________________
ભક્ષ્ય અને અભક્ષ્ય જીવનો સામાન્ય અર્થ
સૌ પ્રથમ આપણે ભક્ષ્ય અને અભક્ષ્યનો સામાન્ય અર્થ જાણીએ
ભક્ષ્ય: જે આહારનો ઉપયોગ કરવાથી પ્રાયઃ નુકશાન ન થાય. અભક્ષ્ય જે આહારનો ઉપયોગ કરવાથી કાઇક નુકશાન થાય
ગણધરવાદમાં આવે છે તે પ્રમાણે શરીર અને આત્મા જૂદા છે. તેથી જે આહાર શરીર માટે ભક્ષ્ય છે તે આહાર લેવાથી આત્મા ઉપર કર્મલાગે અને નપણ લાગે. તેવી રીતે જે આહાર શરીર માટે અભક્ષ્ય હોય તેનો ઉપયોગ કરવાથી આત્માં ઉપર કર્મ લાગે અને ન પણ લાગે. દા.ત. શરીવાળાને બરફ અભક્ષ્ય છે, સાકર ઘણાને માટે અભક્ષ્ય છે.
આ અભક્ષ્ય આહારો સમયે સમયે બદલાતા રહે છે, તેનું આપણે બરાબર ધ્યાન રાખીએ છીએ જેથી ભવિષ્યમાં શરીરને નુકસાન ન થાય, આને ડોકટરનું લીસ્ટ કહી શકાય, તે આપણે કાયમ ખિસ્સામાં જ રાખીએ છીએ.
જયારે આત્મા માટેના અભક્ષ્ય આહારો (જેનો ઉપયોગ કરવાથી આત્મા ઉપર કર્મો લાગે છે.)- પાપ લાગે છે. વગેરે. - આવા આહારો જૈનશાસ્ત્ર પ્રમાણે બાવીસ છે. - આને મોટા ડોકટરનું લીસ્ટ કહેવાય છે. હવે આપણે આ આહારો વિગતવાર લઇશું.
બાવીસ અભક્ષ્યનું વર્ણન
સૌ પ્રથમ આપણે ચાર મહાવિગઈયોનો વિચાર કરીએ,
૧. મધ, ર. મંદિરા, ૩, માંસ, ૪. માબા,
આ ચાર મહાવિગઈયો વાપરવાથી, વિગઈ એટલે વિકૃતિ કરે છે. દરેક વિગઈમાં તે તે રંગના અસંખ્ય બે ઇન્દ્રિય જીવોની ઉત્પતિ થાય છે. જે વાપરવાથી વિકારી વૃતિ, કામવાસના તેમજ અનેક રોગોની ઉત્પતી થાય છે અને ચિત્ત ભ્રમ થાય છે. આ રીતે અનેક જીવોની હિંસા થવાથી તેનો શાસ્ત્રમાં નિષેધ કરેલો છે. આ વાપરવાથી દુર્બુદ્ધિ આવે છે. અને અનેક રોગોથી માનવજીવન ભ્રષ્ટ થાય છે. અને જીવને અધોગતિને માર્ગે લઈ જાય છે
૧. મધ: માખી, મમરી, કુંતાના ફુંકમાંથી બને છે. મધમાખીને ત્રાસ આપીને મધ કાઢવામાં આવે છે, અનેક અશક્ત બચ્ચા ધુમાડાથી ગુંગળાઈને મરી જાય છે. મધુરસની ચિાસ થી ત્રસ જીવો કીડી વગેરે ચોંટીને મરી
Jainism: The Global Impact 199