________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
આત્માનંદ પ્રકાશ,
આપણે બધાએએ આ બાબતે વિચાર કરી એ પ્રબંધ કરે. જોઈએ કે જેથી આપણા સમુદાય તરફથી જેન ધર્મની ઉન્નતિ સંબંધી જે કાર્યો થાય તેની છાપ બીજાઓ ઉપર પડે. આપણું સાધુઓની સંખ્યા પણ બીજા સમુદાય કરતાં વધારે છે, ને તેથી આપણે દરેક સાધુ જે એવું મનમાં નક્કી કરે કે જયાં જયાં સાધુએની હાજરી વગર શ્રાવકે અન્ય મત તરફ દોરવાય છે ત્યાં જ આપણે માસું કરવું. તે થોડાક વખતમાં તે લોકોને દ્રઢ કરી શકાશે. મહાશયે, આવી આવી ઘણી બાબતેને તમારે વિચાર કરવાને છે.
વિહાર સંબંધી પણ આપણે વિચાર કરે જોઈએ, કેમકે આજ કાલ સાધારણ રીતે સાધુઓ મોટા મોટા શહેરમાં જ વિહાર કરે છે, જ્યારે એવા ઘણું ગામ છે કે જયાં વરસોનાં વરસે થયાં સાધુઓના દર્શનનો લાભ પણ તે ગામેવાળાને મળતું નથી.
આ બરાબર ન કહેવાય. માટે આપણે તે પ્રાયઃ લાભાલાભનેજ વિચાર કરવો જ જોઈએ ને જયાં વિશેષ લાભની પ્રાતિ હોય ત્યાં જ ચોમાસું કરવું જોઈએ. આ ઠેકાણે આપણે વણીકનું દ્રષ્ટાંત ધ્યાનમાં લેવું કે જે વ્યાપાર ફાયદાકારક જણાય તે કર્યા વગર તે રહે જ નહીં, તેમજ આપણે પણ આપણા વિહારથી જે ફાયદે થવાને તેને વિચાર કરે જોઈએ. મહાશયે, મેં તમારે વખત પુષ્કળ લીધે છે. આ પ્રથમજ પ્રસંગજ છે કે આપણે ધર્મની ઉન્નતિ માટે સંમેલન તરીકે એકઠા થયા છીએ તે પ્રથમારંભે આપણે શરૂઆત એવી મજબૂત કરવી જોઈએ કે જેથી આપણું આ પહેલ દ્રષ્ટાંતિક થઈ પડે ને આપણે ધારેલે હેતુ સફળ થાય, તથાસ્તુ !
ભાષણ વંચાઈ રહ્યાબાદ જુદા જુદા મુનિરાજેએ નીચે પ્રમાણે ઠરાવ રજુ કર્યા હતા જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.
ઠરાવ ૧લે. આપણું સમુદાયના દરેક સાધુઓએ વર્તમાન આચાર્ય મહારાજ ફરમાવે ત્યાં ચોમાસું કરવું, પિતાને અમુક ક્ષેત્રમાં માસું
For Private And Personal Use Only