SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ – વિશેષાંક - યોગ માર્ગનું આધ્યાત્મિક રહસ્ય આચાર્યશ્રી કલાપ્રભસૂરીશ્વરજી આચાર્ય શ્રી ક્લાપ્રભસૂરી અચલગચ્છાધિપતિ ગુણસાગરસૂરીશ્વરના શિષ્યરત્ન છે અને વર્તમાનના અચલગચ્છના આચાર્યપદે છે. જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ‘ગુણભારતી’ નામનું સામાયિક પ્રકાશિત થાય છે. તેઓએ ૧૦૦ જેટલા પુસ્તકોનું લેખન-સંશોધન સંપાદન કરેલ છે. આ જગતમાં મુખ્ય બે તત્ત્વો વિદ્યમાન છે. (૧) જીવ અને (૨) અવ. ચેતના... ચૈતન્ય લકાને જીવતત્ત્વ કહેવાય. જેનામાં ચેતન શક્તિ નથી તે અચેતન - અજીવ (જડ-પુદ્ગલ) કહેવાય. આપશે નાના હતા.... બાલમંદિરમાં દાખલ થયા કે આપણને કાવ્ય પંક્તિ શીખવાડાતી. એકડે એક... બગડે બેય. જ્યાં જીવ - ચૈતન્ય એક જ છે ત્યાં પરમાનંદ છે. પણ જ્યાં જીવ અને અજીવ બે છે. ત્યાં આત્માની સાચી ઉન્નતિનું કાર્ય બગડે છે. અર્થાત્, સંસાર પરિભ્રમણ વધે છે. જેથી સંસારમાં અંતે દુઃખ દુઃખ ને દુઃખ જ પ્રાપ્ત થાય છે. બે ના સંયોગે આત્માનું કામ બગડે છે. કર્મબંધ થાય છે. પરિણામે પરલોકનું સર્જન... પુનરપિ જનનં પુનરિપ મરણં એ રીતે અગણિત જન્મ મરણોની પરંપરા સર્જાય છે. આ જીવ માનવ...દેવ...તિર્યંચ અને નરકરૂપ ગતિઓને સર્જતો રખડપટ્ટીરૂપ અકલ્પનીય દુઃખો ભોગવતો રહે છે. - જ્ઞાની ભગવંતોએ માનવને મુખ્ય આત્મા, કર્મ અને મોક્ષ એ ત્રા પદાર્થો ઉપર ચિંતન કરવાનું કહેલ છે. આ ત્રણે સ્થાનના બેબે વિભાગ થાય તે આ મુજબ. ૧. મારું નામ અરૂપી આત્મા ૨. હું આત્મા શાશ્વતે... નિત્ય છું. ૩. હું કર્મનો (વ્યવહારથી) કર્તા છું. ૪. કર્મનો (વ્યવહારથી) ભોક્તા છું. ૫. મારે મોક્ષ છે અને પુણ્યના યોગે મનુષ્ય જન્મ પામ્યા પછી પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનું શાસન મળ્યું. ઉપકારી તારક, ત્યાગી - વૈરાગી પંચ મહાવ્રતધારી સદ્ગુરુ મળ્યા. અહિંસા મૂલક જૈન ધર્મ મળ્યો. એના કારણે જે અનંતા જન્મ મરણના ભવોમાં કર્મક્ષય માટે પુરુષાર્થ ન થયો જે હવે એક જ માનવભવમાં અલ્પકાળ માટે મોકો મળ્યો છે. હવે એક એક કર્મ દલિકોનો ક્ષય કરવા દર્શન - જ્ઞાન - ચારિત્ર - તપની વિશિષ્ટ રીતે આરાધના કરી કર્મ નિર્જરા કરી... બાહ્ય - આત્યંતર તપના પ્રકારમાંથી રોજ વિવિધ રીતે આરાધના કરી કર્મયોગેશાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અંતરાય કર્મરૂપ થાતી કર્મોનો ક્ષય કરીએ તો. આત્મા કેવળદર્શન – કેવલજ્ઞાનનો માલિક થાય. પછી તો... માત્ર રોષ રહે તે અધાની કર્મના ક્ષય માટે પ્રયત્ન કરવાનો રહે. - અને દેવ - નરકની અગણિત મુલાકાતો ઘણી રખડપટ્ટીઓ બાદ અંતિમ સ્ટેશનરૂપ દુર્લભ એવી પંચેન્દ્રિય રૂપ મનુષ્ય ગતિમાં આવ્યો છે. ૬. મોક્ષ પ્રાપ્તિના ઉપાયો છે. આ એક સમાન છે સત્ય વાર્તા છે પણ તેના (આત્માના) પ્રારંભની તિથિ - વાર - મહિનો - ઋતુ - સંવતની કોઈ નોંધ મળતી નથી. પછી કુંડલી કે ફ્લાદેશની વાત જ નકામી. અવ્યવહાર રાશિમાં અનંતકાળ નિવાસ કર્યા પછી આત્મા વ્યવહાર રાશિમાં આવ્યો. સૂક્ષ્મ નિર્ગોદમાંથી બાદર નિર્શાદમાં આવ્યો. પ્રત્યેક વનસ્પતિમાંથી સામાન્ય વનસ્પતિમાં આવ્યો. એકેન્દ્રિય - વિકલેન્દ્રિય - બેઈન્દ્રિય - તેઈન્દ્રિય - ચૌઈન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય ફેબ્રુઆરી ૨૦૧૮ આત્માની જન્મ-મરણની શરીરરૂપી ગાડી કિનારે આવી ગઈ છે. આત્માને સિદ્ધપદ - મોક્ષ પ્રાપ્ત કરવા હવે ઉચ્ચ - નીચકુળ, પુલિંગ - સ્ત્રીલિંગાદિ કાંઈ જ નડતું નથી. કર્મક્ષય એજ છેલ્લામાં છેલ્લી કન્ડીશન છે. જો મન કોઈ સ્થળે અટવાઈ ગયું તો પણ ગાડી મોક્ષના બદલે દેવગતિમાં પહોંચી જાય. ત્યાંથી મોક્ષ જવા મનુષ્ય ગતિમાં જન્મ લેવો જ પડે. માટે દેવગતિની લાલસા ન કરાય. જૈન દર્શન એક એવું દર્શન છે કે તેમાં કોઈની પણ કાંઈ લાગવગ કામ આવતી નથી. કર્મ બાંધનારને જ બધા કર્મ ભોગવવા પડે છે. આ રીતે આ જીવ જે ક્ષણે પોતાના બાંધેલા કર્મ સંપૂર્ણ ભોગવી લીધા હોય તે જ ક્ષણે એ ૧૪ રાજલોકના અગ્રભાગ ઉપર ક્ષણવારમાં સિંહશિલા પરના અજરામર સ્થાનને પ્રાપ્ત કરી લે છે. ત્યાં ગયા બાદ ફરી કોઈપણ જાતની ક્રિયા - કર્મબંધ કે ફરી જન્મ લેવા માટેની પ્રવૃત્તિ કરવી પડતી નથી. મનને વશ કરવું તે યોગ : માનવ જન્મમાં મન વચન અને કાયા એ વિશિષ્ટ શક્તિઓ પ્રાપ્ત થયેલ છે. આધ્યત્મ કલ્પદ્રુમ આદિ ગ્રંથ મુજબ મનોવશત્વમ્ પરો હિ યોગ : અર્થાત્ ચંચળ મનને વશ પ્રાં જીવન ૪૯
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy