________________
૭. ઝેર: સોમલ, અફીણ, ધતુરો, આકડો, વગેરે અનેક પ્રકારના ઝેરો છે. જે વધુ પડતા વાપરવાથી પ્રાણઘાતક બની શકે છે. બીડી, સીગારેટ, ચિરૂટ, ચલમ, છીંકણી, વગેરે પણ દ્રવ્ય, અને ભાવ આરોગ્યને નુકશાન કરે છે. માટે ઉપરના બધા આહાર અભક્ષ્ય છે.
૮, માટી, માટીનો ઉપયોગ કરવાથી કેન્સર જેવા રોગો થઈ શકે છે. સર્વ પ્રકારની માટી, કાચું મીઠું, ખડી, ખારો, વગેરે અભક્ષ્ય છે. તેના કણે કણે પૃથ્વીકાયના અસંખ્ય જીવો હોય છે. આ વાપરવાથી પથરીનો રોગ, પાંડુ રોગ, પિત્તની બિમારી જેવા રોગો થાય છે. માટી સંપૂર્ણીમ જીવોની યોનિ રૂપ છે. માટે અભક્ષ્ય છે. ચાક, ચૂનો, ગેરુ વગેરે અચિત હોવાથી ઉપયોગ કરી શકાય છે.
૯. સંઘાણ - બોળ અથાણું. કેરી, લીંબુ, ગંદા, કેરડા, કરમદા, કાકડી મરચાનો સંભારો વગેરે તૈયાર કરેલ હોય તો ત્રણ દિવસ સુધી ભક્ષ્ય હોય છે, ચોથે દિવસે અથાણામાં એક પ્રકારના ત્રસ જીવોની ઉત્પતિ થાય છે અને તે તેમાં જ કરે છે. તડકે કડક થયા વિનાના અથાણામાં બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. એંઠે હાથે સ્પર્શ કરેલા અથાણામાં સંપૂર્ણીમ પંચેઇન્દ્રિયોની ઉત્પતિ થાય છે તેથી ત્રસ જીવોની હિંસાનો દોષ લાગે છે. છંદો મુરબ્બો વગેરે ને ત્રણતારની ચાસણી ન થઈ હોય તો ન ખપે. અથાણાનો સ્વાદ ફરી જાય તો તેમાં બેઇન્દ્રિય જીવોની ઉત્પતિ થયેલ છે તેમ માનવું. માટે તે અભક્ષય ગણાય છે.
૧૦.રાત્રિભોજન: સૂર્યના અસ્ત થયા પછી બીજે દિવસે સૂર્યનો ઉદય થાય ત્યાં સુધી લગભગ ચાર પહોરને રાત્રિ ગણવામાં આવે છે. સૂર્યાસ્ત પછી અનેક સૂક્ષ્મ જીવોની ઉત્પતિ થાય છે જે લાઈટના પ્રકાશમાં દેખાતી નથી, અને ભોજનમાં આવી જવાથી નાશ પામે છે. રાત્રે જમવાથી અજીર્ણ થાય છે, આરોગ્ય બગડે છે, આળસ વધે છે અને સવારે ઊઠવાનું મન થતું નથી. આનાથી રોગોની ઉત્પતિ થાય છે. રાત્રે ભોજન કરવાથી ઝેરી જંતુની લાળ આવી જાય તો મૃત્યુ પણ થઈ શકે. સૂર્યાસ્ત પછી પાણી પીવું તે લોહી બરાબર છે. અને અનાજ વાપરવું તે માંસ બરાબર છે. રાત્રિભોજન કરવાથી ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, ભૂંડ, વગેરે ભવોમાં જન્મ લેવો પડે છે. બીજું ખાસ ધ્યાન રાખવાનું કે, રાત્રિની નજીકની બે ઘડી અને સૂર્યોદયની પછીની બે ઘડીઓમાં પણ ભોજન અવશ્ય તજવાનું છે. આચાર્યોએ રા ત્રિ ભોજનને નરકના દવાર સાથે સરખાવેલ છે.
પશુ- પંખીઓ પણ પ્રાયઃ રાત્રે ખાતા નથી, ખોરાકનો સૂર્યોદય સાથે જ સંબંધ છે. રાત્રે ભોજન કરવાથી જલંધરનો રોગ, ઉલટી, બુદ્ધિની મંદતા, તાવ, ઝેર આવે તો મરણ ઝાડા, સ્વરભંગ જેવા ભયાનક રોગો થવાની શક્યતા છે. રામાયણ, મહાભારત, તેવા અનેક શાસ્ત્રોમાં રાત્રી ભોજનને મહાપાપ કહેલ છે. માટે તેનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે.
Jainism: The Global Impact
201