SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનપંથ : ૧૨ ડૉક્ટરનો વ્યવસાય તંદુરસ્તીનો છે કે બિમારીનો? ભદ્રાયુ વછરાજાની રાજકોટની કલેક્ટર ઓફિસ જ્યાં બેસતી હતી તે વર્ષો પહેલાં સિવિલ હૉસ્પિટલ હતી. તેમાં સ્વાતંત્ર્ય કાળમાં સિવિલ સર્જન હતા ડૉ. ચંદ્રશંકરગિરિજાશંકર અંતાણી બહુ કુશળ તબીબ. તેઓએ પાછલી જિંદગી ગોંડલ રોડ પરની માલવિયા વાડીમાં આવેલ. કૈવલ્યધામમાં ગરીબોને તબીબી મદદ કરવામાં ગાળી. ટૂંકી પોતડી, ઝીણો ટૂંકો ઝભ્ભો અને માથે કાળી ટોપી પહેરતા એ ઋષિનુલ્ય તબીબને સૌ વ્હાલથી ‘અંતાણીદાદા' કહીને બોલાવતા. મુંબઈ જાય છે. તેઓના ફેમિલિ ડૉક્ટરના તેઓ શ્રદ્ધાળુ ભક્તો જાણો. એ ફેમિલી ડૉક્ટરે જ મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં બાળકની ઉત્તમ સર્જન દ્વારા સર્જરીનું આયોજન કરી આપ્યું હતું. મુંબઈમાં ત્યારે ય એવું હતું કે તમે તમારા દર્દીની સર્જરી કરનાર સર્જનને તો રૂબરૂ જોઈ જ ન શકો. તે છેલ્લી ઘડીએ આવે ને સર્જરી પૂરી કરીને પહેલી ઘડીએ લાગી જાય. શિક્ષક દંપતિને એક આગોતરી અજંપો મનમાં કે આપણને ડૉક્ટર ખુદ મળીને કહે કે ઑપરેશન સફળ રહ્યું તો...? ફૅમિલી ડૉક્ટરને વાત કરી તો એમણે કહ્યું : હું ચિઠ્ઠી લખી આપીશ. બસ, આટલો સધિયારો લઈ પહોંચ્યા મુંબઈ. સર્જરી શરૂ થતાં પહેલાં ઑપરેશન થિયેટરના રિસેપ્શન કાઉન્ટર પર પેલી ચિઠ્ઠી આપીને વિનંતી કરી કે સર્જનને આ ચિઠ્ઠી જરૂર મળે એવું કરજો.. પાંચ-છ કલાકો પછી ઑપરેશન થિયેટરની બહાર લીલી બત્તી થઈ કે ઓપરેશન પૂરું થયું!. પેલા ચાર વર્ષના બાળકનાં મા-બાપ અને કાકા આતુરતાથી પ્રતીક્ષા કરતા હતા. સમય વીતી ગયો. અવરજવર ચહલપહલ ખુબ ચાલી. બીજાં ઑપરેશનની તૈયારી થવા લાગી. બહાર પ્રતીક્ષા કરતા ત્રણ જીવ મૂંઝાતા હતા, ત્યાં જ છેક દૂરના રૂમમાંથી સાદ પડયો. ત્રણેય ત્યાં દોડયા. ધૂરંધર સર્જન સસ્મિત ઊભા હતા. ‘ખુબ જ સરસ ઑપરશન થઈ ગયું છે, એવરીથિંગ ફાઈન. દસ દિવસ રહેવું પડશે. ડૉ. માંકડને મારી યાદી આપજો,’ એટલું કહી તે નીકળી ગયા. વૉર્ડબૉયે કહ્યું : ‘આ સર કોઈને મળતા જ નથી, પણ તમે ચિઠ્ઠી આપીને તે વાંચીને તમને મળવા રોકાયા... રાજકોટના એક જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટરની ચિઠ્ઠીની આટલી બધી અસર? શિક્ષક દંપતિ તો પાણી-પાણી થઈ ગયું, તેમને મન ડૉ. યોગેન્દ્ર મોજીલાલ માંકડ એ જનરલ પ્રેક્ટિશનર ન હતા, ડૉક્ટર માત્ર ન હતા, આત્મીય સ્વજન હતા. આત્મીય ન હોત તો દવા આપીને છૂટી ન જાત? ના, એમણે તો એવી ચિઠ્ઠી લખી આપેલી કે મુંબઈનાં ખ્યાલ સર્જને પોતાને સિલસિલો તોડી મળવા આવવાનું નક્કી કરેલું.! આ ડૉક્ટર દવા દઈને છૂટી જનાર નથી, દર્દી સાથે દિલ દઈને નાતો બાંધનાર આ ડૉક્ટર કેટલાય દર્દીઓના હઠાગ્રહને કારણે સર્જરી વખતે બેહોશ દર્દીની તસલ્લી માટે ઑપરેશન થિયેટરમાં સાક્ષી ભાવે ઊભા પણ રહે છે.! અભી ભી હૈ ઐસે લોગ! દર્દીને દવાની સાથે હૂંફની જરૂર છે, દર્દીના કુટુંબીને ડૉક્ટરના સધિયારાની પ્રતીક્ષા છે. (ક્રમશઃ) mum મો. ૦૮૮૨૦૩૩૩ ફોન : ૦૨૮૧)૨૫૮૮૭૧૧ ઈમેલ : bhadrayu2gmail.com સરનામું : પ્રેમમંદિર, નર્મદા પાર્ક-૪, અમીન માર્ગ, રાજકોટ. સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૯૫ કોઈ અંગ્રેજ અમલદારને કશીક તકલીફ થઈ. ઘણા બીજા પ્રયત્નોમાં સફળતા ન મળતાં કોઈએ સિવિલ સર્જન ડૉ. અંતાણી પાસે જવા સલાહ આપી. રસાલો ઉપડયો સિવિલ હૉસ્પિટલ અંગ્રેજ અમલદાર દાદરા ચડી સિવિલ સર્જનની ચેમ્બરમાં પહોંચ્યા અને પોતાનાં દર્દનું વર્ણન શરૂ કરવા ગયા ત્યાં જ ડૉ. અંતાણીએ તેમણે અટકાવીને કહ્યું : 'આપ શાંતિથી બેસો અને મને બે મિનિટ આપો.' અંગ્રેજ અફસર એટલે ડૉક્ટરની સૂચનાનું શતશઃ પાલન કર્યું. ડૉ. અંતાણીએ થોડીવારમાં કાગળ કાઢી કશુંક લખ્યું અને તે કાગળ પેલા અંગ્રેજના હાથમાં આપ્યો. એ વાંચીને અંગ્રેજ વડો તો અચંબામાં પડી ગયો. એમણે કહ્યું : 'Oh No..But Doctor how could you know?' ડૉક્ટર અંતાણીદાદાએ ધીરજથી સમજાવ્યું : આપ અહીં દાદરો ચઢીને આવ્યા ત્યારે જે રીતે મારા રૂમમાં દાખલ થયા, જે ચાલે ચાલીને આ ખુરશી સુધી આવ્યા, જે રીતે બેઠા અને પછી થોડું જ બોલ્યા તેના પરથી મને આપનાં દર્દની જાણકારી મળી ગઈ. એટલે મેં આપને બેસવાનું કહ્યું અને આપનું નિદાન તથા તેનો ઉપચાર લખીને આપને આપી દીધાં. મને વિશ્વાસ છે કે હું મારા નિદાનમાં સાચો છું.' પેલો અંગ્રેજ અમલદાર તો ગદગદિત થઈ ગયો અને ભાવ વિભોર થઈ આભાર માની વિદાય થયો.. અંગ્રેજોનાં આભિજાત્યની વાત હવે શરૂ થાય છે. એ અમલદારે આ આખો કિસ્સો અંગ્રેજ સલ્તનતને લખી મોકલ્યો અને અંગ્રેજ સરકારે ડૉ. ગંગિ. અંતાણીને ‘રાવસાહેબ 'નો ખિતાબ જાહેર કર્યો.! ‘રાવસાહેબ ડૉક્ટર અંતાણીદાદા' નિવૃત્તિ પછી આજની મધુરમ્ હૉસ્પિટલની સામે ૐ નમઃ શિવાય ભવનમાં વર્ષો સુધી વસ્યા અને વિશાળ દિવાનખંડમાં પ્રવેશતાં જ સામે ગાદી તક્રિયા પર ગાંધી અદાથી મુલાકાતીઓને - દર્દીઓને મળતા રહ્યા.. પ્રશ્ન મૂંઝવે છે કે : દર્દીને સ્પર્ધા વગર પણ સચોટ નિદાન કરનાર રાવસાહેબ અંતાણીદાદા જેવા ડૉક્ટર આજે કયાં શોધવા? કહાઁ ગયે વો લોગ આજથી ત્રીસેક વર્ષો પહેલાંની વાત. એક પ્રેમલગ્નથી જોડાયેલું શિક્ષક દંપતિ પોતાનાં એક માત્ર પુત્રનાં ગંભીર ઑપરેશન માટે ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy