SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઑગસ્ટ, ૨૦૦૯ ૮. નયરહસ્ય ૯. નયોપદેશ ૧૦. અનંકાતવ્યવસ્થા ૧૧. તત્ત્વાર્થ સૂત્રવૃત્તિ ૮. શ્રી ગુજરત્નસૂરિ : યગ્દર્શનસમુચ્ચયવૃત્તિ ૯. શ્રી ચંદ્રસેન : ઉન્માદસિદ્ધિપ્રકરણ ૧૦. શ્રી ચંદ્રસેનપ્રભસૂરિ ઃ પ્રમેયરત્નકોશ ૧૧. શ્રી પદ્મસુંદરગણિ પ્રમાણસુંદર ૧૨. શ્રી બુદ્ધિસાગર : પ્રમાલક્ષ્મલક્ષણા ૧૩. શ્રી મુનિચંદ્ર ૧૪. શ્રી રાજશેખર : અનેકાંતવાદજયપતાકાટીપ્પા : સ્યાદ્વાદકલિકા પ્રબુદ્ધ જીવન ૧૫. શ્રી રત્નપ્રભસૂરિ : રત્નાકરાવતારિણ ૧૬. શ્રી શુભવિજયજી : સ્યાદ્વાદભાષા ૧૭. શ્રી શાંતિસૂરિ : પ્રમાણપ્રમેયકલિકાવૃત્તિ દિગંબરોમાં પણ ન્યાય ઉપર લખનારા ઘણા પંડિતો થયા છે. યોગ અને અધ્યાત્મના ગ્રંથો યોગબિન્દુ, યોગષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશાસ્ત્ર, યોગશતતક, યોગસાર, સમાધિશતક, પ૨માત્મપ્રકાશ, સમભાવશતક, ધ્યાનાતક, ધ્યાનસાર, ધ્યાનદીપિકા, ધ્યાનવિચા, અધ્યાત્મઉપનિષદ, અધ્યાત્મબિન્દુ, અધ્યાત્મગીતા, અધ્યાત્મકલ્પમ, જ્ઞાનાર્ણવ વગેરે. સાહિત્યગ્રંથો સાહિત્યગ્રંથોમાં જૈનોનો ફાળો ઘણો મોટો છે. વ્યાકરણ, કોશ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ વગેરે સાહિત્યના બધા વિભાર્ગો પર આચાર્યોએ લખ્યું છે. પાણિનિના સંસ્કૃત ભાષાના વ્યાકરણની હરીફાઈ કરનાર સિદ્ધોમ-વ્યાકરણ શ્રી હેમચંદ્રાચાર્યે રચ્યું છે. એના છેલ્લા અધ્યાયમાં પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાના વ્યાકરણો પણ લખ્યાં છે. શાક્યાયનનું વ્યાકરણ તો ઘણા વખતથી પ્રસિદ્ધ છે. પૂજ્યપાદ દેવનંદનું જેનેન્દ્ર વ્યાકરણ પણ મશહૂર છે. એ સિવાય બુદ્ધિસાગરાચાર્યે બુદ્ધિસાગર-વ્યાકરણ, જ્ઞાનવિમળણિએ શબ્દપ્રતિભેદ વ્યાકરણ, ને શ્રીવિદ્યાનન્દસૂરિએ સિદ્ધસારસ્વત વ્યાકરણ રચ્યું છે. પ્રાકૃત ભાષાના બીજા પણ અનેક વ્યાકરણો જૈનાચાર્યોએ રચ્યાં છે. તામિલ અને કાનડી ભાષાના મૂળ વ્યાકરણો જેનાચાર્યોથી જ રચાયાં છે, ને ગુજરાતી ભાષા પર તો સેંકડો વર્ષ સુધી એકલા હાથે જૈનોએ જ પ્રભુત્વ ભોગવ્યું છે. કાવ્યની સંખ્યાનો સુમાર નથી. અનેક કાવ્યો ઉપરાંત દ્વિસંધાન કાવ્ય, ત્રિસંધાનકાવ્ય અને છેક સપ્તસંધાનકાવ્ય એટલે જેના શ્લોકમાંથી સાત સંબંધવાળા અર્થ નીકળે અને સાતના જુદા જુદા જીવન સમજાય તેવાં પણ રચાયાં છે. એક અષ્ટલક્ષી નામનો ગ્રંથ છે. તેમાં એક શ્લોકના આઠ લાખ અર્થો કર્યા છે. શ્રી હેમચંદ્રાચાર્યે છંદશાસ્ત્ર ૨૩ તથા અલંકાર પર સ્વતંત્ર ગ્રંથો રચ્યા છે. શ્રી વાગ્ભટે પણ કાવ્યાલંકા૨ નામે અલંકારશાસ્ત્ર રચ્યું છે. શ્રી અમરચંદ્રસૂરિએ કવિશિક્ષાવૃત્તિ, કવિકલ્પના, છંદોરનાવલિકલા-કલાપ વગેરે ગ્રંથો રચ્યા છે. શ્રી નમિસાધુએ પ્રખ્યાત કાવ્યાલંકાર પર ટીપ્પણ રચ્યું છે. શ્રી નરેન્દ્રપ્રભુસૂરિએ અલંકાર મહેદધિ બનાવ્યો છે. શ્રી માણિક્યચંદ્રસૂરિએ કાવ્યપ્રકારાસંકેત બનાવ્યો છે અને કાંડાની રચનામાં તો શ્રી હેમચંદ્રાચાર્યે હદ કરી છે. અભિધાનચિંતામણિ, અને કાર્યકોશ, દેશીનામમાલા, નિઘંટુ એ બધા એમણે એકલાએ જ રમ્યા છે. ઉપરાંત સટીક ધાતુપાઠ, સટીક ધાતુપારાયણ, ધાતુમાળા, લિંગાનુશાસન વગેરે સંસ્કૃત ભાષાશાસ્ત્રમાં મહત્ત્વના ગ્રંથો રચ્યા છે. ધનંજય કવિએ ધનંજય નામમાળા બનાવી છે. શ્રી હર્ષકીર્તિજીએ શારદીય નામમાલા રચી છે. બીજાઓએ પણ ઘણું કર્યું છે. મહાકાવ્યો ઘણા તીર્થંકરોનાં ચરિત્રો શિષ્ટ કાોમાં લખાયેલાં છે. શ્રી શાંતિનાથ ચરિત્ર, શ્રી નેમિનાથ ચરિત્ર, શ્રી વાસુપૂજ્ય ચરિત્ર વગેરે ઘણાં કાવ્યો છે. એ સિવાય શ્રી અભયચંદ્રસૂરિએ જયંતવિજય મહાકાવ્ય લખ્યું છે. શ્રી અમરચંદ્રસૂરિએ પદ્માનંદાભ્યુદય મહાકાવ્ય તથા બાળભારત મહાકાવ્ય રચ્યાં છે. ઉદયપ્રભસૂરિએ ધર્માભ્યુદય મહાકાવ્ય રચ્યું છે. કવિશ્રી જયશેખરસૂરિએ જૈન કુમારસંભવ કાવ્ય લખ્યું છે. શ્રી દેવપ્રભસૂરિ મલધારીએ પાંડવચરિત્ર મહાકાવ્ય બનાવ્યું છે. શ્રી ધનંજય મહાકવિએ રાઘવ પાંડવીય મહાકાવ્ય (હિંસંધાન મહાકાવ્ય) રચ્યું છે. શ્રી નયનચંદ્રસૂરિએ હમ્મીર મહાકાવ્ય તથા પદ્મચંદ્રજીએ ધનાત્યુદય મહાકાવ્ય લખ્યું છે. વળી પદ્મસુંદરગિ રાયમલ્લાભ્યુદય મહાકાવ્ય તથા પાર્શ્વનાથ કાવ્ય રચ્યાં છે. તથા માપ્તિકચંદ્રસૂરિએ પાર્શ્વનાથ ચરિત્ર તથા નલાયને કાવ્યની રચના કરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ ત્રિષષ્ટિસલાકા પુરુષ ચરિત્ર તથા હ્રયાશ્રય નામના મહાકાવ્ય લખ્યાં છે. એ સિવાય બીજાં પણ ઘણાં કાર્યા છે. ખંડકાવ્ય, સ્તોત્ર અને સ્તુતિઓનો તો પાર જ નથી. કવિતા જૈન સાહિત્યમાં કાવ્યક્ષેત્રે પણ વિપુલ ખેડાણ થયું છે. જેમ કે; પૂજાઓ, ચોવીશી, રાસાઓ, ફાગુકાવ્યો, હરિયાળી, છંદ, ગીત, સ્તવન, સ્તુતિ, સજ્ઝાય અને ભજનો તેમજ મહાકાવ્યના જેવી વિશિષ્ટ-વિભિન્ન રચનાઓ અસંખ્ય પ્રમાણમાં ઉપલબ્ધ છે. વળી, આ રચનાઓ ગુજરાતી, હિન્દી, રાજસ્થાની, મરાઠી, ઉર્દૂ અને અનેક આ ભારતીય ભાષાઓમાં મળે છે. એક આશ્ચર્યમુગ્ધ કરે તેવી વાત એ પણ છે કે અંગ્રેજીમાં પણ છંદોબદ્ધ કવિતાઓ લખવાનો સફળ પ્રયાસ પણ થયો છે. રધુવિદ્યાસ, નાવિલાસ, રાધવાભ્યુદય, સત્ય હરિશ્ચંદ્ર, નાટકો
SR No.526013
Book TitlePrabuddha Jivan 2009 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size647 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy