________________
જુલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
વિશ્વવાત્સલ્યના આરાધક ક્રાંતર્દષ્ટા મુનિશ્રી સંતબાલજી મુનિ શ્રી સંતબાલજીની સર્વોદય ભાવના
ઘડૉ. ગીતા મહેતા
સોંએ પોતાના આત્મકલ્યાણની સાથે સાથે સમાજના કચડાયેલા, ગરીબ, અભણ, વનવાસી તથા નારી સમાજને
માર્ગદર્શન, પ્રેરણા અને વાત્સલ્ય આપી મદદરૂપ થવું જોઇએ એવી ગાંધીવાદી અર્થાત્ સર્વોદયવાદી ધારણા ધરાવનાર ગુજરાતના પ્રસિદ્ધ જૈન સાધુ શ્રી સંતબાલજી વીસમી સદીના એક વિશિષ્ટ લોકસંત થઈ ગયા.
ગાંધીજીએ રસ્કિનના પુસ્તક Urito this સિક્કો નું ભાષાંતર કરતાં ૧૯૦૪માં પહેલાં અત્યોદય અને પછી સર્વોદય' શાબ્દ વાપર્યો.
પરંતુ એ પહેલાં પણ જૈન આગમોએ કહ્યું છે
सर्वापदाम् अंतकरं निरन्तं सर्वोदयम् तीर्थं इदं तवैव ।
સમાજની સેવા કરતાં રાગદ્વેષ-અહંકાર વગેરેનો અનુભવ થાય છે. પરંતુ સેવા ક્ષેત્રને જો જ્ઞાનના પાયા પર ચણ્યું હોય તો આ બધાં કષાયો નડતાં નથી. તેથી જ તો દીક્ષા પછીના પાંચેક વર્ષ સંતબાલજી જ્ઞાન સાધનામાં સમર્પિત કર્યા, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિંદી વગેરે ભાષાઓનો તેમજ ન્યાય, પ્રમાણ, તર્ક, સાહિત્ય વગેરેનો અભ્યાસ તેમણે કર્યો. જૈન ધર્મના અનેક શાસ્ત્રોનો તથા દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોનો અભ્યાસ કર્યો, તેથી જ તો અજમેરના સંમેલન સમયે ભારતના વિદ્વાનોએ તેમને “ભારત-રત્ન”ની ઉપાધિથી નવાજ્યા.
૭
વિ. સં. ૧૯૮૯ થી ૧૯૯૪ સુધીના કાળ દરમ્યાન તેમણે ગુજરાતી સમાજને ઘણું સાહિત્ય સમર્પિત કર્યું. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ અને આવશ્યક આ ચાર મુખ્ય સૂર્ગાને તેઓએ સ૨ળ તથા સુંદર ગુજરાતી ભાષામાં પરિવર્તિત કરી મહાવીર પ્રકાશન મંદિર દ્વારા પ્રકટ કર્યા. છેલ્લાં વર્ષોમાં તત્ત્વાર્થસૂત્રનો ગુજરાતી ભાષામાં પદ્યાનુવાદ કરીને પોતાની અગાધ વિદ્વતા અને
કવિત્વનો સહજપણે પરિચય આપ્યો.
આગળ ઉપર એમણે એક એક અવતારી પુરુષના ગુણો વર્ણવી સાતવારની પ્રાર્થના લખી છે. એમના સર્વધર્મ સંસ્થાપક સ્મરો પણ વાગોળવા જેવા છે. એમની સર્વધર્મ પ્રાર્થના તો કેટલાંક ઘરોમાં અને સંસ્થાઓમાં આજે પણ રોજ ગવાય છે. કવિ ક્રાંતદર્શી
સર્વોદય-સર્વનો ઉદય-સૌનું કલ્યાણ-આ ભાવના ભારતીય સાધુ તરીકે અમાન્ય કરી બહિષ્કૃત કર્યાં. પરંતુ તેમણે સાધુત્વના સંસ્કૃતિના મૂળમાં રહેલી છે.
सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः ।
સારા અંશોનું સાતત્ય સાચવીને વિકૃત અને બિનજરૂરી અંશોમાં પરિવર્તન આણ્યું. જૈન સાધુ તરીકે પાદવિહાર, ભિક્ષાચરી અને અપરિગ્રહ સાથે પોતાના નિર્ધારિત લક્ષ તરફ તેઓ આગળ વધતા
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग भवेत् ।
આ વૈદિક પ્રાર્થનાને સંતબાલજીએ સર્વ સામાન્ય માનવ માટે રહ્યા. સરળ ભાષામાં ઉતારી છે
સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા છાપી, સર્વત્ર શાંતિ વિસ્તરો.
આ કડીઓ ફક્ત પ્રાર્થના પૂરતી ન રાખતાં તેમણે પોતાના જીવનમાં ઉતારી છે તેથી જ તો આજે પણ તેમને યાદ કરીને આપણે આપણા શ્રદ્ધાસુમન એમને ચરણે ધરીએ છીએ.
જ્ઞાનસાધના
મુનિશ્રી સંતબાલ કવિ હતા એટલું જ નહીં પરંતુ કાંતદર્શી પણ હતા તેથી જ તો એકાંતવાસની સાધના પછી જે કાંઈ પ્રકાશ મળ્યો તેથી તેમણે કલ્યાણમાર્ગના પથ પર ચાલવા માટેના કેટલાક પરિવર્તનકારી વિચારો પ્રગટ કર્યા. પરિણામે તેમને તેમના સંર્થ
સંતબાલજીને શ્રદ્ધાંજલિ આપતાં વિદૂષી સાધિકા વિમલાબેન ઠકાર લખે છે–‘સંતબાલજી ગાંધી-તત્ત્વજ્ઞાનના તથા જૈન તત્ત્વજ્ઞાનના પાયાના સિદ્ધાંતોને વળગી રહ્યા. તેનાથી તેમનું વ્યક્તિત્વ અદ્ભુત રીતે સમૃદ્ધ થયું છે. અહિંસા તો તેમના જીવનમાં વણાઈ ગઈ હતી. તેમણે પોતાના સમગ્ર જીવન અને કાર્યમાં જે મૂક ક્રાંતિ કરી તેનાથી તેમના સમયના જૈનમુનિઓ અને શ્રાવકોના મનમાં ગૂંચવણ ઉભી થઈ. તેમણે ધર્મને સામાજિક સેવા સાથે જોડ્યો.
સામાજિક કાર્યમાં પણ એમની પદ્ધતિ પૂર્ણરૂપે અહિંસક હતી. એમની પદ્ધતિનું નામ છે ‘શુદ્ધિપ્રયોગ’ એટલે શુદ્ધ કરવાની પ્રક્રિયા. સમાજ પરિવર્તન માટે કત્લ, કાનૂન અને કરૂણા એ ત્રણ માર્ગો છે એમ વિનોબાજી કહેતા અને જમીનનો પ્રશ્ન એમણે કરૂાથી પાર પાડવાનો પ્રયત્ન કર્યો. કત્લ અને કાનૂન સિવાયની ત્રીજી પદ્ધતિ લોકોની નૈતિક તાકાતને ઉપયોગમાં લેવાની છે એમ સંતબાલજી કહે છે. જો સમાજમાં પડેલી સામૂહિક નૈતિક તાકાતને સંગઠિત કરવામાં આવે તો તેનાથી સામાજિક ક્રાંતિનો પા અવશ્ય નાંખી
શકાય.
સમાજસેવાના ક્રાંતિકારી પ્રયોગો
વ્યક્તિ સાથે સમાજનું અને સ્વ સાથે પરનું કલ્યાણ થઈ શકે એવી સમાજસાધનાના સંતબાલજી પુરસ્કર્તા હતા.
ગરીબી, શોષણ, અન્યાય, અજ્ઞાન અને રોગથી ગ્રસ્ત તેમજ શાહુકારી અને જમીનદારી પ્રથાની ભીંસથી ઘેરાયેલી, વેઠપ્રથાથી ત્રાસેલી, વહેમ અને રૂઢિપરંપરાથી જકડાયેલી તેમજ આત્મવિશ્વાસ