________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસામેલેન.
૩૫૧
મહારાજ અને અન્ય મુનિઓએ સાંભળી મંજૂર કરી લા લાંબો વિહાર કરી મારા લઘુનું કહેવું કબુલ રાખ્યું જેથી પ્રાર્થના કરું છું કે વિહારમાં પડેલી તકલીફ માટે મને માફ કરશે, અને જે આમ એકત્ર મળવાથી થયેલા લાભથી આનંદ થવા જેવું છે.
હવે આ સંમેલ શા માટે ભરવામાં આવ્યું છે તે હું જણાવું તે પહેલાં મારે જણાવવું જોઈએ કે, આ કાંઈ નવું ધતીંગ અમેએ ઉભું કર્યું છે એમ નથી. સંમેલન કહે, એકઠા થવું કહે, યા આ જમાનાને અનુસરીને કેન્ફરન્સ કહે બધું એકજ છે. આવાં સંમેલને અગાડી પણ જયારે જયારે પ્રસંગ આવતે ત્યારે ત્યારે આપણું મહાન પૂર્વાચાર્યોએ કર્યા હતાં તે વાત કંઈ તમારાથી અજાણ નથી. અલબત તેમાં કાળાનુસાર વચ્ચે કોઈ એ અંતર પડે છે તેથી હમણું તે પ્રસંગ બન્યું નથી. એને જુના રીવાજને આપણે તાજે કર્યો છે. હવે સંમેલન શામાટે ભરવામાં આવ્યું છે તે હું આપને જણાવીશ. આવું સંમેલન કરવાથી આપણે મુનિઓ દૂર દૂર દેશમાંથી એક ઠેકાણે આવી મળીયે તેથી પ્રથમ દર્શનને લાભ થાય, ને એક મેકને ઓળખતાં પણ ન હોઈએ તેવા સાધુ મહારાજા સાથે સમાગમનું પણ કારણ બને, તેમજ અરસપરસ ને અનુભવ એકમેકને જણવાય, ને તેથી જે કાર્ય ધર્મ સંબંધી કરવાનું હોય તેમાં એક બીજાને મદદ મળે.
સંપ ત્યાં જંપ છે. એ કહેવત મુજબ એકત્ર થવું તે સંપરૂપી મૂળનું બીજ છે, તેમ એકત્ર ન થાય તે સંપનું નામ નથી તેમ જણાય છે. એકત્ર થવાથી છમરત હેવાથી કેઈના હૃદયમાં જે વિરોધની લહેર ઊઠી હોયતે એકત્ર થતાં એક બીજાને કહેવાતા, ખુલાસાથી, મળવા થી, હદયમાં શાંતિ થઈ જાય છે. વળી એકત્ર મળવાથી અંદર અંદર બેદિલી થઈ હોય તે પણ નીકળી જાય તે પ્રથમ ઉસ છે. બીજે ઉદેશ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ અનુસાર સંજમના નિર્વાહની પુષ્ટિ થાય. આ સમુદાયમાં જે કે નુકશાનના કામ થયાં નથી થવાના નથી પણ જમાનાને અનુસરીને તેમજ નીતિ શાસ્ત્રકારે કહે
For Private And Personal Use Only