________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન.
૩૫૫
નથી. આપણું મહાન પૂર્વાચાર્યોએ પિતાની અલોકીક શકિતથી જે જે કામ કર્યા હતાં ને તેમનાજ અનુયાયી કહેવડાવનારા આપણે તે સાચવી શક્વાની શક્તિ પણ જેવી જોઈએ તેવી ધરાવતા નથી એ શું આપણને શરમાવાનું કારણ નથી?
આપણું મહાન પૂર્વાચાર્યોએ અસલના વખતમાં રાજ્યો તરફથી ધર્મ સબંધી જેન ઉન્નતિ કરવાને કોઈ પણ સાધને નહી હેવા છતાં પોતાનું વિર્ય ફેરવી ધર્મ સંબંધી જૈન પતાકા ઉડાવી હતી. ત્યારે હાલમાં આપણે તે શાંતિપ્રિય પ્રતાપી નામદાર પંચમ જ્યોર્જ શહેનશાહ અને વિદ્યાપ્રિય મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ સરકાર ના રાજ્યમાં તેમનું કાંઈ પણ જાળવી શક્યા નથી, એને જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણી હાલ શું સ્થિતિ છે, તેને ખ્યાલ આવ્યા વીના રહેશે નહીં. આપણું પૂર્વાચાર્યોની મહાન વિદ્વતાના જીવતા દાખલા તરીકે પાટણ, ખંભાત, જેસલમેર, અમદાવાદ, લીંમડી, વિગેરે ઠેકાણેના પુસ્તક ભંડારે પુરતી ગવાહી આપે છે, પરંતુ હાલના જમાનાને અનુસરી નવાં પુસ્તક બનાવવાનું તે દૂર રહ્યું, પણ જે અમૂલ્ય ખજાને વારસામાં આપણા પૂર્વાચા આપણને આપી ગયા છે તે વાંચીને પુરેપુરું સમજવાની શકિત પણ આ પણમાં કેટલા થડાકજ ધરાવતા હશે ? મહાશયે, મેં પ્રથમજ આપને જણાવ્યું છે કે તમામ સાધુના સમુદાયના સંમેલનની બહુજ જરૂર હતી, કારણકે તેમ થવાથી જુદા જુદા ગચ્છના તથા એકજ ગચ્છના પણ જુદા જુદા સાધુઓના સમુદાય વચ્ચે અરસપરસ સહાનુભૂતિ નથી તે થાત. હાલની સ્થિતિએ જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયના તમામ સાધુઓની કેન્ફરન્સ ભરવી શક્ય નથી તે પછી બીલકુલ બેસી રહેવા કરતાં આપણું સમુદાયની પણ કોન્ફરન્સ મેળવી હેય તે ઠીક એ વીચાર મારા મનમાં હતું. એટલામાં જ મુની શ્રી વલ્લભવિજ્યજીએ તે વિચાર જાહેર કરતાં મારા વિચારે પ્રબળ થયા અને તેના પરીણામ તરીકે આજે આપણે બધા એકઠા મળ્યા છીએ. - આપણું સાધુઓની કોન્ફરન્સ કરવા સંબંધી ઉભેલા વિચારોને સર્વે સ્થળેથી ઉત્સાહ પૂર્વક વધાવી લેવામાં આવ્યું ને શંકા
For Private And Personal Use Only