધુએ રહેવું નહીં કદાચ કઈ કારણ પરત્વે એકલા રહેવાને પ્રસંગ આવે તે શ્રી આચાર્ય મહારાજની આજ્ઞાપત્રિકા મંગાવી રહેવામાં હરકત નથી.
આ ઠરાવ મુની શ્રી વલ્લભ વિજયજીએ મુક હતા અને તેને અનીશ્રી પ્રેમવિજયજીએ ટેકે આગે હતે. મત લેતાં સર્વાનુમતે ઠરાવ પસાર થયે હતે.
ઠરાવ ૪ થો. કેાઈ સાધુ જેની પાસે પોતે હોય ત્યાંથી નારાજ થઈ આપણું સાધુ પૈકી ગમે તે બીજા સાથમાં ભળે તે તેને આચાર્યજી મહારાજની પરવાનગી સીવાય પોતાના સાથમાં ભેળવવા નહી.
For Private And Personal Use Only