SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્થાની આવશ્યકતા છે, જે ખાદી, ચરખો, એકાદશ વ્રતો, વિગેરે અનેકવિધ સંકલ્પનાઓ વિષે ઊંડો વિચાર કરી તેની સાચી અને ઊંડી સમજણ કેળવે, અને તેના પાયાના સિદ્ધાંતો વિષે સંશોધન કરે. આમ, અભ્યાસ, વિચાર તથા સંશોધન તથા પાયાની પરિકલ્પનાઓ તથા સિદ્ધાંતોના વિશ્લેષણ ઉપર ગાંધીએ સમયે સમયે અત્યંત ભાર મુક્યો જ છે. તેમનું જીવન અલબત્ત એટલાં બધાં મહાકર્મોથી ભરપુર અને વેગયુક્ત હતું, અને તેથી સામાન્ય જન તથા મોટા ગાંધીવાદીઓ પણ ઘણીવાર આ હકીકત સમજવાનું ચુકી જાય અને ચુક્યા પણ છે, તે સ્વાભાવિક સમજી શકાય તેવું છે. ગાંધી પછીના વિચારકો તથા કર્મશીલોમાં વિનોબા ભાવેએ આ બાબત પર વધુ ને વધુ ભાર મુક્યો છે. ‘હિન્દ સ્વરાજ' ના ૧૪ વર્ષ નિમિત્તે શ્રી કાંતિ શાહે તાજેતરમાં પ્રકાશિત તેમના પુસ્તકમાં પણ આ વિષે સારો એવો પ્રકાશ પાડ્યો છે અને ગાંધીનો વાસ્તવિક અભિગમ સમજાવ્યો છે. અન્ય દષ્ટિકોણથી જોઈએ અને વિશેષ સમજવાનો પ્રયત્ન કરીએ તો એવું પુછવાનું મન થાય કે શું ગાંધી એમના જમાનામાં થઈ રહેલી ભવ્ય વિજ્ઞાન પ્રગતિઓ થી વાકેફ હતા? શું અદ્ભુત બ્રહ્માંડ અને તેના અદ્ભુત રહસ્યો વિષે તેમને રસ અને ધ્યાન હતા? કેવી અવનવી દિશાઓમાં આપણું જ્ઞાન-વિજ્ઞાન આગળ જઈ રહ્યું છે તેની શું તેમને ખબર હતી? આજે વિજ્ઞાન જે બ્રહ્માંડનાં રહસ્યો ખોલી રહ્યું છે તે જાણીને આનંદ પમાય તેવું છે. વિશાલ સ્તરે જોઈએ તો બ્રહ્માંડ અબજો તારાવિશ્વોનું બનેલું છે અને વળી આ દરેક તારાવિશ્વ પોતે ચારસો થી પાંચસો અબજ તારાઓ ધરાવે છે. આપણો સૂર્ય પણ તેમાંનો જ એક નાનકડો તારો છે, જે આપણા આકાશગંગા તારાવિશ્વ ના એક ખૂણે આવેલો છે. આ બધા તારાવિશ્વો એક બીજાથી દૂર જઈ રહ્યાં છે અને સમગ્ર બ્રહ્માંડ ગતિશીલ છે. ગાંધીના સમગ્ર સાહિત્યના ગ્રંથોની મદદથી મેં એ શોધવા નો થોડો પ્રયત્ન કર્યો કે બ્રહ્માંડ વિષે ગાંધી એ કંઈ વાત કરી છે કે કેમ? તેમના પત્રો, લેખો કે વિવિધ લખાણોમાંથી આ વિષેના અનેક સંદર્ભો મળી આવ્યા, જેમ કે આ વિશાલ બ્રહ્માંડમાં આપણી તે શી હસ્તી? આપણે તો રજકણથીએ નાના છીએ આ મહાકાય વિશ્વ મંડપનો વિચાર તો કરો... “જો આકાશી પદાર્થો અને ગ્રહો નક્ષત્રો યંત્રની નિયમિતતાથીના ચાલે તો આખું એ વિશ્વ અટકી પડે'' બ્રહ્માંડના અણુ-પરમાણુંઓની જેમ વિશ્વમાં આપણું પોતાનું અસ્તિત્ત્વ પણ સાવ ક્ષણિક જ છે. જો બ્રહ્માંડનું આપણે કાળજી પૂર્વક અવલોકન અને પરીક્ષણ કરીશું તો આપણને સમજાશે કે,,,, જેમ શરીર હંમેશા મરતું રહે છે અને છતાં જીવે છે તેમજ વિશ્વ માં પણ સતત વિનાશ ચાલે છે અને છતાં એ તો જીવંત રહે છે, ‘‘એ બુદ્ધિ શક્તિ જે સમગ્ર બ્રહ્માંડને પરમાણુંમાં જુવે છે.'' બ્રહ્માંડમાં એક એવી નિયમબદ્ધતા છે. એક એવી સુવ્યવસ્થા છે, જે ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી બધા