SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉપલા વર્ગના આ શિક્ષક ભીખા (‘જયભિખ્ખુનું હુલામણું નામ)ની પડોશના એક ઘરમાં ભાડાથી રહેવા આવ્યા. શિક્ષક નજીકમાં વસતા હોય એટલે વિદ્યાર્થીઓ મધમાખીની જેમ એમની આસપાસ ભમ્યા કરે. ધીરે ધીરે ભીખાને એમની વાતોમાં રસ પડવા લાગ્યો. એમાં જ્ઞાન હતું, પરંતુ ક્યારેક એ માત્ર રમૂજ બની જતું, વિદ્યાર્થીઓ કોઈ પણ વાત કરે તો એનો સંસ્કૃત શબ્દોથી ભરેલી ભારેખમ ભાષામાં સૂત્રાત્મક રીતે ઉત્તર આપતા હતા. ભીખાએ અને એના ગોઠિયાઓએ આ શિક્ષકને સમાચાર આપ્યા કે નજીકના ઘરમાં વસતી એક સ્ત્રીને એ લોહીલુહાણ થઈ જાય એટલો માર એના પતિએ માર્યો છે. આ સમાચાર સાંભળતાં જ ‘સરસ્વતીચંદ્ર’પ્રેમી શિક્ષકને કુમુદસુંદરીની અવહેલના કરનારાએના અવિચારી પતિ પ્રમાદધનનું સ્મરણ થાય એ સ્વાભાવિક હતું. સરસ્વતીચંદ્ર સાથે જેના વિવાહ થવાના હતા એ કુમુદસુંદરીને પ્રમાદધન જેવા નિરક્ષર અને દુરાચારીને પતિ તરીકે સ્વીકારવા પડે છે અને જીવનભર સહન કરવું પડે છે. એ કથા સાથે વર્તમાન સમાચારને જોડતાં સાક્ષર બોલી ઊઠ્યા. પ્રબુદ્ધ જીવન ‘ઓહ, આજની પ્રમદાઓને નસીબે પ્રમાદધનો જ છે. સંસારની કુમુદિનીઓને સદા કંઈ સરસ્વતીચંદ્રો લાધતા નથી. સંસારસરોવરના પોયણાંને મૂરઝાવવાના મહાભાગ્ય વરેલાં હોય છે.’ ભીખો અને એના દોસ્તો શિયનો આ ઉત્તર ન સમજાયાથી વધુ અંજાઈ ગયા. માત્ર બાહ્ય ઘટનાઓ નહીં, પરંતુ સ્વજીવનની ઘટનાઓને પણ આવી અતિ નાટકીય સાહિત્યિક ભાષામાં એ વ્યક્ત કરતા હતા. એક વાર એક વિદ્યાર્થીને એમણે સજા કરી. એ પછી વિદ્યાર્થીએ આવીને એમને કહ્યું કે તોફાન બીજાએ કર્યું હતું અને સજા એને મળી. ‘ગઝબ હાથે ગુજારીને, હવે પસ્તાઈને શું?' આવી સાક્ષરી ભાષા બોલતા શિક્ષકશિરોમણિ નયનસુખશંકરભાઈ એમના વર્તન અને વાણીથી પ્રાચીન યુગને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરતા હતા. ડિસેમ્બર, ૨૦૦૯ વિદ્યાર્થીને અનેક ગુરુઓ.' નયનસુખશંકરભાઈ વાતચીત કરતા હોય ત્યારે વારંવાર “ભાઈઓ, મારા કહેવાનું તાત્પર્ય' એવા શબ્દો બોલતા હતા. દસ વાક્યો બોલે, એમાં પાંચ વાક્યોના પ્રારંભે 'મારા કહેવાનું તાત્પર્ય એ શબ્દો આવે જ. વિદ્યાર્થીઓ પણ શિક્ષકની આ ટેવ જાણી ગયેલા એટલે એમણે આ શિયકનું નામ ‘તાતપરી સાહેબ' રાખ્યું હતું. કોઈ વિદ્યાર્થી જૂઠું બોલે તો કહે: ‘તમે જૂઠું બોલી ફાવી નહીં શકો, અર્થાત્ મારા કહેવાનું તાત્પર્ય એ છે કે તમે અસત્યાંથી સત્ નહીં ઉપજાવી શકો.’ એક જમાનામાં રામ અને લક્ષ્મણને માત્ર એક જ ગુરુ વશિષ્ઠ જ પૂર્ણ જ્ઞાન આપતા હતા, પાંચ પાંડવો અને સો કૌરવોના કોઈ બીજા ગુરુ નહીં, માત્ર ગુરુ દ્રોણાચાર્ય. કૃષ્ણ જેવા કૃષ્ણ અને સુદામા જેવા બ્રાહ્મણને કેટલા ગુરુ હતા? એક માત્ર સાંદીપનિ. જ્યારે અત્યારે વિદ્યાર્થીને વિદ્યાની પરિસમાપ્તિ કરતાં પૂર્વે કેટલા બધા ગુરુઓ થાય છે, આવી વિચિત્ર અને મૂલ્યનાશક પરિસ્થિતિ વિશે તેઓ કહેતા. આમ પોતાનાથી ખોટી શિક્ષા કરવાનું અનુચિત કાર્ય થઈ ગયું. એના અર્થો ઉકેલવા બેસે, પણ ઘણી મહેનતેય અર્થ ઉકેલી શકે એટલે તરત બોલ્યા પ્રાચીનકાળમાં વિદ્યાર્થી એક જ ગુરુ પાસે અધ્યયન કરતો અને એનો જ શિષ્ય ગણાતો. આજે તો વિદ્યાર્થીની કેવી હાલત છે. ‘એક એમના વર્ગમાં ક્યારેક વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડી પડતા. ઝઘડો થાય એટલે તાતપરી સાહેબ પાસે ફરિયાદ કરવા આવી જાય. એક વિદ્યાર્થી પોતાની વાત કરે અને બીજો એની સામે દલીલ કરે, આ બધું સાંભળીને વિદ્યાર્થીઓ સાહેબના ચુકાદાની રાહ જુએ, ત્યારે ચુકાદાને બદલે વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય એવો ઉત્તર સાંપડતો. તેઓ કહેતા, મારે આમાં કાર્યકારણની પરંપરા શોધવી પડશે, અર્થાત્ મારા કહેવાનું તાત્પર્ય એ છે, કે તમે કલહનું જે કારણ આપો છો, તે તો ખંડકારણ છે, અર્થાત્ મારા કહેવાનું તાત્પર્ય એ છે કે આ વિષષમાં ખંડકારણ્ ને સમયકારાની શોધ કરવી પડશે. તાત્પર્ય એ કે અધૂરા અન્વેષણથી કાર્યસિદ્ધિ સાંપડશે નહીં.' તાતપરી સાહેબનું લગ્ન ગામડાની કોઈ કન્યા સાથે થયેલું. સાહેબ દર પૂર્ણિમાએ પોતાની પત્નીને હૃદર્ભેશ્વરીના સંબોધનથી પત્રો લખે. આ પત્રો એટલે અત્યંત રસિક વિશેષણો, ઉપમાઓ અને અલંકારોની મુશળધાર વર્ષા. એમની પત્ની ખાસ કંઈ ભણેલી નહીં, છતાં પતિના કાગળો અતિ સ્નેહથી સંઘરી રાખે. સમય મળે નહીં અને પછી એ સાહસ માંડી વાળે. માત્ર એટલું ખરું કે એમના મોતીના દાણા જેવા અક્ષરો જોઈને એ ખુશ થાય અને ન સમજાય છતાં કેટલા કાગળો લખ્યા હોય, તે ફેરવીને એમાંના મોતીના દાણા જેવા અક્ષરો જોઈને રાજીની રેડ થાય. બાકી એને માટે ઉપમા, ઉપર્મય અને અલંકારોના આ ધનોર વનમાં એક પગલું પણ મૂકવું મુશ્કેલ હતું. બન્યું એવું કે આવા સ્નેહભીનાં રસિક પત્રોનું પોટલું કન્યાના પિતાએ જોયું અને એમાંના પત્રો વાંચ્યા. એમના ગુસ્સાનો પાર ન રહ્યો. આવાં બધાં ટાહ્યલાં શાને કરો છો? એમ કહીને એમણે આખુંય પોટલું જમાઈરાજને પરત કર્યું અને જણાવ્યું કે, ‘આવું બધું લખવાનું છોડીને ભણાવવાના કામમાં ધ્યાન આપો. આવા વંઠેલવેડા તમને શોભતા નથી. આમ કરો તો મારી દીકરીનો ભવ બગાડશો.' પોટલું પાછું આવ્યું ત્યારે તાતપરી સાહેબે એને બોર બોર જેવડાં અશ્રુઓથી વધાવ્યું. પોતાના હૃદયની ભાવનાઓનો ક્યાં
SR No.526017
Book TitlePrabuddha Jivan 2009 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size680 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy