________________
ઑગસ્ટ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
શ્રી જૈન સાહિત્ય : એક છબી ૩૫. પૂ. આચાર્યશ્રી પ્રેમપ્રભ સાગર સૂરીશ્વરજી
પીઠિકા
યુગે યુગે રચાતી કૃતિઓ માનવમનને બળ આપે છે. સાહિત્યની ગંગોત્રીમાં જૈનકવિઓનું અર્પણ અદ્ભુત અને અવિસ્મરણીય રહ્યું છે. એ અર્પણ સેકે એકે નોંધપાત્ર બનતું રહ્યું છે તેમ કહી શકાય; તેમ છતાં ડૉ. કોહ્યુકે પોતાના પ્રસિદ્ધ શોધગ્રંથમાં મેજર મેકેન્ઝીને પહેલી વાર પત્રરૂપે નિબંધ લખીને જૈન સાહિત્યનો પરિચય આપ્યો. અને ત્યારબાદ વિદ્વાનો સાહિત્યને એ મૂલ્યાંકન સુધી દોરી લાવ્યા. અનેક જૈન ગ્રંથકારોએ અસંખ્ય કૃતિઓ રચીને ભાષા અને દેશના સીમાડા ઓળંગ્યા છે. સાહિત્યના ક્ષેત્રમાં આ બળકટ પ્રદાને અદ્ભુત લોકપ્રિયતા પણ મેળવી છે. એક માન્યતાનુસાર, અપ્રકટ એવી વીસ લાખ હસ્તપ્રતો હજી ય દેશના વિવિધ જૈન ગ્રંથાલયો અને વિદેશમાં કેટલેક સ્થળે ઉપલબ્ધ છે, અને તે તમામ જિજ્ઞાસુ સંશોધકની પ્રતીક્ષા કરે છે. ભારતીય સાહિત્યના સંશોધક ડૉ, જોઇન્સ હર્ટલ માને છે કે આ એક જ એવું વિશાળ સાહિત્ય છે કે તે તમામ પ્રકારના જનસમૂહમાં એકસાથે લોકપ્રિય અને ઉપકારક થયું છે.
જૈન કવિઓની ગ્રંથરચનાના બે ઉદ્દેશ મુખ્ય છેઃ એક જ્ઞાનસાધના. મેં ધર્મ-ભક્તિ. ધર્મ-ભક્તિને જીવન સમર્પિત કરનાર આ કવિઓએ કથા, રૂપકથા, તત્ત્વ, ઉપદેશ, ભક્તિ, બોધ-જેવાં તમામ ક્ષેત્રે સફળ ખેડાણ કર્યું છે. મધ્યકાલીન બ્રાહ્મણ કવિઓએ પ્રધાનતઃ કોઈક ને કોઈક રાજા, શ્રેષ્ઠિ માટે રચેલા સાહિત્ય કરતાં આ સાહિત્ય તદ્દન ભિન્ન અને ગૌરવપૂર્ણ છે. આથી ધર્મ, સમાજ કે દેશને જ માત્ર નહીં, પણ સમગ્ર સંસ્કૃતિને જૈન સાહિત્યે ચેતના આપી.
જૈન સાહિત્ય
જૈન સાહિત્યમાં અસંખ્ય પુસ્તકો છે. પ્રભુ મહાવીરના સમયથી આજ સુધીમાં અનેક મહાન જૈનાચાર્યોએ, સર્જકોએ સંખ્યાબંધ પુસ્તકો રચ્યાં છે. આચાર્યશ્રી ઉમાસ્વાતિ વાચકે ૫૦૦ ગ્રંથ રચ્યા છે, શ્રી હરિભદ્રસૂરિ એકલાએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વિપુલ સાહિત્ય રચ્યું છે, ઉપાધ્યાય શ્રીમદ યોવિજયજી મહારાજે ૧૦૮ મહાન ગ્રંથો માત્ર નબ ન્યાયના સંદર્ભમાં લખ્યા છે એમ કહેવાય છે. આવા અનેક જ્ઞાની મહાત્માઓએ અસંખ્ય પુસ્તકો લખેલાં છે. હિન્દુઓમાં ગીતા મુખ્ય મનાય છે, મુસલમાનોમાં કુરાને શરીફ મુખ્ય મનાય છે. ખ્રિસ્તીઓમાં બાઈબલ મુખ્ય મનાય છે; એમ જૈન ધર્મમાં આગમો એ જૈન ધર્મનું પરમ પવિત્ર અને પ્રમાણભૂત સાહિત્ય છે. એને સૂત્ર, શાસ્ત્ર, સિદ્ધાંત કે નિગ્રંથ પ્રવચન એવા નામે પણ ઓળખવામાં આવે છે.
આગમોની સંખ્યા પહેલાં ૮૪ની હતી. હાલ ૪૫ની છે. આ પિસ્તાલીસ આગમોમાં પ્રથમ આગમ-અંગ આચારાંગસૂત્ર છે, જેમાં સાધુઓના શુદ્ધ આચાર અને વિચારોનું સૂક્ષ્મ અને સૂત્રમય વર્ણન છે. આ એક જ મહાગ્રંથને કદાચ જૈન ધર્મના અતિ ટૂંકાસારરૂપ કે પ્રતિનિધિ પણ ગણી શકીએ. આમ, આચારાંગસૂત્ર એ જૈન સાહિત્યનું મુખ્ય પુસ્તક કે ગ્રંથ માની શકાય. ટૂંકું સૂત્રાત્મક હોવાથી તેના અનેક સૂત્રોના અસંખ્ય અર્થ તારવી શકાય છે.
ભગવાન મહાવીર ‘ઉપન્નેઈવા વિગમેઈવા વેઈવા’ એ ત્રણ જ શબ્દમાં સંસારના સમગ્ર સમ્યગ્ જ્ઞાનનો સાર જણાવે છે. સ્ત્રી, બાળકો વગેરે પણ સમજી શકે તેવી (જૈન) અર્ધમાગધી ભાષામાં તેઓ ઉપદેશ આપતા. એમના મુખ્ય શિષ્યો-ગણધરો ભગવાન મહાવીરના આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે અને બીજા તેનો મુખપાઠ કરી લે છે. તેમના દીર્ઘાયુ મહાજ્ઞાની શિષ્ય અને વિદ્યમાન સકળ જૈન સંઘના સદ્ગુરુ ગણધર શ્રી સુધર્માસ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવ્યો. એના બાર ભાગ છે. અને દરેક ભાગ અંગ કહેવાય છે. બારમું અંગ વિચ્છેદ જવાથી હાલ ૧૧ અંગો જ મળી આવે છે. ૪૫ આગમાં
૧. ૧૧ અંગ ૪. ૬ છેદસૂત્ર
૨. ૧૨ ઉપાંગ ૫. ૨ સૂત્ર અને ૧૧ અંગ
૧. આચારાંગ ૩. સમવાયાંગ
૫. વિવાહપ્રજ્ઞપ્તિ અથવા ૩. ઉપાસકદા ૯. અનીષપાતિક દશા ૧૧. વિપાક સૂત્ર અને
૨૧
૩. ૧૦ પ્રયત્ના
૬.૪ મૂળ સૂત્ર
૨. સૂત્રકૃતાંગ
૪. ઠાણાંગ
૬. જ્ઞાનધર્મકથા ભદેવની ૯. અંત નશા
૧૦. પ્રશ્નવ્યાકરણ
૧૨. દૃષ્ટિવાદ
૧૨ ઉપાંગ ૧. ઓપ્પાતિક ૨. રાજીય ૪. પ્રજ્ઞાપના ૫. જંબુઢીપપ્રજ્ઞપ્તિ ૭. સૂર્યપ્રજ્ઞપ્તિ ૮, નિષાવલિયાઓ ૧૦. પુષ્પિકો ૧૧. પૃચૂલિકા
૩. વાવ ભિગમ ૬. ચંદ્રપ્રજ્ઞપ્તિ ૯. કલ્પાવતું સિકા ૧૨. વૃષ્ણિદશા
૧૦ યના
૧. ચતુઃશરણ ૨. સંસ્તાર ૩. આતુરપ્રત્યાખ્યાન ૪. ભક્તપરિતાપ તંદુવૈયાલિય ૬. ચંદ્રાવૈ ધ્ય ક ૭. વેન્ચ ૮. ગણિવિદ્યા ૯. મહાપ્રત્યાખ્યાન ૧૦. વીરસ્તવ