________________
સંચાલકોને પણ અમુક ચોક્કસ બેઠકો માટે અધિકારો મળે છે. અને આમ છતાં ગુજરાતી વર્ગો બંધ પડે છે. આ પરિસ્થિતિ માત્ર ગુજરાતીની નથી, દરેક પ્રાદેશિક વિસ્તારોમાં મોટાં ભાગની પ્રાદેશિક ભાષાઓની પણ આ જ પરિસ્થિતિ છે. મુંબઈ શહેર પૂરતી વાત કરીએ તો જુદી જુદી આઠ ભાષાઓમાં સરકારી શાળાઓ ચાલે છે અને છેલ્લા આંકડાઓ એવું કહે છે કે ઉર્દૂ અને અંગ્રેજી સિવાયની તમામ ભાષાઓના માધ્યમની શિક્ષણ સંસ્થાઓ કાં તો બંધ થતી જાય છે અથવા એની સંખ્યા ઘટતી જાય છે.
અહીં આશ્ચર્યજનક અને નોંધપાત્ર વાત એ છે કે ઉર્દૂ પોતે દેશના એકેય રાજ્યની પ્રાદેશિક ભાષા નથી. સામાન્ય રીતે મુસલમાનો ઉર્દૂભાષી મનાય છે. દેશના નાગરિકોની ભાષા પ્રાદેશિક ધોરણે હોય અન્યથા નહીં. મુસલમાન ગુજરાતી હોઈ શકે, મરાઠી હોઈ શકે, બંગાળી હોઈ શકે, મલયાલી હોઈ શકે પણ માતૃભાષાને સંબંધ છે ત્યાં સુધી ઉર્દૂભાષી શી રીતે હોઈ શકે ? આમ છતાં, મુંબઈમાં ઉર્દૂ ભાષી શાળાઓ અને એમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે અને અન્ય બધી જ ભાષાઓની સંખ્યા ઘટતી જાય છે. આ બધી જ ભાષાઓની ઘટતી જતી સંખ્યા સામે અંગ્રેજી ભાષાના માધ્યમમાં સંખ્યા વધે છે એનું ગણિત સાવ સીધું સાદું છે.
એક અકળ લાગતો કોયડો અહીં સમજવા જેવો છે. માઈનોરિટી શિક્ષા સંસ્થાઓને પોતાની કોલેજોની કુલ સંખ્યાની પચાસ ટકા બેઠકો પોતાની ભાષાના વિદ્યાર્થીઓ માટે અલાયદી ફાળવવાનો અધિકાર મળ્યો છે. બને છે એવું કે આ પચાસ ટકાનો લાભ લઈને જે ગુજરાતી વિદ્યાર્થીઓ માઈનોરિટી સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે તેઓ મોટા ભાગે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોય છે. પોતાને ગુજરાતી કહીને લાભ લેનારાઓને ગુજરાતી આવડતું જ નથી. હોતું, અગિયારમાં ધોરણમાં પણ તેઓ વૈકલ્પિક ધોરણે ગુજરાતીને વિષય સ્વીકારતા નથી. જેઓ ગુજરાતી ભણ્યા નથી, જેઓ ગુજરાતી ભણવા માંગતા નથી તેઓ ગુજરાતી લઘુમતી તરીકેનો લાભ લેવા માર્ગ છે. આનું કારણ એ છે કે સરકારી ધારાધોરણ મુજબ માતાપિતાની માતૃભાષા એ જ બાળકની માતૃભાષા ગણાય છે. (બીજી ભાષાઓમાં પણ આ જ પરિસ્થિતિ છે.) શૈક્ષણિક સંસ્થાઓએ એ ધાડપાડુઓને રોકવા જ જોઈએ.
થોડાં વરસો પહેલાં કર્ણાટકમાં ગર્મ તે ભાષાના માધ્યમમાં બાળક ભરાતું હોય તો પણ એને કન્નડ ભાષા શીખવી ફરજિયાત હતી. એ જ રીતે તામિલનાડુમાં એસ.એસ.સી.ની પરીક્ષામાં બીજા વિષર્યા સાથે તામિલ ભાષામાં પાસ થવું ફરજિયાત હતું. દુનિયાના કોઈ પણ દેશમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા સિવાય કોઈ માધ્યમમાં હોતું નથી. શિક્ષણ અને ઉછેરની દૃષ્ટિએ પણ માતૃભાષા મારફતે જ વિકાસ સાધી શકાય છે. આ પ્રાથમિક વાત જો આપણે
ઓક્ટોબર - ૨૦૧૭
વહેલી તકે નહીં સમજીએ તો દેશની તમામ પ્રાદેશિક ભાષાઓ માટે આગામી પચાસ-સો વરસમાં કટોકટી પેદા થવાનો ભય રહે છે. આપણે શું કરવું છે ? માતૃભાષાને જાળવવી છે કે જોખમાવવી છે ?
