SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક પ્રભુને દીક્ષા લેવા વિનંતી કરી. ત્યારથી એક વર્ષ સુધી વર્ષીદાન આપ્યું. પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા અને માગસર સુદિ ૧૦ મી તિથિના શુભ દિવસે પ્રભુ શિબિકામાં આરૂઢ થઈને દીક્ષા લેવા નીકળ્યા. જ્ઞાતખંડ વનમાં પહોંચીને શિબિકામાંથી નીચે ઉતરીને અશોકવૃક્ષ નીચે, વસ્ત્ર-અલંકાર-આભૂષણ આદિનો ત્યાગ કરીને સ્વયં પંચમુખી કેશલુંચન કરીને સિદ્ધ પરમાત્માની સાક્ષીએ “કમિ સામાઈયે' ભિષ્મ પ્રતિજ્ઞા વડે સર્વ વિરતિ ધર્મની પ્રતિક્ષા કરીને પ્રભુએ દીક્ષા લીધી - છઠ્ઠના પચ્ચક્ખાણ કર્યા. પરમાત્મા મહાવીર પ્રભુનો સાધનાકાળ – વીર પ્રભુના જીવનનો સૌથી મહત્ત્વનો તબક્કો દીક્ષા લીધા પછી હવે શરૂ થશે. જો કે દરેક તીર્થંકરનો ચ્યવન - જન્મથી જ તીર્થંકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિનો ઉદય તો થઈ જ જાય છે. પરંતુ છેવટે તો તે પુષ્પની જ પ્રકૃતિ છે. માત્ર એકલા પુણ્યના ઉદયે કંઈ ભગવાન થઈ નથી જવાતું, જૈન ધર્મમાં ભગવાન થવાની એક વિશિષ્ટ પ્રક્રિયા છે. જે દુનિયાના બીજા કોઈ ધર્મમાં છે જ નહીં. પૂર્વના ત્રીજા ભવે વીસસ્થાનકની આરાધના - વિશિષ્ટ તપાદિ પૂર્વક કરીને અને સાથે - સાથે જગતના સર્વ જીવોનું કલ્યાન્ન કરવાની પ્રબળ ભાવનાને ભાવદયારૂપે ચિંતવીને એક તરફ જેટલું પ્રબળ પુણ્ય ઉપાર્જન કરે છે તેટલી જ નિર્જરા પણ કરવી પડે છે. આ રીતે તીર્થંકર નામકર્મની વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિ ઉપાર્જન કરીને જે આત્મા અંતિમભવમાં આવે છે. તે નિશ્ચિતપણે ભગવાન - તીર્થંકર બને જ છે. પરંતુ એ માટે અનિવાર્યપણે તેમને પણ સાધના તો કરવી જ પડે છે. જો ઉત્કૃષ્ટકક્ષાની આવી સાધના ન કરે તો કર્મ ક્ષય ન થાય અને કર્મ ક્ષય વિના કૈવલ્યની, વીતરાગતાની વગેરે ગુોની પ્રાપ્તિ થવી સંભવ જ નથી. બાહ્ય અને આત્યંતર તપ : વીર વિભુએ દીક્ષા લીધા પછી ઉગ્ર તપશ્ચર્યા આદરી. ઉપવાસ, આયંબિલ, આદિ છ પ્રકારના બાહ્ય તપ છે - જ્યારે પ્રાયશ્ચિત, વિનય - વૈયાવચ્ચ - સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ વગેરે છ આવ્યંતર પ્રકારના તો છે. બન્ને નિર્જરાકારક છે. પરંતુ બંનેના પરિણામોમાં ઘણો ફરક છે. દેહની પ્રાધાન્યતા પૂર્વક થતા બાહ્યતપમાં નિર્જરાની ટકાવારી કરતા સ્વાધ્યાય - ધ્યાય - કાયોત્સર્ગ આદિ આપ્યંતર તપ દ્વારા થતી નિર્જરાની ટકાવારી ઘણી વધી જાય છે. આઠ કર્મોમાંથી ચાર ઘાતી કર્મો છે. પ્રથમ તબક્કે આ ચાર ઘાતી કર્મોનો જ થાય કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવે છે. અને તે ચા૨ થાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થઈ જવાથી જ તે આવરોની નીચે દબાયેલ શાન – દર્શન આદિ ચારેય ગુણો પૂર્ણરૂપે પ્રગટ થઈ જાય છે. ગુણો તો સત્તામાં હોય જ છે. દ્રવ્ય સાથે ગુણો અવિનાભાવપણે એ છે. આત્મા દ્રવ્ય - પદાર્થ છે અને જ્ઞાન - ૨૬ દર્શન - ચારિત્રાદિ તેના ગુણો છે. માત્ર આવર્ષીય કર્મો વડે આચ્છાદિત છે. આત્મા તે તે ગુણના આચરણપૂર્વકનું આચરણ કરે તેથી તે તે ગુડ્ડા ઉપરના આવર્ગીય કર્મનો ક્ષય થાય છે અને આત્મગુણ પ્રગટ થતાં જાય છે. સૂર્યોદય થતા જેમ જેમ ધીરે ધીરે સૂર્ય ઉદિત થતા ચઢતો જાય છે, તેમ તેમ ચારેય બાજુનો અંધકાર ઘટતો જાય છે. અને થોડી ક્ષણોમાં તો સૂર્ય સંપૂર્ણ ઉદય થઈ જાય છે ત્યારે પૃથ્વીતલ ઉપર ચારેય બાજુ પ્રકાશ પમરી જાય છે. ઠીક એવી જ પ્રક્રિયા આત્મામાં પણ છે. આત્મા સૂર્યરૂપે છે. તેના જ્ઞાન - દર્શનાદિ ગુોનો પ્રકાશ ધીરે ધીરે વધતો જાય છે. ક્ષાયોપશમિક ભાવની કક્ષામાં નિર્જરા ધીરે ધીરે થોડી થોડી જેમ જેમ થતી જાય છે તેમ તેમ કર્યાવરણ ઘટના ઘટતા આત્મગુશીનો પ્રકાશ પણ વધતો જાય છે. શાર્યાપશમિક કરતાં શાયિકભાવની કક્ષા ઘણી તીવ્ર અને વધારે તેજ છે. ક્ષપકશ્રેણી માંડનારા જ્યારે શાયિકભાવપૂર્વક કર્મોનો ક્ષય કરતા જાય છે ત્યારે ઘણાં મોટા પ્રમાણમાં વધુમાં વધુ નિર્જરા થાય છે. લાયોપાશમિકભાવ વર્ડ કરાતી નિર્જરામાં કોઈ પણ કર્મની પ્રકૃતિ સમૂળ - સંપૂર્ણ નષ્ટ નથી થતી. થોડા પ્રમાણમાં કર્મનો ક્ષય થાય છે. જ્યારે ઘણાં પ્રમાણમાં કર્મ એમને એમ રહે છે. ક્ષયોપશમ - એ બે શબ્દો ભેગા થઈને જ બનેલો છે. ક્ષય એટલે નાશ અને ઉપશમ એટલે દબાવી રાખવો. થોડા અંશનો ક્ષય (નાશ) તો થાય જ છે. પરંતુ ઘણો અંશ દબાયેલો પડ્યો રહે છે. જ્યારે ક્ષય કરવાવાળો પોતાના દૃઢ નિર્ધાર પ્રમાણે સંપૂર્ણ ક્ષય - સમૂળ અને સર્વથા થય જ કરવાનો લક્ષ્ય રાખે તો તે પ્રમાણે પરિણામ મળે છે. પ્રથમ ગુણસ્થાનથી સાતમાં ગુશસ્થાન સુધી ક્ષર્ષાપામ ભાવથી જ કર્મ નિર્જરા ક૨વામાં આવે છે. જ્યારે આઠમાં ગુશસ્થાનકથી ક્ષેપકશ્રેણી શરૂ કરી લેનારો સાધક નિર્જરાની માત્રા હજાર ગણી વધારી દે છે. લક્ષ્ય જ બદલાઈ જાય છે. કર્મો માટે વધુ તીવ્રતા, ઉત્કૃષ્ટભાવી લાવીને ક્ષેપકશ્રેણી ઉપર આરૂઢ થાય છે અને કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરતા કરતા બારમાં ગુણસ્થાને પહોંચીને વીતરાગી થઈ જાય છે. અર્થાત મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી વીતરાગતા પ્રગટે છે. અને ૩ બીજા ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થઈ જવાથી કેવળજ્ઞાન - દર્શન - અનંતવીર્ય ગુણ પ્રગટે છે. તે૨માં ગુણ સોપાની કેવળી બની જાય છે. ત્યાં જીવનનો લાંબો સમય વિતાવે છે. અને મૃત્યુકાળ અર્થાત આયુષ્યની સમાપ્તિનો કાળ આવવા પહેલા, બાકી રહેલા ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી શૈલેષીકરણ કરી આત્મા મુક્ત થઈ જાય છે. આ પ્રક્રિયા માત્ર મહાવીર સ્વામી અથવા કોઈ ભગવાન વિશેષ પૂરતી સીમિત નથી. બધાના માટે એક જ પ્રક્રિયા છે. કોઈ પણ કરીને મોક્ષે જઈ શકે છે. ફેબ્રુઆરી ૨૦૧૮ પ્રજીવા
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy