________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
આત્માનંદ પ્રકાશ,
વૃત્તાંત જણાવી તમારા આ ઉપાસકને ભારે ઉપકાર કર્યો છે. આજે આ સ્થળે મારું અકસ્માત આગમન સર્વ રીતે કૃતાર્થ થયું છે. હવે ચાલે આપણે એ સંમેલનમાં પધારેલ ચતુર્વિધ સંઘના દર્શન કરીએ અને મહાન ઉપકારી તે સ્વર્ગવાસી સૂરિવરના પરિવારને જોઈ અંત૨માં આનંદિત થઈએ.”
આ ઉપરથી મહેશ્વરી શાસનદેવી અને યુવાન થયેલે ચારિત્ર ધમ તે સંમેલનના રમણિય સ્થાન ઉપર આકાશ માર્ગે રહ્યા હતા, તે મહત્સવ સમાપ્ત થયે ત્યાં સુધી તે સ્થલે રહી તે બંને દિવ્ય વ્યકિત ઓએ જે આનંદ પ્રાપ્ત કર્યો હતે, તે અવર્ણનીય હતે. છેવટે મહાનુભાવ ચારિત્ર ધર્મ શાસનદેવીને વિદાય થવાની રજા માગતાં આ પ્રમા ણે કહ્યું “મહેશ્વરી, આપના અને સમેલનના દર્શનથી હું કૃતાર્થ થયો છું. હવે હું આ ભારતભૂમિ ઉપર બીજે સ્થળે જવાની ઈચ્છા રાખું છું. આપ મહાદેવીના મુખમાંથી મને છેવટની આશીષ રૂપ પ્રસાદી મળવી જોઈએ, અને આપના તરફથી યંગ્ય સલાહ પ્રાપ્ત થવી જોઈએ.”
મહેશ્વરી પ્રસન્ન થઈને બોલ્યા–“ભદ્ર ચારિત્ર ધર્મ, તમારે મહાત્મા વિજયાનંદસૂરિના આ પવિત્ર પરિવારની સાથે ઘાટે સંબં ધ સર્વદા રહે, તમારે જોઈએ તેવો આદર અહિં થશે. કારણ કે તેણે તે પ્રયત્ન શરૂ કર્યો છે. વળી આ મુનિઓ સદા ઉગ્રવિહારી હોવાથી તેમની સાથે રહેતા તમેને ઘણું યાત્રાઓને લાભ મળશે અને તેમના વિદ્વત્તા ભરેલા વ્યાખ્યાને પણ શ્રવણ કરવામાં આવશે.”
ચારિત્રધર્મ પ્રસન્ન થઈને બેલ્યો-“ ધર્મેશ્વરી, આ ઉપાસક આપને મહાન આભાર માને છે. કદિ જે હું અહીં ન આવી ચડે હોત તે મને આ અવર્ણનિય લાભ પ્રાપ્ત થાત નહિં. મને સર્વદા આશ્રય આપનાર મુનિમંડળેથી દૂર રહેવું, એ યંગ્ય નથી. મને પૂર્ણ આધાર અને આશ્રય આ મંડલ જરૂર આપશે. તેથી તે આ જેજે મુનિએ મને આપશે ત્યાંત્યાંમારૂં શુદ્ધરવરૂપ તેને લઈને જરૂરપ્રકાશશે.
આ પ્રમાણે કહી ચારિત્ર ધર્મો તે મહાદેવીને ચગ્ય સત્કાર કરી
For Private And Personal Use Only