માણસોની ઇચ્છાથી ઉપર છે અને જેથી આપણે કોઈ વિશ્વને છેતરી શકતા નથી, “સુર્ય આમ તેમ ફરવા ચાલ્યો જાય તો શું થાય? આ એકધાર્યાપણું અને નિયમશીલતા જ વિશ્વને ટકાવી રાખે છે,’’ ‘‘પાણીમાં રહેલી માછલીને દરિયો અને તેનાં ઊંડાણો કેટલાં સમજાય? માણસ પણ બ્રહ્માંડને કદાચ એટલું જ સમજી શકે.'' વળી ગાંધી કહે છે, ‘‘બ્રહ્માંડમાં એક નિયમબદ્ધતા અને એક અચલ કાયદો વ્યાપી રહ્યાં છે, જે અસ્તિત્વમાં રહેલી સર્વ વસ્તુઓ ને અને સર્વ જીવોને નિયમન કરે છે. આ કોઈ આંધળો કાયદો નથી, કારણ કે કોઈ દૃષ્ટિહીન નિયમ જીવંત અસ્તિત્વનું સંચાલન કરી શકે નહિ.'' આ બધાં ઉદાહરણોથી એ સ્પષ્ટ થાય છે કે કદાચ ગાંધી આ બ્રહ્માંડની વિશાળતા, સમગ્રતા અને તેના અદ્ભુત પહેલુઓથી કૈંક અંશે પરિચિત અને માહિતગાર હતા. જો કોઈને આ વિષે વિશેષ રસ હોય અને ગાંધીના સમગ્ર સાહિત્યને વધુ વિગતે જુએ તો અન્ય અનેક સંદર્ભો પણ આ વિષયમાં મળી શકે. વળી અનેક વિજ્ઞાનીઓ સાથેનો તેમનો કેટલોક પત્રવ્યવહાર પણ મારા જોવામાં આવ્યો. કાકાસાહેબ કાલેલકર, તો કુદરત અને વિશ્વના ભારે રસિયા હતા અને તેમણે તો અનેક પ્રવાસવર્ણનો તથા આકાશદર્શન વિષેના લેખો અને વાતો આપ્યાં છે. એક વખતે શ્રી નારાયણભાઈ દેસાઈએ વાત કરી કે આકાશદર્શનના ધણાંને પુસ્તકો કાકાસાહેબે ગાંધીજીને લાવી આપ્યાં હતાં અને તેને ગાંધી ભારે રસથી વાંચી ગયાં હતાં અને તેને સમજવાનો પ્રયત્ન અને ચર્ચા કરી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે ગાંધી કોઈ એકાંગી વ્યક્તિત્વ તો હતા જ નહિ અને સમગ્રતામાં તેમને રસ હતો. વૈજ્ઞાનિક વિકાસ અને અભિગમ માટેની આ તો પહેલી શરત છે. આજે તો હવે વિશ્વ દર્શન અને બ્રહ્માંડના અભ્યાસ માટે અવકાશમાં હબલ સ્પેસ ટેલીસ્કોપ મુકાયું છે. આપણને પુછવાનું મન થાય કે શું ગાંધીને તેમાં રસ પડત? હવે જુઓ, ગાંધી ટેલીફોનનો ઉપયોગ તો કરતા, વર્ષાથી તેઓ ફોનથી વાત કરે છે તેનો જાણીતો ફોટો કદાચ ઘણા એ જોયો હશે. વળી એક વાર તેમને સૂક્ષ્મદર્શક યંત્ર બતાવવામાં આવ્યું ત્યારે તેમાં પણ તેમને ભારે રસ પડ્યો હતો અને તેના દ્વારા તેમણે સૂક્ષ્મ સૃષ્ટિનું નિરીક્ષણ કરેલું તેનો પણ ભારે સરસ ફોટો છે જેમાં તેઓ અતિ એકાગ્રતાથી સૂક્ષ્મદર્શક માં જોઈ રહ્યા છે. આમ આપણે માની શકીએ કે જેવો તેમને સૂક્ષ્મ દર્શનમાં રસ પડ્યો તેવો દૂર દર્શનમાં અને બ્રહ્માંડના દૂરના અવલોકનોમાં પણ જરૂર પડતી આમ પણ તેમનાં લખાણો વિચાર અને કાર્યમાં લાંબી ષ્ટિ તો દેખાય જ છે. આધુનિક સંસ્કૃતિ વિષેના તેમના અભિપ્રાયો, જે દાયકાઓ પહેલા અપાયેલા તે એમની દીર્ઘ દૃષ્ટિ જ બતાવે છે. આમ આપણે અતિશયોક્તિ સિવાય કહી શકીએ કે ગાંધી ને વિજ્ઞાનના વિકાસમાં બ્રહ્માંડની અજાયબીઓમાં અને તારાસૃષ્ટિ માં વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૯૩
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy