________________
જાય છે. કહેવાય કે, મધના બિંદુમાત્રના ભક્ષણથી સાત ગામને અગ્નિથી બાળી નાખવા કરતાં વધારે પાપ લાગે છે. મધ દવા માટે પણ વાપરવું જોઈએ નહીં. તેના બદલે ચાસણી, સાકર વગેરે વાપરી શકાય છે.
૨. મદિરા: વાપરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માણસ બેભાન જેવી અવસ્થામાં રહે છે. ગૂઢ વાતો પ્રગટ કરે છે. વિવેક, સંયમ, શૌચ, દયા, ક્ષમા નો નાશ થાય છે. સર્વ મદિરામાં સૂક્ષ્મ જીવો નિરંતર ઉત્પન્ન થાય છે અને તે મરે છે. મદિરાનું સેવન કરવાથી જીવોની હિંસાનું પાપ લાગે છે. અને તેથી જીવન બરબાદ થાય છે.
૩. માંસ: પંચેન્દ્રીય જીવોના વધથી માંસ મળે છે. લોહીથી ઉત્પન થયેલ અને વિષ્ટાના રસ વગેરેથી તૈયાર થયેલે માંસનું ભોજન કેવી રીતે કરાય? કોઈના જન્મ- મરણ માટે નિમિત્ત નહી બનવું જોઈએ. અનેક જીવોની હિંસારૂપ માંસ વાપરવાથી આ ભવે અને આવતા અનેક ભવ બગડે છે. માંસના ઉપયોગથી ઇષ્ટનો વિયોગ, દુઃખ, દરિદ્રતા,દુર્ભાગ્યપણું, વગેરે સંકટો ભોગવવા પડે છે. માટે માંસનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે. મહાભારત, બાઈબલ, કુરાન, ગીતા વગેરેમાં પણ માંસનો નિષેધ કરેલ છે.
૪. માખણ: માખણને છાસમાંથી બહાર કાઢયા પછી તરત જ વાપરી લેવું જોઈએ. જો આમ ન કરવામાં આવે તો તેમાં તરત જ તે જ રંગના સુક્ષ્મ જીવોનો સમૂહ પેદા થાય છે. આથી માખણ અભક્ષ્ય છે. માખણ છાસમાં હોય ત્યાં સુધી ભક્ષ્ય છે. બહાર કાઢયા પછી તરત જ તે અભક્ષ્ય થાય છે. માખણ કામવાસના ઉત્પન્ન કરનાર છે. ચારિત્ર, સદાચાર માટે હાનિકર્તા છે. જેથી સર્વજ્ઞ ભગવંતોએ જ્ઞાનથી જોઇને નિષેધ કરેલ છે. માખણ કર તાં ઘી , દૂધ, દહીંનો ઉપયોગ કરવાથી બળ, કાંતિ, બુદ્ધિ, અને વીર્યને પુષ્ટ કરનાર છે. અને માખણ અનેક જીવોની હિંસા કરનાર છે, માટે તેનો ત્યાગ કરવો ઉચિત છે.
૫. અને ૬. બરફ અને કરા: આ બન્નેનો આહર કરવાથી સરખા દોષ લાગે છે. વિજ્ઞાને સાબિત કરેલ છે કે પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવો હોય છે. પાણીને મશીનમાં ઠંડુ કરવાથી બરફ બને છે, બરફના કણે કણે અસંખ્ય જીવો હોય છે. કરા, હિમ, પાણીનું ઘન સ્વરૂપ છે. બરફ, આઈસક્રીમ, બરફના ગોળા, સરબતો, કુલ્ફી, ઠંડા પીણા વગેરેમાં વપરાય છે તેથી તે અભક્ષ્ય બને છે. અનેક રોગોની ઉત્પતિ થાય છે અને અનેક જીવોની હિંસા થાય છે. આઈસ્ક્રીમમાં ઘણીવાર ઇંડાનો રસ પણ હોય છે. આ બધા ગૂઢ ઝેરો છે, જે ધીમે ધીમે શરીરમાં પ્રસરીને અનેક રોગોની ઉત્પતિનું કારણ બને છે. માટે આ પ્રકારના આહારોને અભક્ષ્યમાં ગણેલા છે.
- JAINA Convention 2013
200