________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
આત્માનંદ પ્રકાશ,
manna
૫
-
મુનસંમેલન. શ્રી વડોદરા શહેરમાં મહાપકારી ન્યાયાંનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના
સમુદાયના મુનિરાજોનું પ્રથમ સંમેલન.
ચારિત્ર ધર્મની પ્રગતિ અને જૈન દર્શનની ઉન્નતિ માટે સમયાનુસાર ભરવામાં આવેલું પ્રથમ પગલું.
(પ્રથમ દિવસ)
જેઠ વદી ૧૩ ગુરૂવાર તા. ૧૩-૬-૧૯૧ર પ્રથમ બેઠક સવારના ૮ થી ૧૧ સુધી. મહાપારી સ્વર્ગવાસી ચાયનિધિ શ્રીમદ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના પવિત્ર નામ રૂપ કીર્તિસ્તંભથી, અને તે મહાત્માના મહદ્ ઉપકારથી પુણ્યક્ષેત્ર બનેલું વડોદરા શહેર આજે આનંદમય, ઉત્સવમય અને ઉદ્યોતમય થઈ રહ્યું હતું. મુનિ સુધારણું અને ધર્મ પ્રગતિના માટે વિજયવંત મુનિ સંમેલન આજે વિજયનાદ કરી રહેલું હતું. આજને દિવસ આહંત ધર્મના માર્ગના ઉદયને હતે. સ્વર્ગવાસી ઉક્ત મહાત્માના પરિવારના સંમેલનને પ્રતાપી ભાનુ વડેદરાના સમગ્ર સંઘને પ્રકાશીત કરવા ઉદિત થયે હતે. ઉત્તમ ભાવનાને ધારણ કરનારી વડેદરાની જેમ પ્રજા મુનિ મહારાજાઓ, તેમજ પ્રદેશથી આવેલ સમસ્ત સંઘની સેવા કરવાને ઉત્સુક બની હતી. સ્થાનિક અને પરસ્થાનિક શ્રાવક ભકતે આજના મંગલમય પ્રભાતે વેલાશર જાગૃત થઈદેવ દર્શન પૂજા વિગેરે નિત્ય કાર્યોથી પરવારી સંમેલનના સ્થાન તરફ સાનંદ વદને આવતા હતા.
આજે પ્રથમ બેઠક સવારના ૮ થી ૧ળા સુધીની હતી બીજી બેઠક બપરની હતી. જેથી આઠ વાગતાની અંદર અન્ય સાધુ,
For Private And Personal Use Only