માતૃભાષાના માધ્યમને પ્રોત્સાહિત કરવા માટે બે ત્રણ મુદ્દા વિચારવા જેવા છે. આજે વિદ્યાર્થીઓ જ્ઞાન માટે ભરાતા નથી, પણ શિક્ષણ પછીની આર્થિક ઉપલબ્ધિ માટે ભણે છે. પહેલાં તબીબી ક્ષેત્ર તરફ પ્રવાહ વહેતો, પછી આ પ્રવાહ ઈજનેરી તરફ વળ્યો. હવે કમ્પ્યૂટર સાયન્સ તરફ બધાએ દોટ મૂકી. આ બધાનું કારા નોકરિયાતોને મળતા પગારો અને બીજા રીતે મળનારા સંભવિત આર્થિક લાભોની જ ગણતરી છે. મુંબઈ યુનિવર્સિટીમાં હિંદી ભાષાના એક વિષય સાથે એમ.એ. થનાર બિનહિંદી ભાષીઓને કેન્દ્રીય નોકરીઓમાં પ્રાથમિકતા આપવાનું ધોરણ જ્યારથી જાહે૨ થયું છે ત્યારથી મુંબઈમાં હિંદી ભાષીઓ કરતાં અન્ય ભાષીઓ હિંદી વિષયને પરાણે પ્રેમ કરવા માંડ્યા છે. એમને હિંદી પ્રત્યે રાષ્ટ્રભાષા તરીકે કોઈ લગાવ નથી માત્ર નોકરીમાં પ્રાધાન્ય મેળવવા હિંદી એમની ટેકણ લાકડી બની છે.
આ માનસિકતા લક્ષમાં રાખીને મુંબઈની કોર્પોરેટ ઓફિસો ભરતીના ધોરણ તરીકે એવી નીતિ અપનાવે કે જેઓએ માતૃભાષાના માધ્યમ દ્વારા એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો છે એમને જો બીજી બધી ક્ષમતાઓ સમાન હશે તો પ્રાથમિકતા આપવામાં આવશે. એટલું જ નહીં રાજ્ય સરકારોએ કોઈ પણ બાળકને માતૃભાષાના માધ્યમ દ્વારા જ શિક્ષા લેવાની ફરજ પાડવી જોઈએ. આ ઉપરાંત રાજ્ય કક્ષાના એસ.એસ.સી. બોર્ડ સિવાય સી.બી.એસ.સી., આય.સી.એસ.સી., આઈ.જી. બોર્ડની શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે ચોક્કસ ધોરણો અપનાવવાં જોઈએ. કેન્દ્રીય સ્તરે જેઓની એક રાજયમાંથી બીજા રાજયમાં બદલી થાય છે તેમનાં સંતાનોને જ આવા બોર્ડમાં પ્રવેશ આપવો જોઈએ. સ્થાનિક બાળકોને સ્થાનિક ઈતિહાસ, ભૂર્ગોળ વગેરે વિષયો શીખવવા જોઈએ. શેક્સપિયર બહુ પ્રતિભાશાળી લેખક હતો એ કબૂલ પણ સમર્થ સ્વામી રામદાસ, નરસિંહ મહેતા, કબીર કે તિરુવલ્લુવર આ બધાના ભોગે રોમિયો જુલિએટ નહીં ભણાય તો ચાલશે.
કાકાસાહેબ કાલેલકર સવાઈ ગુજરાતી બન્યા અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા છતાં 'માજી ગોઠ મરાઠી' એવું કહેતાં ગૌરવ અનુભવતા. મને ગુજરાતી આવડતું નથી એવું કહેતાં આપણા નવી પેઢીનાં સંતાનોએ અને એમનાં જનક જનેતાઓએ આ ધ્યાનમાં રાખવું જોઈએ.
----
સૌજન્ય : મુંબઈ સમાચાર dinkarmjoshi@rediffmail.com
પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
૧૫