________________
જન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક
સંપાદકીય |
પ્રબુદ્ધ જીવન’ના માનદ્ તંત્રી ડૉ. સેજલબેન શાહને કોઈ કારણસર, મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજમાં મળવાનું થયું. ત્યારે તેમની સાથે જ્ઞાનગોષ્ઠિની ચર્ચામાં એમણે “યોગ' વિશે વિશેષાંક સંપાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. મારા Ph.D. ના અભ્યાસનો વિષય પણ “જેન ધર્મમાં યોગ' હોવાથી મેં સહર્ષ સ્વીકાર્યો. ભારતીય સંસ્કૃતિમાં યોગ તો પૂર્વાકાળથીજ જોડાયેલો છે. પતંજલિ મુનિએ ઈ.સ. પૂર્વે લખેલ “પાતંજલ યોગસૂત્ર યોગનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. એટલે જૈન ધર્મ અને સાથે બીજા દર્શનોમાં, પરંપરાઓમાં યોગ કયા દૃષ્ટિકોણથી લીધેલો છે, એમની સાધના-પદ્ધતિ શું છે એ બધાને આવરતો વિશેષાંક તૈયાર કરવાનું નક્કી કર્યું. એ પ્રમાણે એ પરંપરાઓના અભ્યાસુ વિદ્વાનોને લેખ લખવા માટે આમંત્રિત કર્યા. અર્વાચીન સમયમાં થયેલ અધ્યાત્મયોગીઓ વિષે પણ લેખો મંગાવ્યા. પોતાનો અમુલ્ય સમય ફાળવી આ લેખો લખનાર સર્વ વિદ્વાનોનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. આ અવસરે ડૉ. કુમારપાળભાઈ દેસાઈનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. વિશેષાંક માટેના વિષયો અને લેખકોની સૂચિ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. સાથે સાથે જૂદી જૂદી પરંપરાઓના અભ્યાસુ લેખકોનો સંપર્ક કરી આપ્યો. જેથી મારું કામ ઘણું સરળ બન્યું. એ માટે મારા તરફથી કૃતજ્ઞતા અભિવ્યક્ત કરું .
| ડૉ. સેજલબેને મારામાં જે વિશ્વાસ મૂક્યો અને આ વિશેષાંક સંપાદન માટે મને પ્રોત્સાહિત કર્યા. એમની હું અંતઃકરણપૂર્વક આભારી છું. મારો અભ્યાસ કેવળ જૈન અને પતંજલિ યોગ વિશે હતો. આ વિશેષાંકનું સંપાદન કરતા મને ઘણા અન્ય અધ્યાત્મયોગીઓ વિશે જાણવા મળ્યું. આ નિમિત્તે યોગ વિશેનો મારો અભ્યાસ પણ પુષ્ટ થતો રહ્યો. આચાર્ય અને સાધુ ભગવંતોના લેખો તેમજ વિદ્વાન લેખકોના અભ્યાસપૂર્ણ લેખોથી આ અંક સમૃદ્ધ થયો છે. એમના પ્રત્યે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેમજ સુંદર મુદ્રણ કરી આપનાર ભાવિનભાઈ ગાંધી તેમજ મુફરીડિંગ કરી આપનારા પુષ્પાબેન તેમજ બિપીનભાઈ શાહની પણ આભારી છું. અંતે, આ વિશેષાંક તૈયાર કરતા જિનાજ્ઞાવિરૂદ્ધ કંઈ લખાયું હોય તો મિચ્છામી દુક્કડં.
ડૉ. રશ્મિ ભેદા મો. ૯૮૬૭૧૮૬૪૪૦
પ્રબુદ્ધ જીવન
(ફેબ્રુઆરી - ૨૦૧૮)