SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન ગસ્ટ, ૨૦૦૯ ભક્તજન સ્તવના કરે છે કે ‘હે પાર્શ્વનાથ પ્રભુ! આપની મધુર-દર્શનમોહાદિનો ધ્વંશ કરી સમ્યક્દર્શન સાધકોમાં પ્રસ્થાપિત કરે વાણી અનુભવરૂપ અમૃતથી ભરપૂર છે, જેને મેં મારા હૃદય-મંદિરમાં, ધારણ કરેલ છે. હે પ્રભુ! આપના શ્રીમુખથી ઝરેલી વાણીથી સર્પયુગલનું આત્મકલ્યાણ થયું.' છે. સાધક ઉત્તરોત્તર જેમ જેમ જિનવચન અને જિજ્ઞાસાનું સમ્યક્ આચરણ કરે છે (અવંચકપણે) તેમ તેમ ગુણશ્રેણીનું આરોહણ કરે છે. સ્યાદ્વાદ મુદ્રા મુદ્રિત શુચિ, જિમ સુરસરિતા પાણી; અંતર મિથ્યાભાવ હતા જે, છેદા તાસ કૃપાણી ની.. પાસ જિન અનુભવ અમૃતવાણી...૨ શ્રી જિનેશ્વર પ્રભુની અનેકાંતમય વાણી અનેક નય, નિર્દેપાદિથી ભરપૂર અને અવિરોધાભાસ હોવાથી તે શ્રોતાજનોને પોતપોતાની ભાષામાં સમજાઈ જાય છે અને હૃદય સોંસરી ઉતરી જઈ શ્રદ્ધાથી સ્વીકૃત થાય છે. આવી વાણીની પાછળ પ્રભુનું વચનબળ અને આત્મવીર્યનો સ્રોત વહેતો હોવાથી શ્રોતાજનોને અનાદિકાળથી વર્તતા મિથ્યાત્વ અને કષાષાદિ ભાવોનું છેદન થઈ નિર્મૂળ થાય છે, કારણ કે તેઓથી પ્રભુના સુબોધનો સદુપયોગ થાય છે. અથવા જેમ ગંગાનદીનું પાણી પાવનકારી મનાય છે, તેમ શ્રી જિનેશ્વરની વાણીનો વ્યવહાર ચારિત્ર્યાચારમાં ઉપયોગથી કર્મમળ નિર્મૂળ થાય છે કે આત્મિકણો (શ્રોતાજનોના) નિરાવરા થાય છે. આમ પ્રભુની સ્યાદ્વાદમથી વાણીરૂપ તરવારની ધારથી મિથ્યાત્વરૂપ છોડવાઓને છેદે છે. અહો નીશીનાથ અસંખ્ય મળ્યા તિમ, તિચ્છે અચિરજ એહી; લોકાલોક પ્રકાશ અંશ જસ, તસ ઉપમા કહી કેડી હશે. પાસ જિંન અનુભવ અમૃતવાણી-૩ સર્વજ્ઞ ભગવંતને પ્રગટપણે વર્તતું કેવળજ્ઞાન અને દર્શન લોકાલોકના સર્વ પદાર્થોને તેના ત્રિકાલિક ભાવ સહિત સમકાલે જોવા-જાણવાનું સામર્થ્ય ધરાવે છે એટલે કેવળજ્ઞાન લોકાલોક પ્રકાશક કહેવામાં આવે છે, જે વચન વ્યવહારથી પૂરેપૂરું કહી શકવું અશક્યવત્ છે. ઉપરાંત કેવળજ્ઞાનને કોઈ ઉપમા પણ આપી શકાય તેમ નથી કારણ કે તે અનુપમ છે. સમવસરણની પદામાં અસંખ્ય ચંદ્રો અને દેવો નિર્ઝીલોકમાં મળે છે પરંતુ તેઓથી કેવળજ્ઞાનનો એક અક્ષ અંશ પણ પામી શકાતી નથી. ટૂંકમાં વાણી વ્યવહાર મારફત કેવળજ્ઞાનનું દરઅસલ સ્વરૂપ જાણી શકાતું નથી કારણ કે તે માત્ર અનુભવગમ્ય અને અસીમ છે. વિરહ વિયોગ હરણી એ દંતી, સંધી એ વેગ મિલાવે; યાકી અનેક અવંચકતાથી, આણાભિમુખ કહાવે હો. પાસ જિન અનુભવ અમૃતવાણી-૪ મુક્તિમાર્ગની ઉપાસનામાં ઉર્ધ્વગામી સમ્યક્ ભાવનાઓથી ભાવિત રહેલું અનિવાર્ય છે અને આત્મદશાના સાધકોને તેનો વિયોગ અને વિરહ સતાવે છે. પરંતુ શ્રી જિનેશ્વરની અમૃતમય વાણી આવા વિરહ અને વિયોગનું એકબાજુ હરણ કરે છે અને બીજી બાજુ અક્ષર એક અનંત અંશ જિહાં, લેપ રહિત મુખ ભાષ્યો; તાસ ક્ષર્યાપશમ ભાવ વધ્યાથી, શુદ્ધ વચન રસ ચાખો છો. પાસ જિન અનુભવ અમૃતવાણી...૫ શ્રી અરિહંત પ્રભુને વર્તતું કેવળજ્ઞાન અનુભવગમ્ય હોવાથી તે અનંતમા અર્થ વચન વ્યવહારથી પ્રકાશિત પ્રભુ મુખથી થઈ શકે છે. પાંત્રીસ અતિશયોથી યુક્ત અપૂર્વવાણી તીર્થંકર નામકર્મની નિર્જરારૂપે હોવાથી પ્રભુને તેનાથી અધ્ધિપ્તપણું વર્તાય છે. કારા કે તે માલિકીભાવ રહિત છે. શ્રી જિનેશ્વર આવી વાણીના જ્ઞાતાદ્દષ્ટા છે. જિનવચન ધારાના પ્રાણથી શ્રોતાજનોના ટીપામભાર્ગોની વૃદ્ધિ થાય છે, અથવા જ્ઞાનદર્શનાદિ આત્મિકગુણો નિરાવરણ થવા લાગ્યા, આમ ભષ્પો જિનવાણી ધારાનો રસ ચાખે છે. ચાખ્યાથી મન તૃપ્ત થયું નવિ, શા માટે લોભાવો; કર કરુણા કરુણારસ સાગર, પેટ ભરીને પાર્થો હો. પાસ જિન અનુભવ અમૃતવાણી...દ પ્રભુના સ્વાનુભવરૂપ અમૃતમય વાણીનો રસ સાધકને ચાખવા મળ્યો પરંતુ તેનાથી તેને તૃપ્તિ થઈ નહીં, એટલે સાધક શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરે છે કે ‘માત્ર રસ ચખાડવાથી કામ નહિ થાય, પરંતુ પેટ ભરીને અર્મોને જમાડ. શા માટે અમોને તડપાવો છો? હું પ્રભુ! આપ કરુણોના મહાસાગર છો, જેથી અમારા ઉપર કૃપા કરી અમોને તમારા જેવા જ બનાવો. અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો.’ લવલેશ લહ્યાથી સાહિબ, અશુભ યુગલ ગતિ વારી; ચિદાનંદ વામાસુત કેરી, વાણીની બલિહારી હો. પાસે દિન અનુભવ અમૃતવાણી...૭ સાંસારિક જીવો મનુષ્ય, દેવ, તિર્યંચ અને નર્કગતિઓમાં ભવભ્રમણ કરે છે જેમાં મનુષ્ય અને દેવગતિ શુભ છે તથા તિર્યંચ અને નર્કગતિ અશુભ છે. સ્તવનકાર શ્રી ચિદાનંદજી ઉપસંહારમાં કહે છે કે વામામાતાના સુપુત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુના વાણીની એવી બલિહારી છે કે, જે ભવ્યજીવને અમૃતમય વાણીનાં અનંતો ભાગ પણ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે તેને નરક અને તિર્યંચગતિમાં જન્મ થવાની સંભાવનાનો અંત આવશે અર્થાત્ બે પ્રકારની અશુભ ગતિનો છંદ થશે. ૫૬૩, આનંદવન સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા-૩૯૦ ૦૦૮. ફોન : ૦૨૬૫-૨૭૯૫૪૩૯.
SR No.526013
Book TitlePrabuddha Jivan 2009 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size647 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy