________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની પ્રગતિ માટે ભરાયેલું સ્તુત્ય પગલું
૩૪૧
છોડી દે એવા પ્રસંગે બને તેવું આ મુનિ મંડળને જણાયેલ હેય તેથી પાણી પહેલાં પાળ બાંધવા માટે પિતાના મુનિમંડળ માટે કરેલ ઠરાવ પહેલે, બીજે ઉપરની બીના વિગેરેને લઈને અતી મહત્વને છે. વધારામાં તે બાબતમાં આચાર્ય મહારાજની આજ્ઞા પ્રમાણે દરેક મુનિરાજને વર્તવાને કરેલા સર્વાનુમતે આ અને બીજા ઠરાવે આખા મંડલને વડિલોની આજ્ઞા કારીપણું અને વિનયપણું બતાવવા માટે બસ છે.
આ સંમેલને કરેલ ત્રીજે ઠરાવ મુનિએ એકલ વિહારી થવું નહિં તે મુનિઓના ચારિત્રનું ખાસ રક્ષણ કરવા માટે છે. એકલ વિહારી થવાથી નિરંકુશપણું થતાં વખતે ચારિત્રને દુઃષણ લાગવાના અનેક પ્રસંગે બને છે જેથી તે સ્તુતિપાત્ર છે.
ચેથે ઠરાવ પોતાના સમુદાયમાં અરસપરસ મુનિઓમાં સુલેહ જળવાઈ રહે અને કઈ વખત કેઈના અવર્ણવાદ પિતાની નીચેના મુનિઓમાં બેસવાને પ્રસંગ ન આવતાં શાંત રીતે ચારિત્રનું પાલન થઈ શકે તેને માટે છે.
પાંચમે ઠરાવ એક વખત દિક્ષા લઈ છેડી દેનારને ફરી દિક્ષા આચાર્ય મહારાજની આજ્ઞા સિવાય નહિં આપવાનો છે, જે સમુદાયની ઉજવેલ કીર્તિમાં વધારો થવા સાથે દિક્ષા ફરી લેનારની ખરેખરી કટી કરવા માટે છે જે સ્તુત્ય છે.
છ ઠરાવ જૈન સમાજને ખાસ લાભ કરનાર છે. હિંદુસ્તાનના દરેક નાના મોટા શહેરમાં વિહાર થવાથી જૈન દર્શનના અનુયાયિને ધર્મોપદેશને લાભ થવા સાથે જૈન ધર્મમાંથી ચુત થયેલાને જૈન ધર્મમાં દઢ કરવા તેમજ જૈનેતરને પણ ઉપદેશ આપી જૈન બનાવવા માટે જૈન શાસનની ખાશ ઉન્નતિ અને પ્રગતિ કરનારે છે, અને વધારામાં ગામેગામ મુનિઓનો વિહાર થવાથી રાગનું બંધન ઓછું થતાં, મુનિના આચાર વિચાર ઉચ્ચ રહેતા, ચારિત્ર સુખે કરીને પાળતા, અનેક આત્માઓની ઉપર ધર્મ બંધ કરી ઉપકાર કરવાને વખત આવે છે જેથી તે સ્તુત્ય છે.
For Private And Personal Use Only