________________
८
એમના મને આ તીર્થ બદ્રીનાથ પાસે હોવાની શક્યતા વધુ છે.
મારી આ યાત્રાઓ દરમ્યાન નીર્બટ સ્થિત શ્રી કૈલાસ એ જ અષ્ટાપદજી છે એની શક્યતા બાબત મેં સંશોધન કરવાની વિનમ્ર કોશિશ કરી છે. યાત્રાના નિર્દિષ્ટ માર્ગથી હટીને જે જગ્યાઓના મેં દર્શન કર્યા અને ફોટોગ્રાફ્સ તેમજ સ્લાઈડ્સ લીધી છે તેના પરિણામો ઉત્સાહપ્રેરક છેઃ
૧.શ્રી કૈલાસના દક્ષિણાભિમુખ પાસે કંડારેલ (મારો અભિપ્રાય ) પર્વત છે, એને નંદી પર્વત માનવામાં આવે છે. એના મધ્ય ભાગમાં શિલ્પકામ દેખાય છે. એ શિલ્પકૃત્યમાંની એક આકૃતિના હાથમાં સિતાર જેવા વાઘો સ્પષ્ટ આભાસ છે. એ પર્વતની ટોચ ઉપર સિંહ બેઠો હોય એવી આકૃતિનો સ્પષ્ટ આભાસ છે. એના પૂર્વ ભાગના મધ્યમાં પ્રાણીની એક વિશાળ મુખાકૃતિ કંડારેલી લાગે છે. જે કદાચ સિંહ અથવા વાનર (હનુમાન)ની
ોઈ શકે.
પ્રબુદ્ધ જીવન
‘ત્રિશષ્ટી શલાકા પુરુષ ચરિત્ર'માં સિંહનિષધ્યા પ્રાસાદનું વર્ણન આવે છે. આ પર્વત એ વર્ણનને અનુરૂપ એક ભાગ જણાય છે. ૨.આ પર્વતની બાજુમાં અમુક પર્વતોની ટોચો પણ એક સમાન જણાય છે. પર્વનો દેખાવે દક્ષિણ ભારતના મંદિરો-ગોપુરમ જેવા લાગે છે.
નજીકની એક પર્વતમાળામાં એક ગવાક્ષ (મંગળ મૂર્તિ માટેનો ગો) સ્પષ્ટ દેખાય છે. (ન્યારી ગોમ્પાની સામેનો પર્વત.) ઈજીપ્તમાં ‘ફીક્સ'ના નામે ઓળખાતી માનવ સર્જીત કૃતિ જેવું એક પર્વતમાં ત્યાં પણ દૃષ્ટિગોચર થાય છે. (ન્યારી ગોમ્પાની સામેનો )
૫. આ પર્વતમાળામાં ઘણાં ભાગોમાં ઉપર કિલ્લાની દિવાલોનો પણ સ્પષ્ટ આભાસ છે. જૂના તીર્થો પર્વતો પર અને કિલ્લેબંધીમાં અત્યારે પણ હયાત છે. દા. ત. શ્રી શત્રુંજય મહાતીર્થ, શ્રી ગિરનારજી, શ્રી સમ્મેત શિખરજી ઈત્યાદિ.
ડિસેમ્બર, ૨૦૦૯
વિદ્વાન છે. પણ એમની દૈનિક ક્રિયાઓ અને ગોચરી પાણી થકી શ્રી
કૈલાસ માનસરોવરની યાત્રા એમને કઠિન છે. જૈન સંતો વાહનનો ઉપયોગ કરતા નથી. એમના આહાર પાણી પણ ધર્માનુસાર નિર્દિષ્ટ હોય છે. જે આ યાત્રા દરમ્યાન જાળવવા કઠિન છે. જૈન ધર્મના આગેવાનોને આ બાબત વિચારવા અને યોગ્ય કરવા મારી હાર્દિક વિનંતી છે. જેથી આ યાત્રા કરીને વિદ્વાન સંતો સમાજને અષ્ટાપદજી
વિષે યોગ્ય અભિપ્રાય આપી શકે. તિબેટી ધર્માનુસાર વીસમા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામી આ કૈલાસ ભૂમિમાં વિચર્યા છે. સંત મિલારપ્પા સૂર્યના કિરણો પકડીને કૈલાસ પર્વત ઉપર પહોંચ્યા છે. (જૈન ધર્મ ગ્રંથમાં અનંતલબ્ધિનિધાન ગૌતમ સ્વામીની અષ્ટાપાદ યાત્રા આવી જ રીતે વર્ણવવામાં આવી છે.
ઉપરોક્ત દૃષ્યોથી એવું માનવાને પ્રેરિત થાય છે કે, કોઈક કાળે આ પ્રદેશમાં વિશાળ પાયા ઉપર માનવ સર્જીત કામ થયા હશે. દીર્ઘ કાળ દરમ્યાન વાતાવરણની અસર થકી આ સર્જનોને ઘસારો લાગ્યા છે. શું જૈન ધર્મમાં ઉલ્લેખિત અષ્ટાપદ વિવરણમાં આવતા મંદિરો, ચૈત્યો, રૂપીના આ સંકેત જણાય છે ?
ભારતના એક પ્રતિષ્ઠિત પખવાર્ડિક 'ઈન્ડિયા ટુડે' એ મારા સંશોધનમાં રસ લીધો હતો. મારા સંશોધન અને એને લગતા ફોટોગ્રાફ્સ બાબત એમણે ભારત સરકારની એક સંસ્થા 'ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓર આર્ટસ-નવી દિલ્હીના ક્લા-કોષ વિભાગના કોઓર્ડિનેટર પંડિત શાતકરી મુખોપાધ્યાયજીનો
અભિપ્રાય લીધો છે. પંડિતજીએ પણ હકારાત્મક અભિપ્રાય આપ્યો છે. (ઈંડિયા ટૂડે ૨૧-૦૯-૯૬, પાના નં. ૬૨ ગુજરાતી અને ૩૦-૯-૯૬, પાના નં. ૧૫૮ ઈંગ્લિશ).
અહીં એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે આર્જે પણ જૈન સંતો અતિ
કેટલાંક સાંયોગિક પુરાવાઓ પણ અત્રે રજૂ કરું છું. ૧. કૈલાસ પર્વત ઉપર ચઢવું અતિ કઠિન જણાય છે. શ્રી અષ્ટાપદના વિવરણ સાથે આ બંધબેસતું છે.
૨. કૈલાસના દક્ષિણ મુખ પાસેનો કંડારેલો પર્વત નંદીના નામે ઓળખાય છે. નંદી એટલે બળદ. જે આદિનાથ ઋષભદેવજીનું લંછન (ચિહ્ન) છે. અનાદિકાળથી હિન્દુ ધર્મ પ્રમાણે કૈલાસને મહાદેવનું સ્થાન માનવામાં અને પૂજવામાં આવે છે. મહાદેવનું વાહન નંદી છે. આદિનાથ શધભદેવની નિર્માણ નિધિ પોષ વદ તેરસ છે. વદ તેરસને શિવરાત પણ કહે છે. શું મહાદેવ એજ આદિનાય છે ?
૩.કૈલાસ પર્વતની સામે લગભગ ૪૦ કિલોમીટર દૂર બરફાચ્છાદિત એક જાજરમાન પર્વત છે. એનું નામ ચુલામાન્યાતા છે. માધાતા એ સગચક્રવર્તીના પૂર્વજનું નામ છે. સગરચક્રવર્તીનું નામ અષ્ટાપદ વર્ણનમાં આવે છે. ૪, માનસરોવરનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં છે. ૫.કૈલાસ પર્વત અને ગુરલામાન્યતા પર્વતની વચ્ચે એક બીજું વિશાળ અતિ સુંદર સરોવર છે જેનું નામ સકાશતાલ અથવા રાવણતાલ છે. જૈન ધર્મમાં રાવણનો ઉલ્લેખ સુવિદિત છે. અષ્ટાપદ પર્વત પર રાવણ-મંદોદરીનું વીણા વાદન અને નૃત્ય જૈન ધાર્મિક પુસ્તકોમાં ઉલ્લેખાયેલા છે.
૬. આ પ્રદેશમાં અનુભવાતી અનુભૂતિ (Vibrations) અવર્ણનિય છે. શબ્દોમાં એ અભિવ્યક્ત કરી શકાય એવું નથી. આસ્તિક અને દિવ્ય અનુભૂતિ કહે છે. વૈજ્ઞાનિકોએ જોકે આ ભૂમિમાં ઉત્તમ ધાતુ ખનીજાંનું ભરપૂર પ્રમાશ શોધવાથી આવા અનુભવને સમર્થન આપ્યું છે.
૭. એ ધરતી, સરોવરો, પર્વતો, વાદળો અને આકાશનું સંોજન અલૌકિક, અતિ ભવ્ય, દેવી જણાય છે. હું ધર્મે જેન છું પણ ધર્મનું જ્ઞાન ને નિહવત છે. પણ જ્યારે જ્યારે જૈન ધર્મ અને એની તીર્થ ભૂમિઓનો વિચાર કરું છું કેઃ
જો આપણે સિદ્ધાચલ મહાતીર્થ પાલીતાણાને શાશ્વત તીર્થ જાણતા અને માનતા હોઈએ.