SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જાગૃત રહો. દુર્ભાવના પ્રવેશતાની સાથે એને હાંકી કાઢી. એ ડોકીયું કરે કે તરત તેને થપ્પડ મારીને બેસાડી દો. તેની જગ્યાએ પેલી સદ્ભાવનાને ઉજાગર કરો. એ રીપ્લેસ કરો... તો શું થશે હું જવને એ રીતે જીવવાની ધીમે ધીમે આદત પડી જશે ને પછી જીવને અનાયાસે આ ભાવનુંજ રટણ થઈ જશે. તે પેલા દુર્ભાવના રૂપી ચોરને ખબર પડી જશે કે હવે જોર કરવા જઈશ તો પકડાઈ જઈશ. માટે તે આપોઆપ જ ભાગી જશે. ક્યારે ભાગી જશે એની પણ ખબર નહી પડે. આમ પૂરા દિવસ રાતમાં જેનું પણ, કંઈ પણ કરો છો, પછી તે ગુરૂ હોય કે, વડીલ હોય કે મિત્ર હોય કે, પતિ-પત્નિ હોય, ૮૪ લાખ જીવયોની માંથી કોઈનું પણ કાંઇપણ કરતા આજે સદ્ભાવના સમજાવી તેનું રટણ કરતા રહો. ધીરે ધીરે એવો સમય આવશે કે આ ભાવના લોહીમાં વણાઈ જશે. પછી પેલી અસદ્ભાવના સ્થાનપણ નહી લઈ શકે. અને અગર રસ્તામાં બેઠેલા રક્તપીત્તીયા ને જોઈને જો મારૂં મોઢું મચકોડાય તો મારો એ આત્મા પ્રત્યેનો અવિનય છે, એને પણ માન-સન્માન થી જોવું સહેલું નથી એના માટે મારા આત્માને બદલાવું પડશે જ્યારે રસ્તામાં કોઈ હિરો કે મોદીજી મળી જાય તો એને માન સન્માનથી જોવા માટે મારા આત્માને કોઈ બદલાવની જરૂર નથી સુંદર-સુઘડ-સ્કૂલ યુનિફોર્મ માં તૈયાર થઈને જતાં બાળકને ઉચકી જો તમારૂં કોઈ નથી કરતું તો બીજા વિચાર કરવાને બદલે એને પ્રેમ કરવો તેના જીવ પ્રત્યે વિનય કરવો એ સરલ છે, સહજ ભાવનાને ફીટ કરો કે, “હે જીવ હવે તારા એની જોડે કોઈ લેનદેન ના હિસાબ જ નથી રહ્યા તો એ જીવ પણ શું કરે?... સારૂં થયું ને તારી એક ફાઈલ કંપલીટ થઈ ગઈ. વૈયાવચ્ચે તપ સમજ્યા પછી આટલો ભાવનામાં ફરક પડી જાય, તો સોનામાં સુગંધ ભળી જાય.'' આત્માને ઘણું રૂપાંતરિત થવું પડશે. જો મહિનાના ઉપવાસ કર્યા પછી પણ કે વર્ષીતપ કે સિદ્ધી, તપ, શ્રેણીતપ કર્યા પછી પણ સ્વાદના ચટાકા-મટાકા ઓછા થયાજ નથી તો તપ બાહ્ય દૃષ્ટિએ હોય ભલે તપ થયો હોય પણ એ મિથ્યા તપ ગણાશે... જે તપ કર્યો હોય પણ આત્મામાં કાંઈ રૂપાંતરણ ન થયું હોય એવા તપ તો અનેક જન્મોમાં આપણે અનેક તપ કરીને આવ્યા છીએ.... છતાં આપણો વિસ્તાર થયો નથી. હવે આપણે કરીએ થોડી વિનયતર ની અનુપ્રેક્ષા.... જીવ માત્ર માટે પ્રેમ-દયા-વિનય હૃદયમાં વસી જાય ત્યારે વિનયનામનો તપ સધાશે. ને જીવમાત્ર પ્રત્યે વિનય જાગે તે માટે આત્માને રુપાંતરિત થવું પડશે... યાદ રાખો. અંતરયાત્રા એ વસ્તુ અલગ છે અને આત્માનું રૂપાંતરિત થવું તે વસ્તુ અલગ છે. અંતરયાત્ર એટલે આપણે પોતે પોતાના અંતરમાં ઉતરવું, આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવો... જ્યારે આત્માનું રૂપાંતરિત થવું એટલે કે આત્મા જ અત્યારસુધી કરી રહ્યો છે... જે સહજ રીતે થઈ ગયું છે તેને પલટવું ને વિભાવમાંથી સ્વભાવ દશામાં આવ્યું. દા.ત. કોઈ સાધુ મહારાજ નો વિનય કરવાનો છે, એમને અહોભાવથી બોલવા જવાનું, બહુમાન પૂર્વક આપણા ઘરે બોલાવીને વહોરાવવાનું... આ બધો વિનય જ છે. પણ આ પ્રકારનો વિનય કરવા માટે આત્માને કાંઈ બદલાવું પડતું નથી એ સહજ છે પરંતુ સાધુ મહારાજને બદલે કોઈ ભિખારીને બોલાવીને આદર પૂર્વક, પ્રેમપૂર્વક ઘરે બોલાવીને જમાડવો હોય તો? તો ભાઈ એ કરવા માટે તો એક ભિખારી પ્રત્યે પણ એવીજ વિનય જે એક સાધુ પ્રત્યે છે તે જગાડવા માટે આત્માને ઘણું બદલાવું પડશે. ઘણું રૂપાંતરીત થવું પડશે. બરાબરને? તો યાદ રાખો કોઈપન તપ..... બાર પ્રકારમાંથી કોઈપણ તપ, એ તપ થયો ત્યારેજ કહેવાય છે. જ્યારે એનાથી આત્મા રૂપાંતરિત થાય છે. પહેલો અનસન તપ એ પણ ત્યારેજ તપ થયો કહેવાશે જ્યારે સ્વાદ જશે ને સ્વાદ જવા માટે ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી છે, પરંતુ એવડો જ કોઈ બાળક જેના કપડાં મેલાં છે, શરીર ગંદુ છે. જેનું નાક વહી રહ્યું છે, એવા બાળક ને ઉચકવાની વાત તો એક્બાજુ પણ એને હાથ લગાવવા જેટલો વિનય પણ આપણે જગાવી શકતા નથી. ઉપરથી હૃદયમાં દુર્ગંચ્છા ઉત્પન્ન થાય છે, એના પ્રત્યે વિનય જગાવવા માટે આત્મામાં રૂપાંતરણ થવું પડશે... ને એ રૂપાંતરણ સધાયું... તો જ જીવમાત્ર પ્રત્યે વિનય સધાશે. આપણે બસમાં બેઠા, બાજુમાં કોઈ દુર્ગંધ મારતો વ્યક્તિ આવી ને બેઠો... નાકનું ટોચ્યું ચઢશે? છી... આવો માણસ કાં મારી બાજુમાં આવી ને બેઠો? આવા દુર્ગંચ્છાના ભાવ પેદા થવા તે પણ એ જીવ પ્રત્યેનો અવિનય છે... મેં તમને કહ્યું .... તમારી દિનચર્યા જૂઓ.... ક્યાં અવિનય થાય છે તેવી અનેક બાબતો મળી આવશે મારી જ વાત કરૂં હું સવારે અમારી ટેરેસમાં કબૂતર ને જુવાર નાખવા ને કાગડાને ગાંઠિયા નાખવા જાઉં, પહેલા એકબાજુ કબુતરને જુવાર નાખું લગભગ ૫૦-૬૦ કબુતર આવી જાય. બીજીબાજુ કાગડા ને ગાંઠીયા નાખું તે પણ મોટા પ્રમાણમાં આવી જાય. પણ જેવું કાગડાને ગાંઠિયા નાખ્યા કે પેલા કબુતરા એમની જુવાર ખાવાનું છોડીને ગાંઠિયા ખાવા આવી જાય. ને ટાટ ગાંઠિયા આવા લાગે તે કાગડાને બીચારાને અડઘા ગાંઠિયાય ખાવા મળે નહી. .. મને એમ થાય કે આ કબુતર કેવા છે. એમનું ખાતા નથીને કાગડાનું ખાવા આવી જાય છે. ને હું ગાંઠિયા ખાતા કબુતરાને ઉડાડવાનો ટ્રાય કરૂં. થોડાં દિવસ જતાં ખ્યાલ આવ્યો કે... સુબોધી તું શું કરી રહી છે? તારૂં કામ ફક્ત જુવાર કે ગાંઠિયા નાખવાનું છે. પછી એ જેના નસીબમાં જે વસ્તુ હશે તે ખાશે. કબુતર ગાંઠીયા નખાઈ જાય તે માટેના તારા પ્રયત્નો બતાવે છે કે તું કાગડાના જવનો વિનય કરે છે પણ કબુતરના જીવનો અવિનય કરે છે.... તો મારો વિનય વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૯૩
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy