SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ નામને તપ ક્યાં સધાયો? આનો ફક્ત વિનય-અવિનયને સમજવા માટે મે મારૂં પોતાનું જ એક ઉદાહરણ આપ્યું છે.... પણ વિચારી જોજો... આવા પાડોશી ક્યાં મળ્યા? હવે આવી પત્ની જોડેજ જીંદગી વીતાવવાની દિક્ષા લીધા પછી થાય કે આવા ગુરુની સેવા કરવાની? આ બધાં એ જીવ પ્રત્યેનો અવિનય છે. માખીઓથી બણબણતા કુતરાં પ્રત્યે પણ દુર્ગચ્છા ઉત્પન્ન નહી થાય આપણા કરેલા ઉપકારને ભૂલી જઈ આપણી નિંદા કરનાર પ્રત્યે પણ હૃદયમાં વિનય જાગશે, દુર્ભાવના નહી જાગે ત્યારે વિનય નામનો તપ સધાશે, એના માટે આત્માને રૂપાંતરિત થવું પડશે. જે સહેલું નથી પણ જ્યાં જ્યાં અવિનય જાગે ત્યાં સજાગ થઈ જાવને ત્યાંથી પાછા ફરો. વિચાર કરો... જ્યારે પ્રકૃતિએ કોઈ જીવ પ્રત્યે ભેદભાવ નથી કર્યો, સૂર્ય એમ નથી કહેતો કે તું અમુકને પ્રકાશ આપીશ ને અમુકને નહિ, વરસાદ એમ નથી કહેતો કે હું ગરીબની ઝૂંપડીપર નહી વરસું ફક્ત તવંગર ના મહેલ પર જ વરસીસ.... પ્રકૃતિ પણ એજ સંકેત આપે છે કે હરેક જીવ માટે તારા અંતરમાં વિનયને સ્થાપિત કર... તને ખબર નથી કે જે જીવના એક પર્યાયને તું આજે અવિનય, દુર્ગુચ્છા કરે છે તેજ જીવના બીજા પર્યાયને તું જ કાલે પૂજવાનો છે... જે જીવના રાવણ નામના પર્યાય ને તું નફરત કરે છે. એના પૂતળાને પણ બાળે છે તેજ જીવના તિર્થંકર નામના પર્યાયને તું પૂજવાનો છે? જે જીવમાં હજારો દુર્ગુણતાને આજે દેખાય છે, તેના માટે એટલુંજ વિચાર કે એના કોઈ પૂર્વભવ ના કર્મોને કારણે આ જીવ આજે આ પર્યાયમાં છે, મારે એના પર્યાયને નહિ. એની અંદર રહેલા શુદ્ધ-બુદ્ધ આત્માને વિનય કરવાનો છે. ભલે સાંસારિક વ્યવહાર ખાતર કોઈ વર્તનવ્યવહાર એવો કરવો પણ પડે પણ અંતરમાં તો એ જીવ પ્રત્યે, દરેક જીવ પ્રત્યે શુધ્ધ -બુધ્ધ આત્મા પ્રત્યે પરમ વિનય જાગૃત્ત રહેવોજ જોઈએ... હું એવું નહીં કરૂં કે ફૂલ ને પ્રેમ કરીશ ને કાંટાને નફરત કરીશ... ભવે વ્યવહાર ખાતર ફૂલ ને મસ્તકે ચઢાવીશને કાંટાને કચરાના ડબ્બામાં નાખીશ... પણ હૃદયમાં બંને પ્રત્યે એક સરખાંજ વિનયભાવ સ્થાપિત કરીશ... હે જીવ... ન તને અવધિજ્ઞાન છે. ન મનપ્રર્યવ જ્ઞાન છે, તું કાંઈજ જાણતો નથી કે તું પોતેપણ કેવા કેવા પર્યાય કરીને આવ્યો છે... વિચાર કે જ્યારે મહાવીરના જીવે, રાજા ન પક્ષિયમાં પેલાના કાનમાં ધગધગતું શીશું રેડયું હશે... ત્યારે ત્યાં જે હાજર હાજર હશે (કદાચ મારો જીવ પણ કોઈ સ્વરૂપમાં ત્યાં હાજર હોઈ શકે) તે દરેક જીવે.... મહાવીરના જીવને કેટલી નફરત કરી હશે... એજ મહાવીરના જીવની આજે પર્યાય બદલાઈ ગઈ... આજે હું એની પૂજા કરીશ, માન આપીશ એ જીવનો પરમ વિનય કરીશ. તો વિચાર... તું અનેકોનો વિનય કરે છે ને કોનો અવિનય? ને જીવો પ્રત્યે અવિનય કરીકરીને.... રાગ દ્વેષના ઢગલા ખડકી ખડકીને હું તારાં પોતાના જીવને દુર્ગતિ ના ખાડામાં ધકેલી દે છે. યાદ રાખો... આત્માનો સ્વભાવજ નથી, કોઈપણ જીવનો અવિનય કરવો. પરંતુ ડગલેને પગલે જીવોનો અવિનય કરીને આપણા આત્માને આપણે વિભાવ દશામાં લઈ છીએ ને આપણાજ આત્માનો આપણે સૌથી મોટો અવિનય કરીએ છીએ.... જો હૃદયમાં જીવમાત્ર પ્રત્યે વિનય નામનો તપ સ્થાપિત થઈ ગયો તો તમે નિર્ગોદના કે એકેન્દ્રિય જીવોને પણ દુઃખ નહી પહોંચાડી શકો... ગીઝરમાંથી ગરમ પાણી કાઢતાં કે વિજળીનો બેફામ ઉપયોગ કરતાં, કે ઝાડપાન કાપતાં હૃદય પોકારી ઉઠશે કે.... હૈ જીવ... તું આ એકેન્દ્રિય જીવોનો ખત્મો બોલાવીને એ જીવનો અવિનય કરી રહ્યો છે. સતત જાગૃતિ સધાતા આપણેએ સ્ટેપ પર પહોંચી જઈશું કે પછી આપણે જરૂરીયાત પૂરતુંજ ગરમ પાણી કાઢયું જરૂરીયાત પૂરતી જ વિજળીનો ઉપયોગ કરશું... શુસોભન માટે લાઈટીંગનો ઉપયોગ કે સુશોભન માટે વૃક્ષોનું કટીંગ કરીજ નહી શકીએ, જોઈ પણ નહી શકીએ કેમકે આત્મામાં એ જીવો પ્રત્યે પરમ વિનય જાગી ગયો છે... ને વિનય એ રંગ લાવશે કે જીવ સર્વથા અહિંસામાં સ્થાપિત થવા થનગની ઉઠશે.... કહે છે કે એક કાંટાને પણ દુ:ખ ન પહોંચે માટે મહાવીરે કાંટામાં ભરાયેલું વસ્ત્ર ફાડી નાંખ્યું હતું... તો આપણે એજ મહાવીરના અનુયાયી... જીવમાત્ર પ્રત્યે હૃદયમાં પરમ વિનય ના જગાવી શકીએ? તે માટેનો પ્રયત્ન તો કરી શકીએ ને? શરૂઆત તો કરી શકીએ ને? ૧૯૪ સત્ય-અહિંસા-અપરિગ્રહ num ૧૯, ધર્મપ્રતાપ અશોક નગર, દામોદરવાડી, કાંદિવલી (ઈસ્ટ) મો. ૮૮૫૦૦૮૮૫૬૭ ‘પ્રબુદ્ધ જીવન'ને પચ્ચીસ હજારનું અનુદાન આપી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત કરો. ‘પ્રબુદ્ધ જીવન’ કોર્પસ ફંડમાં ત્રણ લાખનું અનુદાન આપી પંદર વર્ષ સુધી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત કરો. ‘પ્રબુદ્ધ જીવન”ના ખાસ અંક માટેના સૌજન્યનું અનુદાન રૂપિયા ચાલીસ હજાર છે. સ્વજનને શબ્દાંજલિ જ્ઞાનકર્મથી અર્પી જ્ઞાનપુણ્ય પ્રાપ્ત કરો. પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy