________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
આત્માનંદ પ્રકાશ,
રહિત હર કોઈ શખસ એમ કહી શકશે કે એ વીચાર ઘણે સારે અને મહત્વનું છે અને તે અમલમાં મુકવે જોઈએ;” પરંતુ વ્યવહાર દષ્ટિથી જોતાં મુશીબતે રૂપી ડુંગરા આડા છે. કોન્ફરન્સની શરૂઆત કરવી અને તે પછી દર અમુક વરસે તેને જારી રાખવી એ આપણું સાધુઓની હાલની સ્થિતિ તથા સંકચિત વૃત્તિ ધ્યાનમાં લેતાં ખરે. ખર કઠણ દેખાય છે, કેમકે આવી કોન્ફરન્સથી થતા ફાયદાઓની કદર કઈ ભાગ્યશાળી પુરૂષને જ હોય છે. કેટલાક શિષ્ણને ભાષણે સાંભળી ડેકુ ધુણાવવાની ટેવ હોય છે, પરંતુ જયારે તે પ્રમાણે વર્તવાને પ્રસંગ આવે છે ત્યારે તેઓ તે તરફ બીલકુલ દુર્લક્ષ દાખવે છે. જયાં આવી સ્થિતિ હોય ત્યાં સંમેલન દ્વારા થતા ઠરાવોની વ્યવહારિક સફળતા તથા શાશ્વત ફાયદાની આશા રાખવી એ આકાશ કુસુમાવત જ છે; પણ આથી કંઈ આપણે નીરાશ થવાનું કારણ નથી. પ્રયત્ન કરે એ આપણું કર્તવ્ય સમજી ખંતથી જે મંડયા રહીશું તે કદિ ને કદિ પણ આપણું ફતેહ થયા વિના રહેશે નહિ. આપણું આ પ્રયત્નથી શ્વેતાંબર સંપ્રદાયમાં આપણું બીજા સાધુ મહાશયેની નિદ્રા ઉડશે એ પણ એક ફાયદેજ સમજવાને છે.
હાલના જમાનામાં વિદ્યા મેળવવાનાં સાધને ઘણાં પ્રબળ છે, છતાં પણ આપણુમાંથી કેટલાકએ તેવી વિદ્યા પ્રાપ્ત કરી છે, તે આપણું જાણું બાહેર નથી. જે જમાનામાં જશવિજયજી ઉપાધ્યાયજી તથા વિનયવિજયજી થયા તે વખતે વિદ્યાને માટે કાશી જેવા દૂર સ્થળે કેવી મુશીબતે વેઠી તેમણે વિદ્યા સંપાદન કરેલી તેનો વિચાર કરે, અને હાલ તમે જ્યાં ધારો ત્યાં પંડીત રાખી વિદ્યાઅભ્યાસ કરી શકો તેમ છે તેને વિચાર કરે, એટલે સહેજે જણાશે કે આપણામાં વિદ્યા મેળવવાનું વ્યસન જરાએ નથી. સામાન્ય જ્ઞાન થતાં કેટલાક સાધુએ સંતોષ માની આગળ અભ્યાસ કરતા નથી તેમ થવું ન જોઈએ, ને પુરણ રીતે વિદ્યાઅભ્યાસ વધે તેવા ઈલાજે લેવા જોઈએ. વિદ્યાઅભ્યાસ વધાર્યા સીવાય તમે તમારે મોભે સાચવી શકશે નહીં. એ વાત ખૂબ ધ્યાનમાં રાખજો. ને તેથી જ્ઞાન મેળવવા આપણે કે પ્રયત્ન કરે એ બાબતને તમે વિચાર કરી નિર્ણય ઉપર આવવાની જરૂર
For Private And Personal Use Only