SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ એક વાત ખાસ ખ્યાલ રાખવાની કે, અભક્ષ્ય એટલે ખાવા લાયક નહી - જે વસ્તુ ખાતા નથી છતાં તેના પચ્ચખાણ ન લેવાના કારણે તેના પાપોં લાગે છે. માટે નિયમ લઈ તેનો અવશ્ય ત્યાગ કરવો જેથી પાપોથી બચાય છે. ભક્ષ્ય અને અભક્ષ્ય જીવ વિચાર પ્રમાણે આ વિષય ઉપર વાત કરતાં પહેલા આપણે જીવ હિંસા માટે થોડી વાત કરીએ. આપણો ધર્મ અહિંસા પ્રઘાન છે. ધર્મનો મુખ્ય આધાર સ્તંભ અહિંસા જ છે. આમ જોઈએ તો દુનિયાના મોટા ભાગના ધર્મ આ જ ફરમાન કરે છે. માટે બની શકે તો સર્વ જીવોની સંપૂર્ણ રક્ષાના જ ભાવ હોવા જોઈએ. શ્રાવક ધર્મ માટે સંપૂર્ણ રક્ષા ન થાય તો તે જીવોની જયણા કરવી જ જોઈએ. આપણે કાયમ માટે નિરઅપરાધી ત્રસ જીવોની રક્ષા કરવી, સ્થાવર જીવોની જયણા માટે ઉત્તમવંત રહેવું જોઈએ. એક વાતખાસ ખ્યાલ રાખવાની કે બીજા જીવોને સુખ આપવાથી, પોતાને પણ સુખ મળે છે. જો જીવદયાના વિચાર ઉચ્ચ હશે તો લાંબુ આયુષ્ય અને સારું આરોગ્ય મળશે. જેનામાં પ્રાણ હોય તે જીવ કહેવાય, જેના વડે જીવાય તે પ્રાણ અને દરેક પ્રાણીને પ્રાણ હોય. નોહિંસા એટલે શું? ઉપર જણાવેલ પાણની હત્યા કરવી, ઈજા પહોંચાંડવી, હેરાન કરવ, પ્રાણને રુંધવવા, પ્રાણને લઈ લેવા.... વગેરેને જ્ઞાનીઓ હિંસા કહે છે. આપણે ઘણીવાર જીવ મરી ગયો કહીએ છીએ - અહીં અપેક્ષા એ રાખવાની કે પાણીનો નાશ થયો છે. બાકી આત્માનો કી પણ નાશ થતો નથી. શરીરનો આત્મા સાથેના છૂટકારાને મરણ અથવા મોક્ષ કહે છે. આપણે જે જીવોની હિંસા ઓછી કરશું તો જયારે તે જીવો આપણી સામે ફરીથી આવશે ત્યારે - કદાચ આપણને અભયદાન આપો. શ્રાવક ધર્મને એક આની ધર્મ કહેવાય છે. જયારે સાધુ ધર્મને સોળ આની ધર્મ કહે છે. આપણે એક આની માંથી સોળ આની તરફ જવાનું છે. જૈનશાસ્ત્રમાં કોઈપણ જીવની હત્યા કરવાની છૂટ જ નથી (એક થી પાંચ ઇન્દ્રિયા શ્રાવક ધર્મમાં એક ઇન્દ્રિય જીવો ની હત્યા વગર ચાલે તેમ નથી, માટે તેના માટે પ્રાયશ્રિત છે. - બાકી બે થી પાંચ ઈન્દ્રિય જીવોની હત્યા કરાય જ નહી. બીજી વાત ખાસ ધ્યાન રાખવાની કે, એક ઇન્દ્રિય ની હત્યા કરવા કરતા બે ઇન્દ્રિયની હત્યા કરવાથી અનેકગણું પાપ લાગે છે. · JAINA Convention 2013 198
SR No.527536
Book TitleJAINA Convention 2013 07 Detroit MI
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2013
Total Pages268
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy