________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩પ૩
શીથીલપણું નથી એ વાત હું ખાસ ભાર મૂકીને કહું છું; પણ આ જમાનાને અનુસરીને ભવીષ્યની મજબૂતી કરવી કે જેથી શીથીલતા ન થાય તે પણ આપણું કામ છે માટે આ પ્રસંગે આચાર સંબંધી જે કાંઈ ઠરાવ થશે તેને મુખ્ય ઉદેશ આપણી ભવિષ્યની સલામતી સિવાય બીજો કાંઇજ નથી. હવે આવા સંમેલનથી જે ફાયદા થવાના તે કાંઈ છુપા નથી. મોટામાં મોટો ફાયદો એ છે કે અમારી વચ્ચે એકયતાની મજબૂતી થશે. જે ઐક્યતાની જરૂર પ્રાચીન કે અર્વાચીન દરેક વખતમાં છે અને ઐક્યતા હશે તે અમે ઘણુ ઘણા ધર્મકાર્યો સારી રીતે પાર પાડી શકીશું. વળી આપણું અનુકરણ બીજાએ કરશે તે તેથી આપણને ફાયદેજ થશે, વળી સંમેલનમાં મેટી સંખ્યા સાધુઓની એકઠી થાય તેથી વિદ્વાન સાધુઓની જુદી જુદી બાબતમાં સલાહ તથા અનુભવી વિચારે જાણવાનું પણ તે એક સાધન છે. વળી કોઈ ધર્મ સંબંધી કાર્યને ઉદય કરવાને હાય યા કાંઈ સુધારણા કરવી હોય તે આવા સંમેલનથી જ થાય કેમકે એક સાધુ કઈ વાત ઉપાડે તે પાર પાડવામાં ઘણું વિદનો નડે, જ્યારે સંમેલન તરફથી તે કામ ઉપાડતાં સહેલું થઈ પડે અને તેના મેભાને લઈને તેને જેવી જોઈએ તેવી મદદ મળે, આ વિગેરે ઘણું ઘણું ફાયદાઓ થાય. વળી બંધારણ પણ સંમેલન તરફથી જે બંધાય તે મજબૂત રહે ને એકનું કહેવું કઈ માને નહી. માટે આવા સંમેલનની આવશ્યક્તા મારા મતે તે ઘણુંજ હતી, તે આજે પાર પડેલી જોઈ મને પિતાને ઘણુ ખુશી ઉપજ છે. આપ મહાત્માઓનાં દર્શનને લાભ થયે એ કાંઈ થડા આનંદની વાત નથી. વળી દૂર દેશાવરથી મહાન સંકટ સહન કરી આપ બધા અત્રે પધાર્યા છે એથી આપ પણ સંમેલનની આવશ્યક્તા સ્વીકારે છે એમ હું પણ ખાત્રીથી માનું છું, મહાશ, હવે હું આપને વધારે વખત નહિં રક્તાં આચાર્યજી મહારાજશ્રીને પિતાનું ભાષણ કરવા વિનંતિ કરી બેસી જાઉં છું.
For Private And Personal Use Only