________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ – વિશેષાંક
-
ભારતીબેન મિસ્ત્રી ઘણાં વર્ષોથી યોગના ક્ષેત્રમાં જોડાયેલા છે. યોગસાધન આશ્રમ પ્રીતમનગરમાં યોગશિક્ષિકા તથા Ō,PD, વિભાગમાં યોગથેરાપીસ્ટ તરીકે શ્રી બિરજુભાઈ આચાર્ય સાથે સક્રિય સેવા આપેલ છે. પુનાના યોગગુરુ શ્રી આયંગરજી પાસે યોગની તાલીમ લીધા પછી શ્રી આયંગરજીપ્રેરિત પ્રોપ્સનો ઉપયોગ અસમર્થ દર્દીઓના અઘરા આસનો કરાવી લાભ આપવા કરે છે. અનેક જગ્યાએ યોગશિબિર તથા વ્યાખ્યાનો આપેલ છે.
યોગ એ ભારતીય સંસ્કૃતિનું ખૂબ જ જૂનું તથા સોટ પાસે છે. યોગવિદ્યાની શરૂઆત ખૂબ જ પ્રાચીન છે. કોશે અને ક્યારે તેની શોધ કરી તે જાણી શકાયું નથી. આથી આવી ઉપકારક બાબત ઈંવાર દ્વારા કહેવામાં આવી છે એવું સ્વીકારાયું છે.
પંતજલિ યોગશાસ્ત્ર
ભારતી કે. મિસ્ત્રી
યોગનું જ્ઞાન ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર ધીરે-ધીરે વિસ્તરતું ગયું. મહર્ષિ પતંજલિએ તેનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા તથા તે આખા જ્ઞાનને વૈજ્ઞાનિક સ્વરૂપ આપી યોગસૂત્રની રચના કરી. આ રચનાઓ ખૂબ જ ઉચ્ચ કોટિની છે તથા સામાન્ય વ્યક્તિ પણ તેનો અભ્યાસ ખૂબ જ સારી રીતે કરી શકે છે.
મહર્ષિ પંતજલિએ આખા યોગસૂત્રને ચાર ભાગમાં વહેંચી દીધુ છે.
(૧) સમાધિપાદ (૨) સાધનપાદ (૩) વિભૂતિપાદ
(૪) કૈવલ્યપાદ
આ દરેક ભાગને વિસ્તૃત રીતે જાણીએ. (૧) સમાધિપાદ :
સમાધિપાદના પ્રથમ સૂત્રમાં પંતજલિમુનિ અનુશાસનની વાત કરે છે એટલે કે યોગ એ અનુશાસન છે એમ જણાવી યોગની વ્યાખ્યા
કરે છે.
‘યોગઃ ચિત્તવૃત્તિનિોધઃ' એટલે ચિત્તને નાના પ્રકારની વૃત્તિ અર્થાત સ્વરૂપો ધારણ કરતું અટકાવવું એને યોગ કહે છે. અહીંયા ચિત્તની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ચિત્તને મન, બુદ્ધિ અને અહંકારથી ઓળખી શકાય છે. ચિત્તમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય છે તથા વૃત્તિઓથી કર્મો થાય છે, કર્મોના લીધે નવી વૃત્તિ પેદા થાય આમ આ ચક્ર ચાલ્યા કરે છે. યોગથી આ ચ રોકી શકાય છે.
–
મહર્ષિ પંતજલિ સુખ દુઃખના કારણરૂપ પાંચ પ્રકારની ચિત્તવૃત્તિ ગણાવે છે તે આ પ્રમાકો છે.
૨૦૧૮
(૧) પ્રમાણ : પ્રમાણ એટલે સત્યજ્ઞાન જે બીજાને કહી શકાય. તેમાં ત્રણ પ્રકાર પડે છે પહેલું પ્રત્યક્ષ પ્રમાણ, જેમાં ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે, બીજું અનુમાન પ્રમાશ જેમાં પદાર્થમાં એલા કુશના લીધે પદાર્થનું જ્ઞાન થાય છે અને ત્રીજું આગમ પ્રમાણ જેમાં વેદ કે
ફેબ્રુઆરી
સરોવરના શાંત પાણીને વાયુ ખળભળાવી મૂકે છે અને તેથી તેમાં પડતા પ્રતિબિંબો આભાસી બને છે તેવી જ રીતે ચિત્તવૃત્તિ મનને અશાંત બનાવી દે છે મનની સ્થિરતા મેળવવા માટે જે પ્રયત્ન આકરવામાં આવે તેને અભ્યાસ કહેવામાં આવે છે. મન સ્વભાવથી
જ ચંચળ છે તેને કોઈ એક ધ્યેયમાં સ્થિર કરવા માટે વારંવાર પ્રયત્ન કરવો પડે છે તેને અભ્યાસ કે પુનરાવંતન કહેવાય છે. મહર્ષિ પતંજલિ કહે છે કે અભ્યાસનું લાંો સમય નિરંતર, ઉત્સાહપૂર્વક સેવન કરવાથી જ દઢતા આવે છે. આથી યોગાભ્યાસીઓએ સાધનાથી ક્યારેય થાકવું નહિ.
ઉપરાંત વૈરાગ્યનું ભારતીય સંસ્કૃતિમાં આગવું મહત્ત્વ છે જેમાં સાધક પાંચેય ઈન્દ્રિયો પર સંપૂર્ણપણે વિજય પ્રાપ્ત કરે છે. કોઈ પણ વસ્તુ પ્રત્યે કોઈ પણ પ્રકારનું આકર્ષણ રહેતું નથી. આ પણાં જીવન
કોઈ સત્યવાદી વચનોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
:
(૨) વિપર્યય ઃ વિપર્યય એટલે મિથ્યાજ્ઞાન. ઈન્દ્રિયોની મર્યાદાને લીધે જે વસ્તુ જેવી હોય તેવી કાયમ દેખાતી નથી. જેમ કે ખોટા અનુમાન કે કલ્પનાથી કરેલુ રોગનું નિદાન વિપર્યય કહેવાય.
(૩) વિકલ્પ ઃ વિકલ્પ એટલે કલ્પના, સત્ય હકીકતના આધાર વિના કલ્પના કે તરંગો દ્વારા વર્ણન કરાય. પોતે લાખો રૂપિયા ખર્ચી રહ્યો છે એવા તરંગથી ખુશ થતો ગરીબ માનવી
(૪) નિંદ્રા : જે સમયે મનુષ્યને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી તે જ્ઞાનના અભાવવાળી સ્થિતિ. સમાધિમાં અને યોગની ઉચ્ચતમ
સ્થિતિ પ્રાપ્ત કરવામાં બાધક છે.
(૫) સ્મૃતિ ઃ જોયેલી કે અનુભવેલી વસ્તુને મનમાં બરાબર યાદ રાખવી તે.
મહર્ષિ પતંજલિ દુ:ખ કે ક્લેશ જન્માવતા ચિત્તવૃત્તિના પાંચ કારણો સમજાવે છે, તે આ પ્રમાણે છે. (૧) અવિદ્યા એટલે અજ્ઞાન (૨) અસ્મિતા જે વ્યક્તિની મર્યાદા અને સમૂહથી એને જુદો પાડતી વિશિષ્ટતા છે (૩) રાગ-આસક્તિ કે ભોગની ઈચ્છા (૪) દ્વેષ બીજાની ઈર્ષા કે ધૃણા અને (૫) અભિનિવેશ એટલે કોઈ પશ ઘડીએ મૃત્યુ આવી પહોંચશે અને સુખ - આનંદ તૂટશે એવા ભયને
કારણે તીવ્ર બનતી ઝંખના.
૫૫