________________
વ્યાહિતા વિધા ડૉ. નરેશ વેદ
ઉપનિષદી જીવનવિજ્ઞાનના ગ્રંથો છે અને એમાં સફળ અને સુખી જીવન જીવવા માટેની કળા સમજાવવા માટે ઋષિ મુનિઓએ જુદી જુદી વિદ્યાઓ વિશે વાત કરી છે. એમાંથી આપણે માંડૂકીવિદ્યા, સંવર્ગવિદ્યા, મધુવિદ્યા, પંચાગ્નિવિદ્યા, પ્રાણવિદ્યા, દહરવિદ્યા, પંચકોશવિદ્યા અને ભૂમાવિદ્યા વિશે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. આ લેખમાં આપણે વ્યાહિતા વિદ્યા વિશે ચર્ચા કરીશું.
આ વિદ્યાનું નિરૂપણ ‘બૃહદારણ્યક ઉપનિષદ'ના પાંચમા અધ્યાયના અગીયારમા બ્રાહ્મણમાં થયેલું છે. પહેલા આપો એના મૂળ પાઠને જેઈએ, પછી એની સમજૂતી લઈએ મૂળ પાઠ આ પ્રમાણે છે -
તદ્દે પરમં તો યįાહિતસ્તવ્યતે પરમઃ હેવ તો નયતિ ય વું વેવતેન્દ્રે પરમં તો યં પ્રેતમરખ્ય હરન્તિ પરમઃ હેવ નો નયતિ યછ્યું વેતનું પરમ તો ચં પ્રેતમન્નાવ મ્યાનપતિ પરમં હવે નોર્ક તિ ય एवं वेद ।
રોગગ્રસ્ત વ્યક્તિને જે તાપ-ક્લેશ થાય છે, એ નિશ્ચિતરૂપે ૫૨મ તપ છે. જે એ રીતે શ્રેષ્ઠ ચિંતન કરે છે, એ પરમ સત્ય લોકને પોતાના વશમાં (કાબૂમાં) કરી લે છે. મૃત અવસ્થાને પ્રાપ્ત થયેલ વ્યક્તિને, જે લોકો જંગલ (શ્મશાન) તરફ લઈ જાય છે, એ પણ શ્રેષ્ઠ તપ છે. જે આ રીતે (આ વાતને) જાણે છે, એ પણ પરમ સત્ય લોકને જીતી લે છે. મૃત વ્યક્તિને જે કોઈ અગ્નિમાં પ્રતિષ્ઠિત કરે છે, એ ચોક્કસ જ પરમ તપ છે. જે (આ વાતને) આ રીતે જાણી લે છે, એ શ્રેષ્ઠ લોકને પોતાના વશમાં કરી લે છે.
એક જ શ્લોકમાં અહીં શરીર પીડા અને મૃત્યુપીડા વખતે માણસો મોભાવ કેવો હોવો જોઈએ એની વાત થઈ છે. મારાસને શરીરના રોગ દોગ અને મૃત્યુનો ડર લાગ્યા કરે છે. પરંતુ રુગ્ણતા, વૃદ્ધાવસ્થા, મરતા વગેરે શરીર સાથે સંકળાયેલાં જ છે. બલ્કે એમ કહેવાય કે મનુષ્ય શરીર એનું નિવાસસ્થાન જ છે. માણસ એ જાણે છે કે પોતાનું શરીર કાયમ સ્વસ્થ, તંદુરસ્ત અને નિરામય રહેવાનું નથી. બાલ્યાવસ્થા, શૈશવાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા-એમ શરીરની અવસ્થાઓ તો બદલતી રહેવાની જ. એની અસર એના શરીર અને મન ઉપર પડતી રહેવાની જ. એટલે રોગ-દોગ આવતા-જતા રહેવાના. મૃત્યુ તો ધ્રુવ સત્ય જેવું અટળ અને નિશ્ચિત છે જ.
પરંતુ જ્યારે શારીરિક આધિ, માનસિક વ્યાધિ અને આસમાની, સુલતાની કે મનુષ્ય સર્જિત આપત્તિઓથી આવતી ઉપાધિ પોતાના જીવનમાં આવે છે ત્યારે માણસ ડરી જાય છે, ડઘાઈ જાય છે, હતાશ કે નિરાશ થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ઓક્ટોબર - ૨૦૧૭
અસ્વસ્થ થઈ જાય છે. તે પોતાની સમતા, સ્વસ્થતા, ધીરતા, ધૈર્ય, હિંમત, આશા વગે૨ે ગુમાવી બેસે છે. બીજી વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત જોઈને એ વધારે પીડાય છે. શા માટે પોતાને જ આધિ, વ્યાધિ, અને ઉપાધિ વળગ્યા કરે છે, પોતાનો શો દોષ કે વાંક હશે કે એ બધાંને કારણે પોતાની હાલત બગડી જાય છે ? એવો મનોભાવ એનામાં જાગવા લાગે છે.
એકધારું સુખપૂર્ણ, આનંદપૂર્ણ અને શાંતિપૂર્ણ જીવન તો કોઈનું જીવન જતું નથી. એમાં તડકી-છાંયડી, ઉત્થાન-પતન અને તજ્જનિત સુખ-દુઃખ તો આવ્યો જ કરે. જીવનની ઘટમાળ જ એવી છે કે એમાં ક્યારેક આનંદની હેલી અપાર હોય છે, તો ક્યારેક જીવન આંસુડાની ધારા જેવું હોય છે. માણસ આ બધું જાણે છે, સમજે છે, પણ પોતા પૂરતું સ્વીકારી શકતો નથી. કોઈ અન્ય વ્યક્તિ વિપરિત પરિસ્થિતિ અને સંજોગોને કારણે યંત્રણા, વિટંબણા, પીડા, તાપ કે સંતાપ અનુભવતી હશે, ત્યારે માાસ બહુ સ્વસ્થ રહી પેલી વ્યક્તિને સુષ્ઠુ સુફિયાણી સલાહો આપશે, પણ પોતાના જીવનમાં એવી પરિસ્થિતિ કે એવા સંજોગોને કારણે પોતે જ્યારે મૂકાય, પોતે પીડાય, રીબાય, દુભાય કે સિઝાય ત્યારે સ્વસ્થતા કે સમતુલા જાળવી શકતો નથી. એવે સમયે તે શારીરિક સ્વસ્થતા અને માનસિક સમતા ગુમાવીને દુઃખી થઈ જાય છે. ભલે કવિ કહી ગયા હોય કે “સુખ દુઃખ મનમાં ન આણીએ રે, ઘટ સાથે ઘડીયા, ટાળ્યાં તે કોઈના નવ ટળેરે', છતાં આપન્ને વિચલિત, વિશ્ખલિત થઈ જઈએ છીએ. આજાર અવસ્થા, વૃદ્ધાવસ્થા, મૃત્યુમુખતા આવે છે ત્યારે માણસ બેબાકળો થઈ જાય છે, એવો આપણા સૌનો અનુભવ છે. તો એમાંથી ઉગરવા, બચવા આપણે શું કરવું જોઈએ ?
‘બૃહદારણ્યક ઉપનિષદ'ના ઋષિ ઉપર ટાંક્યો એ શ્લોક દ્વારા આપણને એમાં માર્ગદર્શન આપે છે. જ્યારે માણસ બીમાર થાય - નાની કે મોટી - બીમારી આવે ત્યારે માણસનું શરીર અને મન બંને પીડાવા લાગે છે. પરંતુ જો માણસ બે વાત બરાબર સમજીને જીવે તો આ પીડામાંથી બચી જવાય છે. પહેલી વાત એને જે સમજવાની છે તે એ છે કે પોતે શરીર નથી પણ આત્મા છે. કોઈપણ આધિ, વ્યાધિ કે ઉપાધિ શરીરને અને મનને ઉદ્ભલિત કરી શકે, પરંતુ આત્માને કશું કરી શકે નહીં. કારણ કે આત્માને નથી કોઈ બાળીઝાળી શકતું, નથી હણી શકતું. અને કશું સ્પર્શી શકતું નથી. કારણ કે એ નિરંજન, નિરાકાર, નિષ્કામ, નિસ્પૃહ છે. જો પોતે આત્મા જ છે, અને શરીર નથી એવું એ સમજી અને દૃઢ પણે સ્વીકારી
પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
૩૧