________________
જન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક
આ અંકળાવિદ્વાન સંપાદિકા
ડો. રશ્મિબેન ભેદા
જ્ઞાન મેળવવાની પિપાસા પોતાનામાં સતત જાગૃત રાખનારા ડૉ. રશ્મિબેન ભેદા મૂળ કચ્છના ગામ ગોધરા. કોલ્હાપુર-શિવાજી યુનિવર્સિટીમાંથી તેમને સાયન્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું અને મુંબઈ યુનિવર્સિટીમાંથી ડીપ્લોમા અને એડવાન્સ ડીપ્લોમા જૈનોલોજીનો કોર્સ કર્યો. તેમને યોગ ફિલોસોફી પર પણ ત્રણ વર્ષનો કોર્સ કર્યો છે. જેના ફિલસોફીમાં તેમને એમ.એ. કર્યું છે અને છેલ્લે પી.એચ.ડી પણ યોગા પર જ કર્યું છે. તેમના પીએચ.ડી. સંશોધનનો Quy edl. "Yoga: Way to Achieve Moksha'.
તેમના મહાનિબંધ પર આધારિત પુસ્તક “અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની' જેની આજ સુધી બે આવૃત્તિ પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત “ઉગ્યો મુક્તિનો અરુણોદય : સમ્યગ દર્શન' નામક બીજું પુસ્તક પણ તેમને લખ્યું છે.
માતા ચંચળબેન અને પિતા જાદવજીભાઈ દેઢિયાના સંસ્કારથી તેમના જૈન સંસ્કારો દ્રઢ થયા અને પતિ જીતુભાઈ અને સંતાનો ચૈતાલી અને કુંતલ સુધી તેનો વિસ્તાર થયો છે. ભાઈ કુતર ગુરુદેવ શ્રી રાકેશભાઈના ચીંધેલા માર્ગે અધ્યાત્મ અને સેવા તરફ વળ્યા જ છે.
ડૉ. રશ્મિબેને “જૈન વિશ્વકોશ' માટે ઘણા અધિકરણો માટેનું લેખન કર્યું છે. અનેક જૈન સમારોહ અને જ્ઞાનસત્રમાં તેઓ નિયમિતપણે પોતાનાં સંશોધનપત્ર રજુ કરે છે. ૪-૫ વર્ષથી તેઓ ક.વિ.ઓ. સ્થાનકવાસી મહાજન સંચાલિત જેનોલોજી કોર્સ અને સોમૈયા રીસર્ચ સેન્ટર જૈનોલોજીમાં જૈન ધર્મના વિવિધ વિષયનો અભ્યાસ કરાવતા હતાં. હાલમાં બે વર્ષથી ઉત્તરાધ્યાયન સૂત્રનો ગુરુદેવ શ્રી રાકેશભાઈના વિવેચન અનુસાર અભ્યાસ કરાવે છે. પ્રબુદ્ધ જીવનમાં પણ તેઓ નિયમિત રૂપે લખે છે.
સતત ખંતથી કાર્ય કરવું અને સતત વાંચન-મનન દ્વારા જાતને જાગૃત રાખવાની ખેવાના રશ્મિબેનની જોવા મળે છે. ડૉ. રશ્મિબેન સાથે નિયમિત જ્ઞાનગોષ્ઠી થતી રહે છે અને એવાં જ એક દિવસે મારી ઈચ્છા એમની સમક્ષ રજૂ કરી અને તેમણે એ વચન તરત જ ઉપાડી લીધું. પરિણામે આજે આ અંક આપની સમક્ષ તૈયાર છે.
પ્રબુદ્ધ જીવનમાં “જ્ઞાન-સંવાદમાં પણ તેઓ પોતાની નિયમિત વિદ્ધવતાનો લાભ આપે છે. આવનારા સમયમાં તેમની પાસેથી વધુ સેવા અને જ્ઞાનની સહજ અપેક્ષા છે જ. હું તેમની આભારી છું કે તેમણે આ અંક વિશેષ ખંતથી તૈયાર કરી પ્રબુદ્ધ જીવનના ઈતિહાસમાં એક સોનેરી પાનું ઉમેર્યું છે.
| | તંત્રી – પ્રબુદ્ધ જીવન
(ફેબ્રુઆરી - ૨૦૧૮
પ્રબુદ્ધ જીવન