SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક કાળમાં જેનો ઉદયકાળ પરિપક્વ થઈ જાય છે તે નીચર્ચાત્ર કર્મ ઉદયમાં આવી જાય છે. અને તરત જ આટલી ઝડપથી જતા જીવાત્માની દિશા વાળી દે છે. જો ૧-૨ સેકંડ પછી આ કર્મ ઉદયમાં આવ્યો હોત તો તો વીપ્રભુનો આત્મા નિશ્ચિતપણે ત્રિશલામાતાની કુશીમાં પ્રવેશી પણ ગયો હોત. પરંતુ નીચગોત્રનો કર્મે છેલ્લો થોડો અંશ પણ ભોગવવાનો બાકી છે તેથી આ કર્મ ગર્ભપ્રવેશ પહેલા જ ઉદયમાં આવે તો જ શક્ય બને. અને છેવટે તે જ બન્યું. નીચગોત્ર કર્મ અધવચ્ચે ઉદયમાં આવીને વીરપ્રભુના જીવને દેવાનંદાની કુલીમાં લઈ ગયો. પૂર્વના ભવોમાં કરેલા પાપો : વીરપ્રભુને અંતિમ ભવમાં જે આટલા બધા ઘોર ઉપસર્ગો થયા, અને આટલા બધા કર્મો ખપાવવા જે ઉગ્ર તપશ્ચર્યા કરવી પડી, આટલા લાંબા કાળ સુધી કર્મો ખપાવવાની જે જહેમત કરવી પડી તેની પાછળ પૂર્વના ભવોમાં કરેલા વધુ પડતા ભારે પાપ કર્મો પણ કારણીભૂત છે. (૧) ત્રીજા મરીચિના ભવમાં કરેલા પાપીની વાત ઉપર થઈ ગઈ છે. ફક્ત તેમાં કપિલને જવાબ દેતા સમ્યક્ત્વ જે વાઈ ગયું છે તેના કારણે કેટલા ભવો વધી ગયા... (૨) સોળમાં વિશ્વવિભૂતિ રાજકુમારના ભવમાં ભયંકર ક્રોધી સ્વભાવના કારણે વિશાખાનંદીને મારવાનું નિયાણું બાંધ્યું. પોર્ત ચારિત્રધારી સાધુ હતા અને માસક્ષમણોના ઉગ્ર તપરસ્ત્રી હતા. એમાં એમનો ક્રોધ એટલી વધી ગયી કે ગાયને ઉપાડીને ફેંકી દીધી અને કે નિયાણું બાંધ્યું કે આવતા ભવે તો તને મારનારી હું જ થાઉં. અને છેવટે બાંધેલા નિયાણા ત્રિપુષ્ઠ વાસુદેવના ભવમાં સિંહને ફાડી નાંખીને મારી નાખ્યો. (૩) ૧૮ માં ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ થઈને એક તરફ તો સિંહ જેવા પંચેન્દ્રિય પ્રાણીને ફાડીને મારી નાખ્યા અને શય્યાપાલકોના કાનમાં તપતુ શીશુ રેડાવીને મારી નાખ્યા. (૪) ૧૯ માં ભવે પરિશામ સ્વરૂપે સાતમી નરકમાં જાય છે. અને ત્યાં ૩૩ સાગરોપો સુધીના લાંબા કાળ સુધી નારકી વેદના પાપોની સજારૂપે ભોગવે છે. (૫) ૨૦ માં ભવે સિંહ થાય છે. તિર્યંચ ગતિમાં હિંસક વૃત્તિધારી બનીને રોજ પંચેન્દ્રિય જીવોની હિંસા કરીને - મારીને ખાવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. હિંસા પ્રાણાતિપાતનું પાપ જ છે. અને પાપ કરનારને ભારે કર્મ બંધાયા વિના તે જ નહીં.. ૨૪ મનુષ્ય જ કહેવાશે, પરંતુ યાચકકુળ લઈને ફરી ફરી ત્રિદંડી બનીને જ જીવન જીવવાના ભવો છે. માટે આ ૫, ૬, ૮, ૧૦, ૧૨ અને ૧૪ માં એવા છ ભવો પાપી કરવાની પ્રાધાન્યતાવાળા નથી પણ કરેલા કર્મોના ફળો ભોગવવાના ભવો છે. તપ –ચારિત્રાદિ ધર્મ કરવાના ભવો : વીર વિભુનો આત્મા ૨૧ મો ભવ ચોથી નરકમાં કરીને બહાર નીકળ્યા પછી નાના-નાના ઘણાં બીજા ભો કરીને ૨૨ માં ભર્યુ પણ જીવા ફેબ્રુઆરી - ૨૦૧૮, (૬) ૨૧ માં ભવે છેવટે એ સિંહનો જીવ મરીને પંકપ્રભા નામની ચોથી નરકમાં જાય છે અને ૧૦ સાગરોપોના યાં લાંબાકાળ સુધી નરકની વંદના ભોગવે છે. શું નરકગતિમાં બધા પાપકર્મો ભોગવાઈને પુરા થઈ જાય છે ? જો નરકમાં જ બધા પાો-કર્મોનો હિસાબ પૂરો થઈ જતો હોય, અને આત્મા ચોખ્ખો થઈ જતો હોય તો શું તે નરકમાંથી જ મોક્ષે જઈ શકે છે? શું નરકના આયુષ્યકાળ જેટલું જ બીજું પાપ હોય છે ? અર્થાત નરકના આયુષ્યનો જેટલો કાળ હોય છે એટલો જ કાળ બીજા બધા કર્મોની પ્રકૃતિઓનો હોય ખરો? નરકમાં આયુષ્યની કાળાવધિ તો ફક્ત ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨ અને ૩૩ સાગરોપમ (સાદા સાગરોપમ વર્ષોનો જ હોય છે. જ્યારે બીજા મોહનીયાદિ સાત કર્મોમાં તે અવિધ કોડા કોડી સાગરોપમોની હોય છે. માટે પૂરેપૂરા કર્મો નરકમાં પૂરા થઈ જ જાય. એવી સંભાવના જ નથી. હા, કર્મ પ્રકૃતિનો એક ભાગ જરૂર પૂરો થાય. બાકીના ભાગો જે બાકી રહે છે તેનું શું થાય? નરકનું આયુષ્ય પૂરૂ થઈ ગયા પછી જીવ નરકગતિમાંથી બહાર નીકળી જાય છે અને તિર્યંચ અથવા મનુષ્યગતિમાં જ આવે છે. દેવગતિમાં જઈ જ ન શકે, અને તરત પાછો નારકી પણ નથી થતો. એટલે તિર્યંચ ગતિમાં જઈને પશુપક્ષી થવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. અને કોઈ વિરલા પુણ્યશાળીઓ માંડ પાંચ થી દસ ટકા જીવા મનુષ્યગતિમાં પણ આવે જ છે. વીર પ્રભુના ૨૭ ભવોમાંથી પાપ પ્રકૃતિ વધુ મુખ્યપણે કરવાના ભી ફક્ત ત્રીજો, સોળો, અઢારમો, ઓગણીસો, વીસમો અને એકવીસમો બસ આ છ ભવો જ છે. હા, ગૌકાપશે ૫, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪ માં ભર્યાની પણ ગણતરી થઈ શકે છે. કારણ કે તે મનુષ્ય ગતિના ભવ છે. અને મનુષ્ય ગતિના કુલ ૧૪ ભવોમાંથી મુખ્યપણે ત્રણ જ ભવ એવા છે કે જેમાં મોટા પાપો કરીને મોટા કર્મો બાંધ્યા છે. જ્યારે છ ભવો મનુષ્યના નીચોત્ર કર્મના ઉદયે બ્રાહ્મણ - યાચક કુળમાં કર્યા. આ ભવ ર્મો બાંધવાની પ્રાધાન્યતાવાળા નથી પણ ત્રીજા ભવે બાંધેલા નીચગોત્ર કર્મનું ફળ ભોગવવાના ભવો છે. અને સાથે સાથે ત્રીજા ભવમાં જ જે ત્રિદંડીપણું ધારણ કર્યું હતું તેના કર્મ સંસ્કારો પણ એટલા ભારે રહ્યા કે ભવિષ્યના બીજા છ મવી ગતિની દૃષ્ટિએ તો
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy