________________
જીવનપંથ : ૨
કુલ સમી હું દૃષ્ટિ હેતું... હું
ડૉ. ભદ્રાયુ વછરાજાની
નાનાબાપુનો મિજાજ આકરો હતો એટલે કે પછી બીજાં કોઈ કારણથી મને એવું જ લાગતું કે મારી નાનીમા તો ઠંડુગાર માટલું છે. તેઓની આંખો હરહંમેશ સજળ, વ્હાલનાં બે શબ્દો બોલે કે જગતમાં કોઈના ૫૨ દુઃખ પડ્યાનું જાશે તો નાનીમાની આંખો વરસવા લાગતી.. મોડી રાત સુધી હું અને મારો દોસ્ત વાંચીને સૂતી વખતે નાનીમાં કાનમાં કહી દેતા ચાર વાગે ઉઠાડી દેજો.. વગર એલાર્મ ઘડિયાળે નાનીમાને ચાર વાગવાની ખબર પડી જતી અને મૃદુ-લાગણી છલકતો ટહુકો કાનમાં થતો અને એ લાગણીનાં જોરે બેઠા થઈ જવાતું. બ્રશ કરી વાંચવા લાગીએ ત્યાં તો નાનીમા બિલ્લી પગે રસોડામાં જઈ, કોઈ જાગી ન જાય તેની કાળજી લઈ, આદુવાળી ચાનો ડૉઝ તૈયાર કરી લાવતાં.! પરોઠ થતું જાય એમ ઘંટુલાનો અવાજ અને નાનીમાંના ભજનનો ગણગણાટ ઘ૨ના સૌ ઘોરતા લોકો માટે વૈતાલિકની ગરજ સારતો હતો! બહુ ગરીબીમાં બે છેડા ભેગા કરતું મોસાળ હતું. અછત અને તંગી કાયમી મહેમાન હતાં. પણ નાનીમાનો ચહેરો હરહંમેશ હસતો. ડગમગતા પગે પણ અતિથિને આવકારો કરવા છેક દરવાજે
જાય જ.
આજે જ્યારે યુવાનોને અધ્યાપકોને ‘પોઝીટીવ થિંન્કીંગ'ના પાઠ ભણાવું છું ત્યારે યાદ આવે છે કે બહુ ઓછું ભણેલાં અને બહુ ઝાઝું ગણેલાં મારાં નાનીમા પોઝીટીવ થિન્કીંગ તો ગળથૂથીમાં લઈને જન્મ્યાં હતાં.! રસોડામાં તેલ ખલાસ થાય એટલે તેલની બરણી ઓસરીમાં મુકી નાનીમા હળવો સાદ કરી બોલતાં : ‘બક્ષીજી, ઘરમાં તેલ ઝાઝું છે..' ખાંડનો પુરવઠો ખૂટે તો નાની કપડાંની થેલી ઓસરીમાં મુકી નાનીમા યાદ કરાવેઃ “બક્ષીજી, ઘરમાં ખાંડ ઝાંઝી છે..' અમારા જેવા ટીખળીયાવ નાનીમાની આ ચેષ્ટાથી અચંબામાં પડી જતા. વસ્તુ ખૂટે છે ને નાની બોલે છે : 'ઝાઝી છે!' આવું કેમ? સાંજ પડે ને હિંડીળા ખાટે હિંચકતા હિંચકતા નાનીમાં પેટ પર હાય ફેરવવાનો દિવ્ય આનંદ લૂંટતાં લૂંટતા, નાનીમાને પૂછી નાખતો કે : ‘હે નાની, વસ્તુ ખલાસ થઈ જાય તો ઝાઝી છે એમ થોડું કહેવાય ?' કેટલીય વાર સુધી હળવું હળવું મલકીને મારાં માથે હાથ ફેરવી નાનીમા મોટીવેશનલ ટ્રેનરની અદાથી કહેતાં : “બેટા, 'ખલાસ છે','કાંઇ નથી', ખૂંટી ગયું છે' એવું કદિ ન બોલાય. ભગવાને તો બધું આપ્યું જ છે, આપણાં સુધી પહોંચવામાં વાર લાગે છે.. હવે બધું કયાંય ને કયાંય તો હોય જ અને આપણે ‘નથી' એવું બોલીએ તો ભગવાનને ન ગમે.
ઓક્ટોબર - ૨૦૧૭
તને ખબર છે ને કે, સત્યનારાયણની કથામાં પેલા વાણિયાનાં જાશમાં બધું હતું ને તેણે કહી દીધું કે વ્હાણમાં તો કંઈ નથી, પાંદડા છે. ભગવાને કહી દીધું : તથાસ્તુ ! હવે તું જ કહે બેટા કે આપણે બોલીએ કે તેલ નથી - ખાંડ નથી - આ નથી - તે નથી. અને ભગવાન ‘તથાસ્તુ’ કહી દે તો... ?' અને તરત જ મારાં મોઢાં માંથી શબ્દો સરી પડતા કે : 'નાનીમા, તો તો માઠી બેસી જાય ને.' વળતે શબ્દે નાનીમા પાકું કરાવતાં : બેટા, એટલે જ ક્યારેય નથી-નથી કરવું નહીં. આપણી એક કહેવત છે બેટા ઃ જે રોતો રોતો જાય એ મર્યાના વાવડ લઇને આવે.. આજે સ્મરાયાત્રાએ નીકળ્યો છું ત્યારે કવિ શ્રી રમેશ પારેખની પંક્તિ યાદ આવે છે :
“કુલ સમી હું દષ્ટિ હૈંડુ, મને ગજરો મળે ઉત્તરમાં...*
કવિએ જે સાહિત્યિક ભાવે લખી જાણ્યું, તે મારી નાનીમાએ વર્ષો પહેલાં આત્મીય ભાવથી મને ગળે ઉતરાવી જાણ્યું હતું. બોલો, મારી નાનીમા કવિ શ્રી રમેશ પારેખથી જરાપણ ઓછી સાહિત્યિક ગણાય ? સદ્ગત કવિ પણ સ્વર્ગમાંથી હોંકારો પુરાવશે કે કવિત્વનું પારણું તો પહેલાં માતા જ ઝુલાવે છે ને? અને હા, કવિ તો સાક્ષી પુરશે જ પણ મારો માહ્યલો તો કાયમ સ્વીકારે છે કે માતૃત્વ નિયતિની હાજરી છે. મા એટલે મારી નાનીમા મારા માટે તો...... (ક્રમશઃ) DZD bhadrayužigmail.com
‘પ્રબુદ્ધ જીવન' હવે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ
૧૯૨૯ થી માર્ચ ૨૦૧૫ સુધી ‘પ્રબુદ્ધ જીવન’ના બધાં જ અંકો સંસ્થાની વેબસાઈટ www.mumbai-jainyuvaksangh.com ઉપર આપ વાંચી શકશો. તેમજ ડી.વી.ડી. સ્વરૂપે પણ આ બધાં અંકો ઉપલબ્ધ છે.
જિજ્ઞાસુ અને પુસ્તકાલયોને આ ડી.વી.ડી. વિના મૂલ્યે અમે અર્પણ કરીશું.
આ ડી.વી.ડી. ના સૌજન્મદાતા ૧. ફોરમ ઑફ જૈન ઈન્ટેલેકચ્યુઅલ
હસ્તે-અંજના રશ્મિકુમાર ઝવેરી અને મયૂર વોચ. ૨. નિર્મળાનંદ જ્યોત, રેખા-બકુલ નંદલાલ ગાંધી સંપર્ક : સંસ્થા ઑફિસ - ૦૨૨-૨૩૮૨૦૨૯૬
પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
зе