SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક શકાય છે. કાઉસગ્ગ આત્મામાં રહેલા દોષોને, દુર્ગુર્ગાને દૂર કરે છે અને ગુણોની વૃદ્ધિ કરે છે. કાઉસગ્ગથી આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધિમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતા, સંપૂર્ણ શુદ્ધિ થતા મુક્તિ પ્રાપ્ત થાય છે. જે દોષો કે અતિચારોની શુદ્ધિ એકલા પ્રતિક્રમણથી પણ થતી નથી, તે શુદ્ધિ કાર્યોત્સર્ગથી થાય છે. કાઉસગ્ગમાં શરીરની સ્થિરતાની સાથે ચિત્તની એકાગ્રતાનું અનુસંધાન થતા ચિંતનધારા વધુ ઉત્કટ ને વિશેષ હલવતી બનેં છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉગ્ર તપશ્ચર્યા કરે છે. એ જોઈ શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને કરેલા પ્રશ્નનો જવાબ ભગવાન બે વખત જુદો જુદો આપે છે. શુભ વિચારધારામાંથી અશુભ વિચારધારામાં રાજર્ષિ એટલા નીચે ઉતરી જાય છે કે જો તે વખતે દેહ છોડે તો સાતમી નરકે જાય, પરંતુ તત્ક્ષણ પોતાની સાધુ અવસ્થાનું ભાન થતા પાછા શુભ વિચારધારામાંથી શુભ ધ્યાનની પરંપરાએ ચડવા લાગે છે. આત્મસ્વરૂપની ચિંતવનામાં લીન થાય છે. જો તેઓ તે વખતે દેહ છોડે તો સર્વથસિદ્ધમાં દેવગતિ પામે. પરંતુ રાજર્ષિ શુભ ચિંતનધારામાં ઉંચે ઉડતા ગયા અને શુક્લધ્યાનમાં પહોંચી કેવળજ્ઞાન પામ્યા. આ પ્રકારનું શુભાશુભ ધ્યાન વખતે રાજર્ષિ કાયોત્સર્ગમાં ન હોત તો કદાચ આટલા તીવ્રતા શુભાશુભ પરિણામની શક્યતા અને અશુભમાંથી શુભમાં જવાના પરિવર્તનની આટલી ત્વરિત શક્યતા ન હોત. કાઉસગ્ગ ધ્યાનની આ જ વિશેષતા છે. સંયમની આરાધના માટે ત્રા પ્રકારની ગુપ્તિ બતાવવામાં આવી છે : મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. કાયગુપ્તિ બે પ્રકા૨ની છે ઃ એકમાં શરીરની કોઈ પણ પ્રકારની ચેષ્ટાનો સર્વથા અભાવ હોય છે અને બીજા પ્રકારની કાયગુપ્તિમાં શરીરની ચેષ્ટાઓ ૪. નિયંત્રિત હોય છે. પ્રથમ પ્રકારની કાયગુપ્તિમાં જો ધ્યાન ઉમેરાય તો તે કાઉસગ્ગ બને છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ દ્વારા ઉપસર્ગનો ભય હોય અથવા ભૂખ, તરસ વગેરે પરિષહનો સંભવ હોય તો પણ કાયાને અડોલ રાખવામાં આવે તો એવી કાયગુપ્તિ કાર્યોત્સર્ગ બની રહે છે. આમ કાયગુપ્તિ અને કાયોત્સર્ગ વચ્ચે ભેદ બતાવવો હોય તો એમ કહી શકાય કે જ્યાં જ્યાં કાઉસગ્ગ છે ત્યાં ત્યાં કાયગુપ્તિ અવશ્ય રહેલી છે. પરંતુ જ્યાં જ્યાં કાયગુપ્તિ છે ત્યાં ત્યાં કાઉસગ્ગ હોય કે ન પણ હોય. કાર્યોત્સર્ગ કરવામાં અર્થાત્ શરીરને સ્થિર કરવામાં સાધકે કેટલાક દોષોનું નિવારણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં એવા ૧૬ પ્રકારના અતિચાર દર્શાવ્યા છે. જેમ કે ઘોટકપાદ અતિચાર' એટલે કે ઘોડો જેમ થાક ખાવા એકાદ પગ ઊંચો રાખીને ઉભો રહે છે તેવી રીતે ઊભા રહેવું; 'ફુગ્ગાશ્રિત' એટલે કે ભીતને અઢેલીને ઊભા રહેવું; ‘કાકાવલોકન' એટલે કે કાગડાની જેમ આમતેમ નજર કરતા કરતા કાઉસગ્ગ કરવો; ‘લતાવક્ર' એટલે કે લતા અથવા વેલ પવનથી જેમ આમતેમ વાંકી ઝૂલે તેવી રીતે શરીરને હલાવતા કાઉસગ્ગ કરવો. આવા અતિચારો ન લાગે તેવો કાઉસગ્ગ કરવો જોઈએ. સાધકે કાર્યોત્સર્ગ પોતાની શક્તિ અનુસાર કરવો જોઈએ, ક્ષેત્ર અને કાળને અનુલક્ષીને સાધકે કાસળ દ્વારા દોષોને નિર્મૂળ કરતા જઈ આત્મિક રાક્તિ વિકસાવવી જોઈએ. કાર્યોત્સર્ગમાં કર્મની નિર્જરા થતા આત્મિક શક્તિ ખીલે છે. વળી કાઉસગ્ગથી ચેતનાશક્તિનો વિસ્તાર પણ સાધી શકાય છે. આચાર્ય કુંદકુંદદેવ ‘નિયમસાર'માં કહે છે - આત્માને આત્મામાં જોડવો તે યોગ છે. विवरीयाभिनिवेस परिक्ता जोष्ठकहियतच्चेसु । जो जुंजदि अप्पाणं णियभावो सो हवे जोगो ।। १३९ । | नियमसार un સંકલન : જીનતત્ત્વ અર્થ : વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્વોમાં આત્માને જોડે છે તેનો નિજભાવ તે યોગ છે. જેણે મિથ્યાત્વના પોષક એવા કુદેવ આદિનો આદર છોડી સાચા દેવ ગુરુ તથા સર્વજ્ઞ ભગવંતે કહેલા તત્વો પર શ્રદ્ધા કરી છે, નવ / સાત તત્ત્વો જાણીને શુદ્ધ આત્મા જ આદરણીય છે એવી નિઃશંકપણે શ્રદ્ધા કરી છે તેણે નવ તત્ત્વ અને છ પે દ્રવ્યમાં સારરૂપ શુદ્ધાત્મતત્ત્વમાં આત્માને જોડ્યો છે. મિથ્યાત્વ આદિ આસવોને જીતીને સંવર - નિર્જરારૂપ શુદ્ધ પર્યાયને પ્રગટ કર્યો છે. પુણ્ય, પાપ, આસવ, બંધથી જુદો પાડીને સ્વમાં એકાગ્ર થયો છે, તેણે નવ તત્ત્વોનો ખરેખર જાણ્યા છે. આનું નામ સાચો યોગ છે. પુણ્ય - પાપ આસવ - બંધનું કારણ છે. તેનાથી રહિત એકલા ચૈતન્યના આશ્રયે થતા ભાવ તે સંવર - નિર્જરા છે. તે નવ તત્ત્વને યથાર્થપણે જાશી, નિર્વિકલ્પ ઉપયોગનું કારણ એવા નિજ આત્મામાં આત્માને જોર્ડ છે, એકાગ્ર થાય છે તેનો નિજ ભાવ તે યોગ છે અર્થાત્ સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર છે. પણ જીવા ફેબ્રુઆરી - ૨૦૧૮
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy