SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ફરી પાછા મનુષ્ય ગતિમાં પધાર્યા. આ વખતે વિમલ રાજકુમાર બન્યા. દીર્ઘાયુષી છે. આ વખતે આ ભવમાં એવા કોઈ મોટા ભારે પાપો નથી કર્યા અને કોઈ એવા ભારે કર્યો પણ નથી બાંધ્યા. જેથી આગળના બીજા ભવો બગડ્યા નથી. ત્રેવીસમાં ભર્વ પ્રિયમિત્ર ચક્રવર્તી બન્યા. આ ભવમાં તેમનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. સ્વયં રાજપાટ વગેરે ભોગવી ને કાળ પૂરો કરીને પોઠિલાચાર્ય પાસે દીધા લે છે. અને ૧ કરોડ વર્ષ સુધી ચારિત્ર પાળે છે. દીક્ષા લઈ લીધી અને સાધુ બની ગયા એટલે સર્વ વિરતિના પચ્ચકખાણ જ થઈ ગયા. તેથી હવે બીજા કોઈ મોટા ભારે પાપો કરવાનો તો સવાલ જ નથી ઉર્ષો થતો. ચારિત્રાચારની સાથે તપાચાર ખૂબ સારા મોટા પ્રમાણમાં જોડી દેતા નિર્જરાનું પ્રમાણ પણ ઘણું સારૂ વધારી દીધુ. જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક ચોવીસમો ભવ દેવતિમાં મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં કરીને સત્તર સાગરોપમનું આયુષ્ય સુખમાં વીતાવે છે. છવ્વીસ ભવોમાં સૌથી વધુ મહત્ત્વનો સારામાં સારો પચ્ચીસો ભવ થાય છે. નંદન નામે જિતશત્રુ રાજાનો પુત્ર રાજકુમાર બંને છે. પચ્ચીસ લાખ વર્ષોના આયુષ્યમાંથી ચોવીસ લાખ વર્ષોનો કાળ સંસા૨માં વીતાવીને પછી દીક્ષા લઈને નંદન રાજર્ષી બને છે. એક લાખ વર્ષોના કાળમાં ૧૧૮૦૬૪૫ માસક્ષમણો કરે છે. આટલી મોટી સંખ્યામાં માસક્ષમણો સાથે સવી જીદ કરૂં શાસન રસીની ભાવના ભાવીને દૂધમાં સાકર ઉમેરી છે. આનાથી એક તરફ તેમને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને સાથે-સાથે બીજી બાજુ મોટા પ્રમાણમાં નિર્જરા કરી કર્મ ક્ષય કર્યો છે. વીર પ્રભુની તપાધિક્યતા : આગમ શાસ્ત્ર તેમજ ત્રિષષ્ઠીશલાકા વગેરે ગ્રંથોમાં વીરપ્રભુના ચરિત્રની જે વિગતો મળે છે તે મુજબ સોળમાં ભવમાં, ત્રેવીસમાં, પચ્ચીસમાં અને સત્યાવીસમાં ભવ - આ મુખ્ય ચાર ભામાં જે આ મુખ્ય ચાર ભવોમાં જે તપશ્ચર્યાઓ કરી છે, તે ખૂબજ ઉત્કૃષ્ટ કક્ષાની તપશ્ચર્યા કરી છે. સોળમાં વિશ્વભૂતિના ભવમાં દીક્ષા લઈ સાધુ બનીને ધણાં માસક્ષમણી કર્યા હતા. બાવીસમો ભવ મનુષ્યગતિમાં જ થયો હતો. વિમલ રાજકુમાર બન્યા હતા. પરંતુ ચારિત્રની વધુ વિગતો વિસ્તારથી ઉપલબ્ધ નથી થતી ત્રેવીસમો ભવ પ્રિયમિત્ર ચક્રવર્તીનો હોવા છતા પણ તેઓએ છ ખંડની રાજગૃહી બધી તજીને દીક્ષા લીધી હતી. ૮૪ લાખ પૂર્વના સુદીર્ઘ આયુષ્યમાં તેઓએ એક ક્રોડ વર્ષો સુધીનું ઉત્તમ ચારિત્ર પાળ્યું છે. એમાં કેટલી તપશ્ચર્યા કરી તેના આંકડા નથી મળતા. પરંતુ તપસ્વી મહાપુરુષ હતા. પચ્ચીસમાં નંદન રાજર્ષીના ભવનો તથા તેમાં સૌથી વધુ ઉત્કૃષ્ટ કક્ષાની જે તપશ્ચર્યા કરી હતી દરેક ભવમાં મોટા-મોટા લાંબા ફેબ્રુઆરી . ૨૦૧૮ સુદીર્ઘ આયુષ્યો મેળવ્યા છે. જ્યારે છેલ્લા સત્તાવીસમાં ભવમાં ફક્ત ૭૨ વર્ષોનું જ સાવ નાનકડું આયુષ્ય મેળવ્યું અને તેમાં પણ તપથર્યા કરવાનો કાળ ફક્ત સાડા બાર વર્ષોનો જ રહ્યો, પરંતુ સાવ જ આટલા નાનકડા સાડાબાર વર્ષોના કાળમાં તેમણે જે ઉગ્ર અને ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી છે તે અને તેટલી તપથયું બીજા ત્રેવીસ તીર્થંકરોના જીવનમાં નથી દેખાતી. વીર પ્રભુનો અંતિમ ભવ : ચ્યવન કલ્યાકાઠે : વન એટલે પૂર્વ ભવનું દેહ છોડીને બીજો જન્મ લેવા માટે આવીને માતાની કુશીમાં પ્રવેશવું. નયસાર - મરીચિના ભવથી આગળ વધતા છવ્વીસમાં ભવે દસમાં પ્રાત દેવલોકમાં ૨૦ સાગરોપમની સ્થિતિવાળા તે દેવ સ્વરૂપે છે. ત્યાં તેમનું આયુષ્ય પૂર્ણ થતા દેવી વૈક્રિય શરીર છોડીને આત્મા જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડમાં ભારતદેશમાં હકીકતમાં તો સિદ્ધાર્થ રાજાના રાજદરબારમાં માતા ત્રિશલા મહારાણીની કુક્ષીમા જ આવવાનું હતું. પરંતુ દેવલોકમાંથી નીચે ઉતર્યા પછી અધવચ્ચે થોડું બચેલુ નીચગોત્ર કર્મ ઉદયમાં આવી જતા ઋષભદત્ત બ્રાહ્મણના ઘરે દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં પધાર્યા. આ પ્રભુનું ખાસ ચ્યવન થયું અને દેવોએ ઈન્દ્રાદિકોએ દેવલોકમાં તે પ્રસંગને અર્થાત પ્રભુના વનને કહ્યાશક રૂપે ઉજવ્યું. નમુત્યુગ્રંથી સ્તુતિ સ્તવના કરી તે અષાઢ સુદ ૬ ની રાત્રી હતી. જગતમાં આવો ચ્યવન કલ્યાણક રૂપે પણ એક માત્ર તીર્થંકરોના જ મનાવવામાં આવે છે. જન્મ કલ્યાણક : ચ્યવન થતા વીર પ્રભુની આત્મા દેવાનંદાની કુક્ષીમાં આવ્યા પછી ૮૨ દિવસ સુધી રહ્યા. બસ નીચ ગોત્રની કાલાવિધ એટલી જ બાકી હતી. તેવા સમયે ઈન્દ્ર હરિગમબીને કહીને પ્રભુનું ગર્ભ પરિવર્તન ત્રિશલા મહારાણીની કુશીમાં કરાવ્યો. અંતે ૯ માસ અને સાડાસાત દિવસ પછી ગર્ભકાળ પૂર્ણ થતા ત્રિશલા માતાએ ચૈત્ર સુધી ૧૩ની રાત્રીએ વીર પ્રભુને જન્મ આપ્યો. મેરૂ પર્વત પર ૬૪ ઈન્દ્રીએ જન્માભિષેક મહોત્સવ ઉજવ્યો, ૨૮ વર્ષની ઉંમરે માતા-પિતાનો સ્વર્ગવાસ થયો. યોગ્ય અવસર સમજીને દીક્ષા લેવા માટે વડીલબંધુ નંદીવર્ધનભાઈને વિનંતી કરતા તેમને બે વર્ષ રોકાઈ જવા આગ્રહ કર્યો. પિતાના અવસાન પછી વડીલબંધ - જ્યેષ્ઠભ્રાતાને પિતાતુલ્ય માની તેમની આજ્ઞાને માન આપીને બે વર્ષ સંસારમાં રોકાયા ખરા. પરંતુ સર્વથા નિસ્પૃહી થઈને રહ્યા. પ્રાસૂક આહાર ગ્રહણ કરતા, સંથારા ઉપર ભૂમિ ઉપર શયન કરતા, અને રાજ-કાજ-સાંસારિક વ્યવહાર આદિ સર્વમાંથી સક્રિય ભૂમિકાનો સર્વથા ત્યાગ કરીને નિસ્પૃહ થઈને રહ્યા. દીક્ષા કલ્યાણક : એક વર્ષ વીતતાં લોકાંતિક દેવોએ આને પ્રશુદ્ધ જીવન ૨૫
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy